મોંઘા બ્યુટી પાર્લરમાં થતા આ કામ હવે ફક્ત આ એક લીંબુની છાલથી જ થઇ જશે.. જાણો ક્યાં ક્યાં કામ થશે…

🍋 લીંબુની છાલનો આ રીતે થતો ઉપયોગ જોઇને થઇ જાશો હેરાન. 🍋

 🍋 મિત્રો સામાન્ય રીતે તો આપને લીંબુનો રસ કાઢીને લીંબુને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે અમે તેની છાલના એવા ઉપયોગો લાવ્યા છીએ કે તે જાણીને તમે આ લેખ વાંચ્યા બાદ કદાચ લીંબુની છાલને ફેંકવાનું ટાળસો.

🍋  પરંતુ લીંબુના રસ કરતા લીંબુની છાલમાં વધારે પોસક તત્વ હોય છેજેનો ફાયદો કઈ રીતે ઉઠાવવો તે આજે અમે બતાવવા જઇ રહ્યા છીએ.લીંબુની છાલમાં વિટામીન સી,કેલ્શિયમ,પોટેશિયમ તથા ફાઈબર જેવા પોષક તત્વો રહેલા છે.લીંબુની છાલ શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે લાભદાયી સાબિત થાય છે.

 🍋 લીંબુના રસનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે.દાળ,શાક, ચાટ,સીકંજી વગેરે બનાવવામાં લીંબુના રસનો ઉપયોગ થાય છે.પરંતુ મિત્રો જો વધેલી લીંબુની છાલનો ઉપયોગ કરવામાં આવે તો “સોને પે સુહાગા”જેવી વાત બની જાય છે.મિત્રો માત્ર લીંબુની છાલ વડે ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગી સાબિત થાય છે.તો જાણો આ લેખ દ્વારા કે કઈ રીતે સદુપયોગ કરવો લીંબુની છાલનો.

લીંબુની છાલનો ઉપયોગ આ રીતે કરો:- 🍋 તાંબાના વાસણને નવા જેવા ચમકાવવા માટે લીંબુની છાલ ખૂબજ લાભદાયી છે.નવા જેવા ચમકાવવા માટે લીંબુની છાલને મીઠામાં બોલો અને ત્યાર બાદ તેને વાસણ પર ઘસો ત્યાર બાદ તેને પાણીથી સાફ કરી લો .પાણીથી વ્યવસ્થિત રીતે ધોયા બાદ તેને કાપડથી સાફ કરી લો અને તમે જોશો કે તમાર તાંબાના વાસણ એકદમ નવા જેવા ચમકવા લાગશે.

 🍋 કપડાને ચમકાવવા માટે તમે કરી શકો છો લીંબુની છાલનો ઉપયોગ.તેના માટે લીંબુની છાલને પાણીમાં ઉકાળી લો.હવે તે ઉકાળેલા પાણીને ગાળી લો.વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે મિક્સ કરો.કપડામાં અલગ જ ચમક આવે છે.

 🍋 મિત્રો આ ઉપયોગ તો દરેક સ્ત્રીએ જરૂર  કરવો જોઈએ.લીંબુની છાલનો ઉપયોગ તમારી ત્વચાને નિખારવા માટે.તેને નિખારવા માટે લીંબુની છાલમાંથી તમે સ્ક્રબ બનાવી શકો છો.

🍋  સ્ક્રબ બનાવવા માટે લીંબુનો ઉપયોગ કાર્ય બાદ લીંબુની છાલને સૂકવી લો.સૂકાયા બાદ તેને પીસી લો.હવે તેમાં ચણાનો લોટ, હળદર અને મળી ઉમેરો અને તેને હલાવી એક પેસ્ટ બનાવી લો અને હવે તે પેસ્ટને હળવા હાથે ચહેરા પર લગાવો અને ત્રણ થી ચાર મિનીટ સુધી તેને રહેવા દો ત્યાર બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો.આ પ્રયોગ કરવાથી ડાઘ ઓછા થવા લાગે છે અને ચહેરો ખીલી ઉઠે છે.

 🍋 કોણી  અને ગોઠણ પર કાળાશ થઇ ગઈ હોય તેને દૂર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી તમે તેને દૂર કરી શકો છો.તેના માટે લીંબુની છાલ પર એક ચમચી દળેલી ખાંડ નાખો અને તે લીંબુની છાલને કોણી અને ગોઠણ પર ઘસો.જ્યાં સુધી ખાંડ ઓગળી નાં જાય ત્યાં સુધી ઘસો.આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે તમારી કોની અને ગોઠણ પર પડેલી કાળાશ દૂર થઇ જાય છે.

 🍋 જો તમારા નખનો રંગ પીળો થઇ ગયો છે તેમજ તે બેજાન લાગે છે તો નાખ પર લીંબુની છાલ ઘસો અને ત્જુઓ પછી તમારા નખ એકદમ સૂંદર અને ચમકદાર બની જશે.

🍋 લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે તેમાંથી ફર્સ ક્લીનર પણ બનાવી શકો છો.તેના માટે લીંબુની છાલના નાના નાના ટૂકડા કરી લો ત્યાર બાદ તે ટૂકડાને વિનેગારમાં દસ થી પંદર દિવસ સુધી પલાળી રાખો.અને પછી તમારું ક્લીનર થઇ જશે.હવે જયારે તમે પોતા લગાવો ત્યારે પોતાના પાણીમાં બે  ચમચી બનાવેલું ક્લીનર ઉમેરો અને પછી પોતા લગાવો.તેનાથી ફર્સ પણ ચમકશે અને જીવજંતુ પણ નહિ આવે.

 🍋 લીંબુની છાલમાંથી પાચક અથાણું પણ બનાવી શકાય છે.તેના માટે લીંબુની છાલમાં મીઠૂં અને હળદર નાખી તેને પંદરથી વીસ મિનીટ સુધી રોજ તડકામાં રાખો.અને આ અથાણું ખૂબજ સ્વાદિષ્ટ બનશે તેને તમે રોજ જમવાની સાથે ખાઈ શકો છો.

 🍋 લીંબુની છાલને એકદમ જીણી સમારી પછી તેને કેકમાં નાખી શકાય છે.તેનાથી કેકમાં અલગજ સ્વાદ આવે છે. 🍋 લીંબુની છાલને પાણી સાથે પીસીને કૂંડામાં નાખો.તે એક પોષ્ટિક ખાતર જેવું કાર્ય કરે છે.

 🍋 લીંબુની છાલને અથવા તો છાલના પાવડરને મુસાફરીના સમયે સાથે રાખવા કારણ કે તેને સૂંઘવાથી બેચેની અને ઉલટી આવવાની સમસ્યા દૂર થાય છે. 🍋 લીંબુની છાલમાંથી સ્વાદિષ્ટ  પાચક ચટણી બનાવી શકાય છે.લીંબુની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયી નીવડે છે તેનાથી પેટની સમસ્યા દૂર થાય છે.

 🍋 તો મિત્રો આ રીતે તમે લીંબુની છાલનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો.તો હવે લીંબુનો રસ કાઢ્યા બાદ છાલને ફેંકતા પેહલા તેનો બરાબર ઉપયોગ કરી લેવો અને યાદ રાખો કે લીંબુના રસ કરતા લીંબુની છાલમાં વધારે પોષક તત્વ રહેલા છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “મોંઘા બ્યુટી પાર્લરમાં થતા આ કામ હવે ફક્ત આ એક લીંબુની છાલથી જ થઇ જશે.. જાણો ક્યાં ક્યાં કામ થશે…”

Leave a Comment