ઝાડા અને મરડોની સમસ્યામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુઓ, સમસ્યાને ઓછી કરવાને બદલે શરીરને કરી દેશે લોથપોઠ… જાણો ઝાડામાં શું ખાવું અને શું ન ખાવું…

મિત્રો જયારે તમને ડાયેરિયા થાય છે ત્યારે તમારે અમુક વસ્તુઓના સેવન પર ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો તમે આ સમયે ખોટી વસ્તુનું સેવન કરશો તો તમારી હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઇ જાય છે. ચાલો તો આવી કેટલીક વસ્તુઓ વિશે જાણી લઈએ જે તમારે ડાયેરિયા થયો હોય ત્યારે સેવન ન કરવું જોઈએ. 

ડાયેરિયા (ઝાડા) એક સામાન્ય સમસ્યા છે. ડાયેરિયા થાય ત્યારે મળ ખૂબ જ પાતળું એટલે કે પાણી જેવુ નીકળે છે. ઘણા કેસમાં ડાયેરિયાના કારણોની જાણ થઈ શકતી નથી. ડાયેરિયા ઘણા કારણોસાર થઈ શકે છે જેમકે, ફૂડ પોઇઝનિંગ અથવા એલર્જી, દવાઓના સેવન વગેરેને કારણે. આમતો ડાયેરિયાના કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ ઘણી વાર ડાયેરિયા થવાથી થાક, ઉલ્ટી, પેટમાં દુખાવો અથવા વજન ઘટવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. ડાયેરિયાની સમસ્યા ઘણા સમય માટે હોય છે જે, થોડા દિવસોમાં આપમેળે જ મટી જાય છે. પરંતુ જો તમને ડાયેરિયાની સમસ્યા ઘણા અઠવાડીયાથી હોય તો, તે આંતરડાની બીમારી અથવા ઇન્ફેક્શન અથવા આંતરડામાં સોજો વગેરે તરફ ઈશારો કરે છે. 

ડાયેરિયાના લક્ષણો:- ડાયેરિયાની સમસ્યા થાય ત્યારે પેટમાં દુખાવો અથવા મરોડ, બ્લોટિંગ, થાક, ઉલ્ટી, તાવ, મળથી લોહી આવવું, મળથી પાસ આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ડાયેરિયાને તમારી ડાયટ વચ્ચે સીધો સંબંધ હોય છે. તો આવો જાણીએ ડાયેરિયાની સમસ્યા થાય ત્યારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું નહીં. ડાયેરિયા થાય ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન:- ડાયેરિયાની સમસ્યાને જલ્દી મટાડવા માટે કેળાં, ચોખા, સફરજન અને બ્રેડનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ ખૂબ જ લાઇટ હોય છે જેનાથી તમારી ડાયઝેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર પડતી નથી. આ બધી વસ્તુઓ મળમાં થીકનેસ લાવવામાં મદદ કરે છે. ડાયેરિયા થાય ત્યારે તમારે વધુમાં વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ જેથી તમારી બોડી હાઈડ્રેડ રહે. પાણી સિવાય તમે ચા, નારિયેળ પાણીનું પણ સેવન કરી શકો છો. જેવુ તમે થોડું સારું અનુભવશો તો તમે ઈંડા અથવા અન્ય સબ્જીઓનું પણ સેવન કરી શકો છો. 

ડાયેરિયા થાય ત્યારે ન કરવું આ વસ્તુઓનું સેવન:- ડાયેરિયા થાય ત્યારે અમુક વસ્તુઓ એવી છે જેનું સેવન તમારે ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી ડાયઝેસ્ટિવ સિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને આ વસ્તુઓ તમારી સમસ્યા ઘટાડવાને બદલે વધારી શકે છે. એવામાં આ દરમિયાન દૂધ અને ડેરી પ્રોડક્ટસ, ફ્રાઇટ, ફૈટી અને ચીકણી વસ્તુઓ, મસાલેદાર ખાવાનું, પ્રોસેસ્ડ ફૂડ, પોર્ક, કાચા શાકભાજી, ડુંગળી, મકાઇ, ખાટા ફળ, દારૂ, કોફી, સોડા, આર્ટિફિશિયલ સ્વિટનર્સ વાળી વસ્તુઓનું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. ટ્રીટમેંટ અને ઘરેલુ ઉપાય:- ડાયેરિયાના કેસ શોર્ટ ટાઈમ માટે જ હોય છે અને ઘરેલુ ઉપચાર જેમકે, હેલ્થી આહાર, ફ્લૂઈડ અને દવાઓના સેવનથી તેને સરખું કરી શકાય છે. તે સિવાય એંટીબાયોટીક્સ દવાઓની મદદથી પણ તેને સરખું કરી શકાય છે. જો તમને ગંભીર ડાયેરિયા થયો હોય તો તે માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. 

ડોક્ટરને ક્યારે બતાવવું:- સામાન્ય રીતે  ડાયેરિયાને આરામ, હેલ્થી ડાયટ અને દવાઓની મદદથી સરખું કરી શકાય છે પરંતુ જો તમારે 2 દિવસથી વધુ આ સમસ્યાનો સામનો કરવો પડે અને જો તમે ખૂબ જ ડિહાઈડ્રેડ અનુભવ કરતાં હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો તમારા મળ માંથી લોહી આવી રહ્યું હોય અથવા ગંભીર પેટમાં દુખાવાનો સામનો કરવો પડી રહ્યો હોય તો, એવામાં તમારે ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment