હવે લિવર, કિડની, હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું થયું સહેલું, 65 વર્ષે પણ બદલાવી શકશો…. જાણો તેની સંપૂર્ણ માહિતી ટૂંકમાં….

મિત્રો મોદી સરકારે અંગ પ્રત્યારોપણ નીતિ (Organ Transplant Policy) માં મોટા બદલાવ કરી દીધા છે. દેશમાં હવે કિડની, લીવર, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ અને નાના આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોના પણ અંગ લઈ શકાશે. 65 વર્ષ થી વધુ ઉંમરના લોકો માટે અંગ સ્વીકારવા પર પ્રતિબંધ હતો. એની સાથે મોદી સરકારે એક રાષ્ટ્ર એક નીતિ અપનાવતા મૂળભૂત સરનામાના પુરાવા ની અનિવાર્યતા ને પણ નાબૂદ કરી દીધી છે. કેન્દ્ર સરકારે અંગ પ્રત્યારોપણ માટે રાજ્યો દ્વારા વસૂલવામાં આવતી નોંધણી ફી પણ નાબૂદ કરી દીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે આ બદલાવથી દેશમાં એવા લાખો લોકોને નવું જીવન મળશે જે વર્ષોથી અંગ પ્રત્યારોપણની રાહ જોઈને બેઠા છે. તેની સાથે જ અંગ પ્રત્યારોપણ માટે હવે મૂળભૂત સરનામાનું પ્રમાણપત્રની પણ જરૂર નહીં રહે. અંગ પ્રત્યારોપણ કાયદામાં આ ફેરફારની માહિતી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. હવે જરૂરિયાત વાળી વ્યક્તિ દેશના કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જઈને અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે.1) અંગ પ્રત્યારોપણ નીતિમાં મોટા બદલાવ:- નોંધપાત્ર રીતે, અત્યાર સુધી અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા લોકો તેમના પોતાના રાજ્યમાં અંગ લેવા માટે નોંધણી કરાવી શકતા હતા. હવે કેન્દ્ર સરકારે રાજ્યો દ્વારા લેવામાં આવતી રજીસ્ટ્રેશન ફી પણ નાબૂદ કરી દીધી છે. દેશના વિવિધ રાજ્યોમાં પાંચ થી દસ હજાર રૂપિયા અંગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી હતી.

2) શું છે આંકડા:- સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં વર્ષ 2013 થી લઈને 2022 સુધી અંગ પ્રત્યારોપણમાં ત્રણ ગણી તેજી આવી છે. દેશમાં જ્યાં વર્ષ 2013 માં 4990 અંગ પ્રત્યારોપણ થયા હતા તેવી જ રીતે વળી 2022 માં આ સંખ્યા વધીને 15,561 થઈ ગઈ છે. તાજેતરના દિવસોમાં ફેફસા અને હૃદયના પ્રત્યારોપણમાં સૌથી વધારે તેજી આવી છે.3) આ પગલું લેવાથી શું થશે ફાયદા:- દેશમાં પાછલા કેટલાક વર્ષોમાં અંગદાનની સંખ્યામાં તેજી આવી છે. ઓર્ગન ઇન્ડિયાનો ડેટા જણાવે છે કે ભારતમાં અંગદાન ને વધુ સ્વીકૃતિ મળી રહી છે. પરંતુ દાન ની તુલનામાં પ્રત્યારોપણમાં પણ તેજી થી વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014 માં ભારતમાં 6,916 પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા, તેમજ 2021 માં આ વધીને 12,259 સુધી પહોંચી ગયા હતા.

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલય (DGHS) ની વેબસાઈટ પર સરકારી આંકડા પ્રમાણે લગભગ દર વર્ષે 1.8 લોકો કિડનીની ખરાબી થી પીડાય છે, તેમજ પ્રત્યારોપણની સંખ્યા માત્ર 6,000 છે. આ જ પ્રમાણે એક અનુમાન પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ બે લાખ દર્દી લીવરની ખરાબી કે લીવર કેન્સરના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે લગભગ 25,000 થી 30,000 લીવર પ્રત્યારોપણ ની જરૂર પડે છે પરંતુ હોય છે માત્ર 1500 જ. તેવી જ રીતે 50,000 લોકો દર વર્ષે હૃદયની બીમારી થી પીડાતા હોય છે, પરંતુ દર વર્ષે હૃદય પ્રત્યારોપણ ની સંખ્યા માત્ર 10 થી 15 હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment