મોંઘી દવાઓ અને દવાખાના ના ખર્ચ માંથી બચી જશો … અપનાવી લ્યો આ 15 ગોલ્ડન ટિપ્સ જે આપશે તમને લામ્બુ આયુષ્ય

આજે આપણે 15 એવી ટીપ્સ જોઈશું તે ટીપ્સને અપનાવવાથી આપણે રોજીંદા જીવનમાં સ્વસ્થ અને હેલ્દી રહી શકીએ છીએ.

મોર્ડન લાઈફ સ્ટાઈલના કારણે આપણા ખાનપાનથી આપણા સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડે છે. તેના માટે આપણે ટોપ 15 એવી અસરકારક ટીપ્સ લઈને આવ્યા છીએ જેનાથી આપણે જીવનમાં કોઈ ખરાબ આદત આપણને ઘેરી વળે તેની પહેલા આપણે સચેત થઇ જવું જોઈએ. જો આજે આપણે સચેત થયા હોઈએ તો આપણે પછી ખુબ પછતાવું પડે છે. તો ચાલો આજે આપણે એવા ટીપ્સ વિશે જાણીએ તે પુરુષોને ખુબ જ લાભદાયક નીવડે છે.

1. 🌮ફાસ્ટફૂડ અને બહારના હેવી ખોરાકનું નિયમિત સેવન કરવાથી પુરુષોના શુક્રાણુંઓમાં કમી આવે છે. અને પુરુષોના સ્પર્મમાં પણ ઘટાડો થાય છે. એટલા માટે જો ઝંક ફૂડજો તમારી રોજીંદા લાઈફ સ્ટાઈલમાં હોય તો તેને નકારી દેવું જોઈએ.

2. 🍌આપણને આપણા સવારના નાસ્તામાં 2 કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા આપણને દિવસભર કામ કરવાની એનર્જી અને હૃદય સંબંધિત બીમારીઓથી પણ દુર રાખે છે. 🌯 3. જો  પેકીંગમાં આવતા ફૂડને ખાઈએ છીએ તો તે પણ આજે બંધ કરી દો. કેમ કે તે પેકિંગમાં આવતા ખોરાકમાં એવા કેમિકલ્સ નાખેલા હોય છે અને એવા મેટલ્સ નાખેલા હોય છે તે પુરુષો માટે ખુબ નુંકશાનકારક સાબિત થઇ શકે છે.

🧘‍♀️ 4. કસરત અને યોગ વગર પોતાના શરીરને હેલ્દી રાખવું તે મૂર્ખતા પૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. એટલા માટે જો વધારે હેલ્દી રહેવું હોય તો કસરત, વોકિંગ, યોગા જેવા વ્યાયામ આપણા રોજીંદા જીવનમાં અપનાવવા જોઈએ.

🍷 5.  સોડા, કોફી, ચા, રેડ મિર્ચ, ચિપ્સ, વગેરે જેવી વસ્તુ પણ આપણને ખુબ જ નુંકશાન કરે છે. તેથી તેનું સેવન પણ ખુબ જ અલ્પ અને ક્યારેય જ કરવું જોઈએ. તેનાથી આપણા સ્કીન પ્રોબ્લેમ અને સ્પર્મ બંનેમાં ઘટાડો થાય છે.

🍯 6.  ખાવામાં સારી ક્વોલીટી વાળા ઓઈલનો ઉપયોગ કરવો કેમ કે હલકાં તેલ પણ પુરુષની કાર્ય ક્ષમતામાં ખુબ નુંકશાન કરે છે

🧘‍♀️7. શરીરનું જાડાપણું પુરુષના સેકસ્યુઅલ પાવર પર પણ ખુબ જ નેગેટીવ અસર કરે છે. એટલા માટે બને ત્યાં સુધી શરીરનું વજન ઓછુ તેમજ વધારે ચરબી જમા ન થવા દેવી જોઈએ

🧘‍♀️ 8. જો ઘરે કસરત કરવાનો અને યોગા કરવાનો સમય ન મળતો હોય તો ઓફીસ અથવા ફ્લેટમાં રહેતા હોય અથવા કંઈ પણ નાનું નાનું કામ હોય ત્યારે ચાલીને જવું જોઈએ અને લીફ્ટની મદદ ન લેવી જોઈએ. અને આપણા રોજીંદા જીવનમાં સીજનેબલ ફ્રુટનો ઉપયોગ કરવો જોઈએ.☕ 9.  સવારનો નાસ્તો ખાસ કરીને કરવો જોઈએ અને રાત્રે જમવામાં બને ત્યાં સુધી હળવો જ ખોરાક લેવો જોઈએ. અને ખાસ વાત એ છે કે રાત્રે જમવાનું 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. અને બને તો તેનાથી પણ વહેલા જમી લેવું જોઈએ.

👼 10. ભારતીય આયુર્વેદનું કહેવું છે કે તે જ વ્યક્તિ હેલ્દી રહી શકે છે. જે વ્યક્તિ રાત્રે વહેલા સુઈ જાય છે તે સવારે વહેલા ઉઠી જાય. જો આપણને મોડા ઉઠાવાની ટેવ છે તો આપણે પણ આવી શકીએ છીએ રોગોની લપેટમાં. એટલા માટે સવારે વહેલા ઉઠાવાની ટેવ પાડી દો અને જીવનને સ્વસ્થ બનાવો.

🥗 11. લીલા શાકભાજી, સલાડ અને કઠોળને આપણા રોજીંદા ખોરાકમાં સ્થાન આપો. તેનાથી આપણા પેટમાં જામ થતો કચરો બહાર નીકળી જશે. અને આપણું પેટ ખુબ જ સાફ રહેશે.

🍚 12. એક જ સમયે રોટલી અને ભાતનું સેવન સાથે ન કરવું જોઈએ તેનાથી આપણી પાચનશક્તિ પર ખરાબ અસર પડે છે.

👨‍🏭 13. બીજાના કામની બિન જરૂરી મદદ ન કરવી અને ખોટી જવાબદારીઓ લઈને પોતાને ટેન્શન ન આપવું. પૈસા બનાવવાનું મશીન પણ ન બનવું જોઈએ. બહાર કુદરતી માહોલમાં ફરવા જવું અને પોતાના જીવનમાં અધર એક્ટીવીટી માટે પણ સમય ફાળવવો જોઈએ.

👨‍🏭  14. રવિવારની રજા પોતાના માટે ખાસ કરીને આપવી જોઈએ. તેનાથી આપણા પરિવાર અને ખુદને બંનેને ખુશીનો અનુભવ થાય છે

👨‍💻 15. લેપટોપને પોતાના સાથળ પર રાખીને કામ કરવું જોઈએ. તેનાથી પુરુષોની એબિલીટી પર ખુબ ખરાબ અસર પડે છે અને નપુંસકતા આવે છે.

💁‍♂️ માત્ર નાની નાની વાતોનું જીવનમાં ધ્યાન રાખવામાં આવે તો પણ તમે હેલ્દી અને સ્વસ્થ રહી શકો છો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment