દરેક મહિલાઓનો સૌથી મોટો પ્રશ્ન, કમર અને પગની જીદ્દી ચરબી ઓગળી દેશે ફક્ત આ 1 દોરડું, જાણો પ્રયોગ કરવાની રીત જલ્દી થઈ જશો પાતળા અને ફિટ…

💁‍♂️ એ લોકોને કેવો કડવો અનુભવ થતો હોય છે જ્યારે તે લાંબા લોકોની ભીડમાં ઉભેલા હોય અને પોતે નીચા કદના હોય. કદાચ તેમના મનમાં પહેલો સવાલ એવો જ હોઈ કે “કાશ હું પણ આટલો ઉંચો કે ઉંચી હોત.” આમ જોઈએ તો આપણું કદ એટલું બધું આપણા જીવનમાં મહત્વ નથી ધરાવતું. એવું ક્યારેય નથી હોતું કે નીચા કદના હોઈએ તો આપણને સફળતા પ્રાપ્ત નથી થતી. પરંતુ તેમ છતાં પણ કોઈ લોકો  મનોમન પોતાની ઊંચાઈ ઓછી હોવાના કારણે પોતાની જાત પર થોડી હીનભાવના દાખવતા હોય છે.

💁‍♂️ પરંતુ આપણો સમાજ એવો છે કે જે ઊંચાઈને ક્યારેક વધુ મહત્વ આપી દેતા હોય છે. જેમ કે કોઈના લગ્ન કરવાના છે તો ઘણી વાર તેને છોકરો કે છોકરી તેના બીજા અન્ય સારા ગુણને નજર અંદાઝ કરીને તેની ઊંચાઈ ઓછી હોવાને કારણે ના પાડી દેતા હોય છે.

💁‍♂️ પરંતુ મિત્રો જ્યારે કોઈ તમારા વ્યક્તિત્વને ઊંચાઈના આધારે જજ કરે ત્યારે તેવા લોકોને એટલું જ કહી દેવું અને તેમની બોલતી બંધ કરી દેવી  કે “લંબા હોના જરૂરી નહિ લેકિન બડા હોના જરૂરી હે.” મિત્રો જેની ઊંચાઈ ખૂબ સારી અને વધારે હોઈ પરંતુ દિલ જોઈએ તો સાવ ટાંચણી જેવું પણ ન લાગે. તો પછી એવા લોકો સાથે જિંદગી વિતાવવી ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.

💁‍♂️ તે જે કંઈ પણ હોય પરંતુ મિત્રો જો તમારે તમારી ઊંચાઈ વધારવી છે, તમારે પણ સ્લીમ દેખાવું છે તો તમે આ લેખ જરૂર વાંચજો. મિત્રો આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેના વિશે તો ખૂબ જ ઓછા લોકો વિચારતા હોય છે. હા મિત્રો, એકદમ સરળ અને સીધી એક્સેસાઈઝ છે skipping.  એટલે કે દોરડા કૂદવા.

💁‍♂️ દોરડા કુદવાથી તમારા પગ અને કમરની ચરબી પણ ફટાફટ ઓગળે છે, આજની મહિલા પોતે સુંદર દેખાવા ઘણો મેકઅપ કરે છે પણ કમર અને પગની ચરબી તેની સુંદરતા બગાડે છે, પણ આ કસરત દરરોજ નિયમિત કરવાથી તમારો આ પ્રશ્ન પણ એકદમ ઉકેલાઈ જશે. 

💁‍♂️ મિત્રો આપને બધા જાણીએ છીએ કે જે રીતે વજન ઘટાડવું તે મુશ્કેલ કામ છે તેજ રીતે ઊંચાઈ વધારવી એ પણ ખૂબ જ મુશ્કેલ કામ છે. તો મિત્રો હવે એક તીર દો નિશાન જેવું થશે મતલબ કે એક જ એક્સેસાઈઝ અને ફાયદા બે. વજન પણ ઘટે અને ઊંચાઈ પણ વધે. એ વાત તો આપણે સમજવી જોઈએ કે  રાતોરાત વજન ઘટાડી શકાતો નથી કે ઊંચાઈ વધારી શકાતી નથી. તમે ઘણા લેખો જોયા હશે કે “આ અપનાવો આ પ્રયોગ અને રાતોરાત આટલા કિલો વજન ઘટાડો તથા આટલી ઊંચાઈ વધારો” પણ મિત્રો આ બધી વાત ખોટી છે. ક્યારેય પણ તમે આ રીતે વજન ઘટાડી કે ઊંચાઈ વધારી શકતા નથી.પરંતુ હા તમે જો લાંબો સમય સુધી નિયમિત દોરડા કૂદો ને તો તમારી ઊંચાઈમાં અમુક ઈંચનો ફરક પડી જાય છે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે ઉંચાઈ વધે છે અને કંઈ રીતે સ્કીપીંગ તેમાં મદદ કરી શકે છે.

💁‍♂️ મિત્રો દોરડા કૂદવા અને ઊંચાઈ વધવી તેનું કનેક્શન જાણતા પહેલા જોઈ લઈએ કે ઊંચાઈ માટે ક્યાં પરિબળો જવાબદાર છે.
👨‍👩‍👦‍👦 તમારા માતા પિતા તરફથી મળતા આનુવાંશિક ગુણ,
👨‍👩‍👦‍👦 તમારી જીવનશૈલી અને તમારી આસપાસનું વાતાવરણ,
🙆‍♂️ શરીર કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા,
💁‍♂️ મુખ્યત્વે આ પરિબળો તમારી ઊંચાઈ માટે જવાબદાર હોય છે. તમે તમારા ખાનપાન, નિયમિત વ્યાયામ એટલે કે એક્સેસાઈઝ, અને શરીરની મુદ્રા કે સ્થિતિને સુધારીને ઊંચાઈ વધારી શકાય છે.

આ રીતે સ્કીપીંગ ઊંચાઈ વધારવામાં મદદ કરે છે:

👉 દોરડા કૂદવાની એક્સેસાઈઝ તમારા શરીરની મસલ્સ અને લીગમેન્ટ ખેંચે છે અને સંકોચે છે. જેના કારણે શરીરને વધવામાં મદદ મળે છે. દોરડા કૂદવાથી આપણા શરીરમાં સ્પૈન પેદા થાય છે. જેના કારણે આપણા શરીરની લંબાઈ વધે છે. આ ઉપરાંત સતત ગોઠણ વાળવાથી તમારી સાથળની મસલ્સમાં પણ વૃદ્ધિ થાય છે.

👉 રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે દોરડા કૂદવાથી આપણા હાડકાનો વિકાસ તેમજ વૃદ્ધિ થાય છે. જેના કારણે તમને અમુક અઠવાડિયામાં તમારી ઊંચાઈમાં થોડો નીચો વધારો થયો હોય તેવું જોવા મળશે. આ ઉપરાંત દોરડા કૂદવાથી તમારું શરીર પણ સ્લીમ થશે અને તમે જાણો છો કે જો તમે પાતળા દેખશો તો તમારી ઊંચાઈ થોડી વધારે દેખાવા લાગશે.

પરંતુ મિત્રો દોરડા કૂદવાનો સાચો ફાયદો તો ત્યારે જ થાય છે. જ્યારે તેને કૂદવાની રીત સાચી અને સરખી હોય. જો રીત સરખી નહિ હોય તો તેનાથી નુંકશાન પણ થઇ શકે છે. શરૂઆતમાં વધારે કૂદવાનો પ્રયત્ન ન કરવો જ્યાં સુધી તમારી કેપેસીટી પચાસ દોરડાની ન થાય ત્યાં સુધી તમારે વધારે કૂદવાનું ચાલુ ન કરવું.

👉 જ્યારે કેપેસીટી પચાસની થઇ જાય ત્યાર બાદ જ ધીમે ધીમે તેની સંખ્યા વધારવી 75 કે 100 સુધીની.
👉 જ્યારે તમે એકદમ સરળતાથી 100 દોરડા કૂદવા લાગો ત્યારે તમે સંખ્યામાં તમારી ક્ષમતા મૂજબ વધારો કરી શકો છો.
👉 એક વાત હંમેશા યાદ રાખવી કે સ્કીપીંગમાં તમારે તેજ શ્વાસ લેવો પડશે જેનાથી તને ડીહાઇદ્રેશન પણ થઇ શકે છે માટે એકધારું કૂદવાનું ટાળવું પરંતુ તેના બદલે થોડી થોડી વાર આરામ કરતા કરતા દોરડા કૂદવા. તેમાજ પાણી પીય લેવું.

👉તમારી ક્ષમતાથી વધારે દોરડા કૂદવાની ભૂલ ક્યારેય ન કરવી.
👉 થોડા દિવસો સુધી જો તમે આ રીતે દોરડા કુદ્શો શરીર અને લંબાઈમાં ફરક જરૂર જોવા મળશે.

કેવા લોકોએ દોરડાનાં કૂદવા જોઈએ :
🤷‍♂️ દોરડા ખૂબ જ વધારે ચરબી ધરાવતા લોકોએ ન કૂદવા તેનાથી તેને નુંકશાન થઇ શકે છે.
🤷‍♂️ જેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય,
🤷‍♂️ જેનું બ્લડ પ્રેશર વધારે હોય,

🤷‍♂️ જેને હૃદય સંબંધી કોઈ બીમારી હોય.
🤷‍♂️ મિત્રો તમને શરીર સંબંધી જો કોઈ પણ સમસ્યા હોય તો તમારે દોરડા કૂદતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
🤷‍♂️ તો આજથી જ મિત્રો દોરડા કૂદીને તમારી ઊંચાઈ વધારવાનો અને વજન ઘટાડવાનો પ્રયાસ શરૂ કરી દો. તેનાથી તમારા શરીરને ફાયદો જ થશે. નુકશાન ત્યારે જ થશે જ્યારે તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી બીમારી હોય ખાસ કરીને હૃદયની. તેથી તેવા લોકો માટે તે કોઈ ડોક્ટરની સલાહ લઇ લે તો તે ઉચિત રહેશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment