નિયમિત આ કામ કરવાથી તમારા શરીરનું શારીરિક અને માનસિક લેવલ ખુબ ઊંચું આવી જશે… જરૂર તમે પણ રોજ આ કરો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌞 આ એક કામ રોજ કરવાથી વગર કોઈ ખર્ચ કે દવાથી તમારા શરીરમાં ગજબના ફેરફારો આવશે. 🌞

 Image Source :

🌞 મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા વૈદિક કાળમાં દરેક લોકો સવારે વહેલા ઉઠતા હતા. તેનાથી આપણા અંગત જીવનને અને બાહ્ય જીવનને પણ ખુબ જ ફાયદો થતો હતો. આપણું શારીરિક સંતુલન અને માનસિક સંતુલન પણ ખુબ જ સરસ રેહેતું હતું. પરંતુ હવે ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પાસે ન તો ટાઈમ પર સુવાનો સમય છે ન તો સમયસર વહેલા ઉઠવાનો સમય છે. કામના કારણે રાત્રે મોડા સુવે અને પછી સવારે પણ મોડા ઉઠે છે.

 Image Source :

🌞 તો મિત્રો આપણે સવારે વહેલા ઉઠાવના ફાયદો વિશે જાણીશું.

શું મિત્રો તમે જાણો છો સવારે 4 થી 5 વાગ્યાના સમયમાં ઉઠવાના ઘણા બધા ફાયદાઓ છે. અને ન જાણતા હોય તો આજે અમારો લેખ વાંચો અને તેને અનુસરો. તેનાથી આપણા શારીરિક અને માનસિક બંને લાભો વિશે જાણો.

 Image Source :

🌞 મિત્રો રાત્રે મોડે સુધી કામ કરીને સવારે મોડે સુધી સુવું કોને સારું ન લાગે. પરંતુ શું તમે જાણો છો કે સવારે મોડા ઉઠવાને બદલે વહેલા ઉઠવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે. અને સાથે સાથે આપણા મસ્તિષ્કની સ્મરણ શક્તિ પણ તેજ બને છે.

એટલા માટે આપણે બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠાવાની આદત કરી નાખવી જોઈએ. તેનાથી આપણા માનસિક જે પાસાઓ હોય છે તે શુદ્ધ અને શક્તિશાળી બને છે. તેના સિવાયના પણ ઘણા બધા ફાયદો છે.

 Image Source :

🌞 સવારે વહેલા ઉઠવાથી આપણો  દિવસ ખુબ જ મોટો થઇ જાય અને આપણી પાસે ઘણો બધો સમય પણ રહે છે. એવું નથી કે જો આપણે વહેલા ઉઠીએ તો આપણને 25 કે 26 કલાક મળે. પરંતુ આપણી પાસે ચોક્કસ સમયનું ટાઈમટેબલ આવી જાય છે.

 Image Source :

🌞 જે સમયને આપણે માત્ર ઊંઘથી બરબાદ કરવાના હતા તે સમયને આપણે આપણી દિનચર્યા સાથે જોડીને તેનું ટાઈમ મેનેજમેન્ટ થઇ જાય છે. અને આપણે તે સમય દરમિયાન વધારાનું કામ પણ કરી શકીએ છીએ. જો સવારે વહેલા ઉઠવામાં આવે તો આપણને કામ પ્રત્યેની તૃપ્તિ અને સંતોષ બંને મળી રહે છે. અને આપણામાં એક પ્રકારનો સંતોષ પણ પ્રગટ થાય છે.

 Image Source :

🌞 આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં લોકો પોતાના માટે અને પોતાની સેહદ માટે કોઈ પણ પ્રકારની કાળજી લેતો નથી. કેમ કે કોઈની પાસે સમય જ નથી. પરંતુ જો આપણી દિનચર્યામાં થોડોક બદલાવ લાવી અને સવારે વહેલા ઉઠવામાં આવે તો તે સમય આપણી મન અને આપણી શારીરિક શક્તિ માટે ઉપયોગ કરી શકીએ છીએ.

અને સવારનો સમય તે માટે ખુબ જ શાંતિ ભર્યો હોય છે. સવારે 4 થી 5  વાગ્યાના સમયમાં ન તો લોકોનો અવાજ આવતો ન તો કોઈ પણ વાહનનો અવાજ આવતો હોય અને પ્રદુષણ પણ તે સમયે સાવ ઓછી માત્રમાં હોય છે. તેનાથી તે સમયે શ્વસન ક્રિયા કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થાય છે.

 Image Source :

🌞 શરીર અને સ્વાસ્થ્ય માટે પ્રાતઃકાળ સૌથી ઉત્તમ સમય ગણાય છે. સવારના સમયે ખુબ જ તાજી હવા હોય છે. સવારે કરવામાં આવતા વ્યાયામ અને કસરત આપણા શરીરને ખુબ જ લાભ આપે છે.

 Image Source :

🌞 જે લોકો અભ્યાસ કરવા વાળા લોકો છે તેના માટે 4 થી 5 વાગ્યાનો સમય ખુબ જ  લાભદાયી છે. આપણે પૂરી રાત્રી દરમિયાન સુતા હોઈએ ત્યાર પછી સવારે વહેલા ઉઠીએ તો તે સમયે આપણો  દિમાગ એક દમ સાફ હોય છે. શુદ્ધ વિચારો હોય છે. જો તે સમયે અભ્યાસ કરવામાં આવે તો આપણને ખુબ જ ફાયદો થાય છે. અને આપણે યાદ પણ ફટાફટ રહી જાય છે. આપણી યાદશક્તિ પણ મજબુત બને છે.

 Image Source : 

🌞 જે લોકો દિવસભર ઓફિસમાં રહેવા વાળા લોકો છે તે સવારે નીકળી જતા હોય છે અને સાંજે આવતા હોય છે. તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકતા નથી હોતા. જ્યારે ઓફિસથી સાંજે આવે ત્યારે બાળકો સુઈ ગયા હોય છે અને સવારે ઉઠે ત્યારે બાળકો વહેલા સ્કુલે જતા રહ્યા હોય છે.

 Image Source :

🌞 એવા ક્રમથી માતા પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ ઘટી જાય છે. અને તેના વચ્ચેના જે નજીકના સંબંધો રચાવા  જોઈએ તે ન થાય અને માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ કહેવાનો રહી જાય છે. પરંતુ જો આપણે વહેલા ઉઠી જઈએ અને બાળકોને આપણી સાથે સવારે વહેલા ચાલવા માટે લઇ જઈએ અથવા કસરત કરાવીએ તો આપણને અને બાળકને બંનેને ફાયદો થાય છે. અને તેનાથી બંને વચ્ચે પરસ્પર સંબંધ ઘાટા થાય છે.

 Image Source :

🌞 મિત્રો હવે આપણે જાણીશું સવારે વહેલા ઉઠવા માટે આપણે શું કરવું જોઈએ.

 😣 સૌથી પહેલા તો આપણે વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સુઈ જવાની આદત પાડવી પડે છે.

🌞 વેદો શાસ્ત્રો અનુસાર આપણે સુર્યાસ્ત પછી વધારે સમય સુધી જાગવું ન જોઈએ. અને સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ.

 Image Source :

 રાત્રે ભારે અને વજનદાર ખાવું નહિ. મીઠાઈ અને તેલ વાળી વસ્તુ વધારે રાત્રે ખાવું નહિ. તેનાથી આળસ આવે છે.

🥗 હળવો ખોરાક ખાવથી આપણું શરીર એક પ્રકારની હળવાશ અનુભવે છે.

🥗 ખાટો પદાર્થ ખાવાથી પણ વધારે ઊંઘ  આવે છે. વધારે પડતું ખાટુ પણ ન ખાવું જોઈએ.

 Image Source :

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવું. તેનાથી આપણે સવારે મૂત્રત્યાગ માટે વહેલા ઉઠવું પડે છે.

આપણો  આલાર્મ આપણી પથારીથી દુર રાખવો જેનાથી આપણે ઉઠીને બંધ કરવા જઈએ તો પણ આપણે ઉઠી શકીએ છીએ.

સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નહાવું તે પણ આપણી ઊંઘને ભગાડવામાં કામ આવે છે.

 Image Source :

🌞 આપણી ઈચ્છા શક્તિને પણ આપણે જાગૃત કરવાની, કોઈ પણ કામ હોય એ આપણી ઈચ્છા શક્તિ વગર ક્યારેય થતું નથી. જ્યાં સુધી આપણે નક્કી ન કરી લઈએ કે આપણે સવારે વહેલા ઉઠવાનું છે. ત્યાં સુધી આપણે વહેલા ઉઠી નથી શકતા.

 Image Source :

🌞 એટલા માટે હવે આળસને ભગવો અને આપણા જીવનના અમુલ્ય સમયને બચાવવા માટે સવારે વહેલા ઉઠો અને શારીરિક, માનસિક અને પારિવારિક સુખનો લાભ મેળવો માત્ર થોડુક વહેલા ઉઠો અને મેળવો લાભ. તેનાથી આપણું ભવિષ્ય શારીરિક રીતે ખુબ સ સારું રહેશે.

 Image Source :

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment