ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુ, જોતજોતામાં શરીર બની જશે એકદમ ખડતલ અને તાકાતવાળું…. શરીર થઈ જશે રૂષ્ટપુષ્ટ…

મિત્રો જો જરૂરિયાત કરતાં વધારે દુબળું પાતળું શરીર હોય, તો દેખાવમાં થોડું અજીબ લાગે છે અને અમુક પ્રકારના કપડાં પણ આવા શરીર પર સારા નથી લગતા. તો આવી સ્થિતિમાં વજન વધારવા માટે હેલ્ધી વસ્તુઓની સહાયતા લેવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ દરેક લોકોને ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. ડ્રાયફ્રુટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, હેલ્ધી ફેટ અને કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. ડ્રાય ફ્રુટ ખાવાથી તમે હંમેશા ફિટ અને હેલ્થી રહી શકો છો. દુબળા-પાતળા અને કમજોર લોકો માટે ડ્રાયફ્રુટ વધારે ફાયદાકારક છે, કારણકે આને ડેઇલી ડાયટમાં સામેલ કરવાથી વજન વધારી શકાય છે.

વજન વધારવા માટે તમે તમારા ડાયટમાં બદામ, કાજુ, કિસમિસ, અખરોટ, સૂકા અંજીર, મખાના અને પિસ્તા શામેલ કરી શકો છો. આ બધા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને એનર્જીથી ભરપૂર હોય છે. આ ડ્રાય ફ્રુટ્સને ખાવાથી મસલ્સ વધે છે અને વજન વધે છે. તો આવો જાણીએ વજન વધારવા માટે ડ્રાય ફ્રુટ કેવી રીતે ખાવા જોઈએ. ડોક્ટર જણાવે છે કે તમે ડ્રાયફ્રૂટ્સને હલવો, સ્મુધી કે શેક ના રૂપમાં પણ લઈ શકો છો. તેના સિવાય તમે ઈચ્છો તો ડ્રાયફ્રુટને નાસ્તામાં પણ ખાઈ શકો છો. વજન વધારવા માટે આ ચાર પ્રકારે ડ્રાયફ્રુટ્સનું સેવન કરો.1) ડ્રાયફ્રુટ હલવો:- જો તમે ખરેખર વજન વધારવા ઇચ્છતા હોવ તો ડ્રાયફ્રુટ હલવો તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેના માટે તમે કેટલાક બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ અને અખરોટને પલાળીને રાખી દો. ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરી લો અને ઘી માં શેકો. તેમાં ખાંડ નાખો. તમે ઈચ્છો તો આમાં દૂધ પણ મેળવી શકો છો. બદામ, કાજુ ના ટુકડા ને ગાર્નિશિંગ કરો અને પૌષ્ટિક હલવો ખાઓ.

2) દૂધ અને ડ્રાયફ્રૂટ:- વજન વધારવા માટે તમે દૂધ અને ડ્રાયફ્રૂટને પણ એક સાથે લઈ શકો છો. દૂધ અને ડ્રાયફ્રૂટ બન્ને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેનાથી વજન વધારવામાં મદદ મળે છે. તેના માટે તમે એક ગ્લાસ દૂધમાં બદામ, કાજુ, કિસમિસ નાખીને ગ્રાઈન્ડ કરી લો. હવે આ પ્રમાણેના દૂધને દરરોજ સવારના નાસ્તા માં પીવાથી તમારું વજન વધવા લાગશે.3) પલાળેલા ડ્રાય ફ્રુટ્સ:- જો તમે ડ્રાયફ્રૂટ્સનો હલવો વગેરે ન ખાવા ઇચ્છતા હોવ તો આને માત્ર પલાળીને પણ ખાઈ શકાય છે. તેના માટે તમે આખી રાત એક ગ્લાસમાં પાણી માં કેટલીક બદામ, કિસમિસ,સૂકા અંજીર, કાજુ અને અખરોટ નાખી દો. સવારમાં ખાલી પેટે આનું સેવન કરો. આનાથી તમને ખૂબ જ પર્યાપ્ત પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ઊર્જા મળશે. તમારું વજન પણ વધવા લાગશે ધ્યાન રાખવું કે બદામ અને અખરોટની છાલને કાઢીને જ ખાવા, તો જ તમને પુરા પોષક તત્વો મળી શકશે.

4) સ્મૂધી:- કેટલાક લોકો સ્મુધી પીવાનું અત્યંત પસંદ કરે છે. જો તમે વર્કઆઉટ કરતા હોવ તો ડ્રાયફ્રૂટ્સ સ્મૂધી પીવાનું શરૂ કરી શકો છો. તેના માટે તમે મેંગો, બનાના,એવોકાડો વગેરેની સ્મૂધી બનાવી શકો છો. આમાં તમે ડ્રાયફ્રૂટ્સ પણ મેળવી શકો છો. આનાથી તમને દૂધ ફળ અને ડ્રાયફ્રૂટ બધાના જરૂરી પોષક તત્વો મળશે. દરરોજ આ સ્મુધીને પીવાથી તમારું વજન ધીરે ધીરે વધવા લાગશે.

આના સિવાય તમે ડ્રાયફ્રૂટ્સને શેક માં નાખી શકો છો, લોટ સાથે મેળવી શકો છો કે પછી નાસ્નાતાના રૂપમાં પણ ખાઈ શકો છો. પ્રોટીન બાર ખાવાથી પણ વજન વધારવામાં ફાયદો થઈ શકે છે. વજન વધારવા માટે ડ્રાયફ્રૂટ્સ અત્યંત ફાયદાકારક છે પરંતુ જો તમને ડ્રાયફ્રુટથી એલર્જી હોય તો આને ખાવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment