સ્ત્રીઓ ખાસ વાંચે…. આવા આવા પુરુષો પર ન કરો ભરોસો હંમેશા પસ્તાવાનો વારો જ આવશે.. જાણો તે પુરુષો વિશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સ્ત્રીઓ ખાસ વાંચે…. આવા આવા પુરુષો પર ન કરો ભરોસો હંમેશા પસ્તાવાનો વારો જ આવશે.. જાણો તે પુરુષો વિશે.

મિત્રો આજના સમયમાં માણસોને ઓળખવા તે ખુબ જ અઘરો વિષય બની ગયો છે. તેમાં પણ જો વાત કોઈ જીવનસાથી પસંદ કરવાની આવે તો એ વિષય તો વધારે જટિલ બનતો જાય છે. હવે તો ભારતમાં પણ ડેટિંગ જેવી સિસ્ટમ થઇ ગઈ છે અને લોકો લગ્ન કરતા પહેલા ડેટને પ્રેમમાં પડતા જોયા હશે. જેમાંથી ઘણાને પ્રેમમાં સફળતા મળતી પણ હોય છે. તો ક્યારેક છોકરો કે છોકરી દુઃખી થઈને દગાનો શિકાર બની ડીપ્રેશનમાં આવી જતા હોય છે. પરંતુ જો મિત્રો એક સ્ત્રી કોઈ પુરુષને પસંદ કરવામાં ચાણક્ય નીતિ અપનાવે તો તે ક્યારેય દુઃખી નહિ થાય.ચાણક્ય નીતિમાં જણાવેલ એવા પુરુષો વિશે વાત કરવા જઇ રહ્યા છે કે જેમાં આવા પુરુષોથી સ્ત્રીઓને દુર રહેવાનું કહ્યું છે. માટે આ લેખ એક સ્ત્રી માટે ખુબ જ મહત્વનો છે. કારણ કે આ લેખ સ્ત્રીઓને દુઃખ તેમજ આવનારી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થશે. ચાણક્યએ સ્ત્રીઓને અમુક પ્રકારના પુરુષોથી દુર રહેવાની તેમજ તેમના પર ક્યારેય ભરોસો ન કરવાની સલાહ આપેલી છે. તો આજે અમે તમને ચાણક્ય નીતિ અનુસાર કેવા પુરુષોથી દુર રહેવું તેમજ તે શા માટે તે જણાવવા જઇ રહ્યા છીએ.

ચાણક્ય શાસ્ત્રમાં એક શ્ર્લોકમાં ચાણક્યએ વર્ણન કર્યું છે કે જે પણ પુરુષ દેખાવમાં માનતા હોય તેવા પુરુષ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. તેવા પુરુષો ફક્ત શારીરિક સુંદરતા તરફ જ આકર્ષિત થતા હોય છે. અને તમારાથી વધુ સુંદર સ્ત્રી દેખાતા તે તેની તરફ આકર્ષિત થઇ તેને પામવાનો પ્રયાસ કરવા લાગે છે.પરંતુ જે પુરુષ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેતા હોય તેમની સાથે જીવન વિતાવવાથી જીવન સુખી રહે છે. આવા પુરુષો પોતે જીવનમાં આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે અને તે દેખાવની વસ્તુઓને કોઈ મહત્વ નથી આપતો.

જે પુરુષો સૂર્ય નીકળ્યા બાદ પણ વધુ સમય સુઈ રહેતા હોય તેવા પુરુષો પર પણ ભરોસો ના કરવો કેમ કે આવા પુરુષોનું જીવન તરફ કોઈ લક્ષ નથી હોતું અને તે હંમેશા મધ્યમ રીતે જ જિંદગી પસાર કરે છે આવા પુરુષો સાથે રહેશો તો જીવનમાં વિકાસ નહિ કરી શકો તેમજ તમારું ભવિષ્ય પણ ધૂંધળું જ રહેશે.જે પુરુષ વારંવાર ક્રોધ કરતો હોય તેનાથી પણ દુર રહેવું કેમ કે તેઓના ક્રોધનો પ્રથમ શિકાર સ્ત્રીઓ જ બને છે માટે જો તમને ખબર હોય કે તમે એક એવા પુરુષ સાથે સબંધ બાંધવા જઈ રહ્યા છો જે વારંવાર ગુસ્સે થાય છે તો વિચારીને ચાલજો.

અભિમાની હોય, જે પુરુષને પોતાના રૂપ, શક્તિ તેમજ પૈસાનું અભિમાન હોય તેવા પુરુષથી પણ હંમેશા દુર જ રહેવું સારું કેમ કે તેના અભિમાન ના કરને તમેં તેના દિલ સુધી ક્યારેય ના પહોચી શકો, તે તેના અભિમાન ના કારણે તમને સાચો પ્રેમ ક્યારેય ના કરી શકે. હંમેશા તેની વચ્ચે તેનું અભિમાન આવી જતું હોય છે.બેજવાબદાર પુરુષ, જે પુરુષ જિંદગી પ્રત્યે બે જવાબદાર હોય, કઈ વિચાર્યા વગર જીવન જીવતો હોય તેવા પુરુષોથી હંમેશા દુર રહેવું કેમ કે તેની સાથે લગ્ન કરવાથી ઘરની બધી જ જવાબદારી સ્ત્રી હોવા છતાં તમારી પર જ આવી પડશે, તેમજ બાળકોના ભવિષ્યનું નિર્માણ પણ તમારે જ કરવું પડશે, તે પુરુષ તો તેની મસ્તીમાં જ જીવન પસાર કરતો હશે, બધી સામાજિક જવાબદારી તમારી પર આવી પડશે.

તેનાથી વિપરીત જે પુરુષ પોતાને આકર્ષિત શક્તિથી બાંધે છે તેનો અર્થ કે જે પુરુષ પોતે આકર્ષક દેખાવા માટે ખુબ ધ્યાન આપતા હોય હંમેશા આકર્ષક દેખાવાનનો જ પ્રયત્ન કરતા હોય તેમનું દિલ વધારે ઈમાનદાર નથી હોતું. આ પુરુષો ન તો પોતાના માટે કોઈ પ્રમાણિકતાનો પ્રયાસ કરે છે, ન તો કોઈ બીજા માટે કરી શકે છે. આવા પુરુષો સ્ત્રીઓ પ્રત્યે ખાસ આકર્ષણ રાખતા હોય છે. પરંતુ કોઈ એક સ્ત્રી સાથે ટકી નથી શકતા. માટે આવા પુરુષો જીવનના કોઈ પણ સમયે દગો આપી શકે છે.તેથી જ જેટલું બને તેટલું આવા પુરુષોથી દુર રહેવું જોઈએ અને સ્ત્રીઓએ ક્યારેય ભૂલથી પણ આવા પુરુષોના પ્રેમમાં ન પડવું જોઈએ. કારણ કે જો કોઈ સ્ત્રી આવા પુરુષના પ્રેમમાં પડે તો તેને જીવનભર દુઃખોનો સામનો કરવો પડે છે.

તો મિત્રો આ ચાણક્યના કડવા પરંતુ સત્ય વચન હતા. મિત્રો આ લેખ વધુ શેયર કરજો જેથી તે દરેક સ્ત્રી સુધી પહોંચી શકે.. 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment