જો તમારા હાથમાં અર્ધ ચંદ્ર બને છે તો તમે છે ખુબ જ ભાગ્યશાળી… અત્યારે જ વાંચી લો આવું બનશે તમારી સાથે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤚✋ હસ્તરેખાઓ.. 🤚✋

🤚 કહેવાય છે કે હસ્તરેખાઓ ઘણુબધું કહી જાય છે. માણસ જન્મની સાથે જ તેના ભાગ્યની રેખાઓ લખાવીને લાવે છે. તો ચાલો જણીએ કે જો આપણા હાથ માં અર્ધચન્દ્રમા બનતો હોય તો એનો અર્થ શું થાય છે ? દરેક લોકોની હસ્તરેખાઓ અલગ અલગ હોય છે તેથી જરૂરી નથી કે દરેક ના હાથ માં અર્ધચન્દ્રમા બનતો હોય.Image Source :

✋ મિત્રો હસ્તરેખાઓ ને લઇ ને મુખ્ય ત્રણ સંભાવનાઓ શક્ય છે. એક તો એ કે તમારી બંને હથેળી ભેગી કરો ત્યારે તમારા હાથ ના આગળ ના  ભાગ ની મોટી જાડી રેખાઓ જોડાઈ ને અર્ધચન્દ્રમા બને. બીજું એ કે તમારી એ બંને હાથ ની રેખાઓ જોડાઈ ને અર્ધચન્દ્રમા નથી બનતો પણ એ રેખાઓ સીધી હોય છે તેથી બંને રેખાઓ જોડાઈ ને માત્ર એક મોટી આડી સીધ ઈ રેખા જ બને. અને ત્રીજું એ કે તમારા બંને હાથ ની  રેખાઓ જોડાય જ નહી  એટલે કે ભેગી જ ના  થાય કે પરફેક્ટ રીતે ચંદ્ર ના બને.

✋ મિત્રો વાત કરીએ છીએ આપણા હાથ ના આગળ ના ભાગ માં આવેલી સૌથી આગળના ભાગ ની મોટી આડી રેખાની જેને હાર્ટલાઇન પણ કહેવામાં આવે છે અને બંને હાથ ની હાર્ટલાઇન  ભેગી થઇ અને ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ પ્રકારની રચનાઓ બનાવતી હોય છે. હવે આપણે એ જાણવાનું છે કે આ બંને રેખાઓ ભેગા મળી અને જે રચના બનાવે છે તેનો અર્થ શું થાય છે તો ચાલો  જણીએ તેનો અર્થ.

Image Source :

✋ પેલી રચના જેની આપને વાત કરી હતી એ છે અર્ધચન્દ્રમા, જે લોકો ની બંને હાથ ની હથેળીઓને ભેગી કરવાથી અર્ધચન્દ્રમા બનતો હોય તે ખુબ આકર્ષક  સ્વભાવ ના હોય છે. અને આવા લોકો એમના બાળપણ ના મિત્રો અથવા તો એવા લોકો જેને તેઓ બાળપણ થી જ પસંદ કરે છે તેવા લોકો સાથે વિદેશ માં સ્થાયી થાય છે. આવા લોકો હંમેશા બીજા લોકો ના પ્રેમ ને મેળવવા માંગતા હોય છે પરંતુ તેઓ આ વાત બીજાના સમક્ષ રજુ નથી કરી શકતા તથા આવા લોકો ખુબ ચતુર હોય છે. આવા પ્રકાર ના લોકો કોઈ પણ  પ્રકારની મુશ્કેલીઓનો સામનો આસાની થી કરી શકે છે અને કોઈ પણ કામ આ લોકો માટે અઘરું નથી હોતું.

✋ હવે જાણીએ બીજા પ્રકાર ની રચના ધરાવતા લોકો ની કે જેમના બને હાથ ની હથેળીઓ ભેગી કરવાથી  અર્ધચન્દ્રમા નથી બનતો પરંતુ તેમના હાથ ની બંને રેખાઓ એકદમ સીધી રહે છે. આવા પ્રકાર ના લોકો ખુબ જ શાંત સ્વભાવ ના અને દયાળુ હોય છે. કહેવાય છે કે આવા પ્રકાર ના લોકો દુનિયામાં ખુબ જ ઓછા હોય છે અને આવા લોકો ખુ જ ભાગ્યશાળી હોય છે.

Image Source :

✋ હવે વાત કરીએ ત્રીજા પ્રકારની હસ્તરેખા ધરાવતા લોકો ની જેમના બંને હાથ ની રેખાઓ ભેગી કરવાથી ભેગી જ નથી થતી એટલે કે થોડી ઉપર નીચે રહે છે. આવા પ્રકારના લોકો તેમનાથી મોટી ઉમરના જીવનસાથી સાથે રહેવાનું પસંદ કરતા હોય છે, એ લોકો ને જરા પણ ફરક નથી પડતો કે  સમાજના લોકો તેમના વિશે શું વિચારશે.

તો મિત્રો આ હતા આપણા હાથ ની હાર્ટલાઈન દ્વારા બનતી રચના વિષે ના તથ્યો. જો આ વાત ગમે હોય તો કોમેન્ટ જરૂર કરજો અને તમારે મિત્રો સાથે શેર પણ જરૂર કરજો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment