ટાઈમે ડાયાબિટીસ કંટ્રોલ નહિ કરો તો થઈ શકે છે આ જીવલેણ બીમારીઓ, બચવું હોય તો આજથી જ કરો કંટ્રોલ… જાણો સંપૂર્ણ માહિતી અને શેર કરો….

આપણા શરીરમાં અનેક રોગો રહેલા છે. પણ જ્યાં સુધી તે બહાર ન આવે ત્યાં સુધી શાંતિ છે. પણ જયારે આ રોગો બહાર આવે છે ત્યારે માણસ ખુબ જ પીડિત થાય છે. આવા જ એક રોગમાં ડાયાબિટીસ છે. જેનાથી આજના સમયમાં મોટાભાગના લોકો પીડિત છે. ડાયાબિટીસ એટલે કે શરીરમાં બ્લડ શુગર લેવલ હાઈ થવું અથવા તો ઘટી જાવું. આથી આ બીમારીનો કોઈ સચોટ ઈલાજ નથી પણ જો તમે તેને કંટ્રોલમાં ન રાખો તો  તમને અનેક નુકશાન થઇ શકે છે. અનેક ગંભીર બીમારી પણ શકે છે. આથી બ્લડ શુગરનું કંટ્રોલમાં રહેવું ખુબ જ જરૂરી છે. 

ડાયાબિટીસ એટલે કે શુગરથી આજે દર બીજો વ્યક્તિ પીડિત છે. ડાયાબિટીસમાં શરીર ઇન્સુલિનનું પર્યાપ્ત ઉત્પાદન કરી શકતું નથી. અથવા તો પછી ઇન્સુલિનનો ઉપયોગ એ રીતે કરી શકતો નથી જે રીતે કરવું જોઈએ. જ્યારે ઇન્સુલિનનો ઉપયોગ સરખી રીતે નથી થતો ત્યારે, શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે. વધેલા બ્લડ શુગર લેવલને જ ડાયાબિટીસ કહે છે. ડાયાબિટીસ સામાન્ય સમસ્યાઓ જેવીકે, વારંવાર પેશાબ લાગવો, વધારે તરસ લાગવી અથવા પરસેવો વળવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.તેની સાથે જ જો ડાયાબિટીસને કંટ્રોલમાં ન રાખવામા આવે કે, પછી બ્લડ શુગરનું લેવલ ખૂબ વધી જાય તો, ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે. ડાયાબિટીસ, હ્રદય, કિડની અને લીવર સહિત ઘણા અંગોને અસર કરી શકે છે. તેના કારણે ગંભીર બીમારીઓ જન્મ લઈ શકે છે. તો ચાલો જાણીએ, ડાયાબિટીસથી થતાં નુકસાન ક્યાં ક્યાં છે? અથવા પછી બ્લડ શુગર લેવલ વધે ત્યારે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે? ડાયાબિટીસ કંટ્રોલ ન થાય ત્યારે શરીર પર કઈ રીતે અસર થાય છે? 

ડાયાબિટીસથી થતાં નુકસાન:- 

1) હ્રદય અને રક્તવાહિકા રોગ:- ડાયાબિટીસના કારણે હ્રદય અને રક્ત વાહિકા રોગ થવા ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ન રહેતું હોય તો. ડાયાબિટીસ કંટ્રોલ ન થવાથી હ્રદયની સમસ્યાઓ જેવીકે, સ્ટ્રોક, નર્વ ડેમેજ, રક્તવાહિકા ડેમેજનું જોખમ ઘણું વધી જાય છે. જો તમને પહેલેથી જ હ્રદય રોગ હોય અને બ્લડ શુગર લેવલ પણ અનિયંત્રિત હોય તો આ સ્થિતિ ગંભીર રૂપ લઈ શકે છે.2) આંખોની સમસ્યાઓ:- ડાયાબિટીસ માત્ર હ્રદયને જ નહીં, પરંતુ આંખોથી જોડાયેલી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં લાંબા સમય સુધી બ્લડ શુગર હાઇ રહે, તો તેને આંખોની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં ડાયાબિટીસ આંખોનું તેજ જતું રહેવાનુ કારણ પણ બની શકે છે. ડાયાબિટીસના કારણે તમને આંખોના રોગ, મોતિયો, ડાયાબિટીસ રિલેટેડ રેટિનોપેથી વગેરે સમસ્યાઓ થઈ શકે છે. 

3) કિડનીની બીમારી:- ડાયાબિટીસ કિડનીને પણ ખરાબ રીતે અસર કરી શકે છે. ડાયાબિટીસ કિડની ફેલિયરનું કારણ બની શકે છે. જ્યારે ડાયાબિટીસના કારણે કોઈ વ્યક્તિને કિડનીની બીમારી થાય તો, તેને પગમાં સોજાના લક્ષણ અનુભવાઈ શકે છે. માટે કિડનીને સ્વસ્થ રાખવા માટે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી હોય છે.4) નસોથી જોડાયેલી સમસ્યાઓ:- ડાયાબિટીસ શરીરની નસોને પણ ડેમેજ કરી શકે છે. એટલે કે, જ્યારે ડાયાબિટીસના કારણે બ્લડ શુગર લેવલ હાઇ થાય છે, તો નસોને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસથી પીડિત લગભગ 70 ટકા લોકોને નર્વ ડેમેજનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં પગમાં દુખાવો, બળતરા અને ખાલી ચડાવી અનુભવાઈ શકે છે.

5) પેઢાની બીમારી:- હાઇ બ્લડ શુગર લેવલ પેઢાની બીમારીનું જોખમ પણ વધારી શકે છે. પરંતુ જ્યારે બ્લડ શુગર કંટ્રલમાં રહે છે, તો આ સમસ્યાથી રાહત મળી શકે છે. જ્યારે ડાયાબિટીસના કારણે તમને પેઢાની સમસ્યા થાય તો, એવી સ્થિતિમાં પેઢા લાલ થઈ શકે છે અને સોજો અનુભવાઈ શકે છે. ઘણી વખત પેઢામાંથી લોહી આવવા લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment