દિવસ દરમ્યાન આ સમયે લઈ લો 10 થી 20 મીનીટની ઝપકી.. વધી જશે શરીરની આ ક્ષમતા અને થશે આવા ચોંકાવનારા ફાયદા..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, ઘણા લોકોને બપોરના સમયે સુવાની ટેવ હોય છે. તેમનું એવું માનવું છે કે જો તેઓ થોડી વાર નાની એવી ઝપકી લે છે તો તે પોતાને ફ્રેશ અનુભવે છે. અને તેના કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. જો કે આ વાત પર રિસર્ચ કરવામાં આવ્યું જેમાં ઘણા તથ્યો સામે આવ્યા છે. તો આજે આ લેખમાં અમે તમને આ રિસર્ચમાં શું જાણવા મળ્યું તેના વિશે વધુ જણાવશું. તમને બપોરના સમયે સુવાની ટેવ હોય કે ન હોય આ લેખ જરૂર વાંચવો જોઈએ.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વર્ક હોમના સમયે લોકોની વર્કિંગ અવરમાં લગભગ 3 કલાકની વૃદ્ધિ જાય છે. આમાં થાક અને તણાવ વધે છે. તેનાથી રાહત મેળવવા માટે દિવસમાં લેવામાં આવતી 10 થી 20 મિનિટ ઝપકી કારગત થઈ શકે છે. જેમાં તમારી તાજગી અને જાગૃતતા વધે છે. આ ઝપકી તમારા પરફોર્મન્સને વધારે છે. હાવર્ડ મેડિકલ સ્કૂલ પ્રમાણે દિવસમાં 30 મિનિટથી વધારે ઝપકી ન લેવી જોઈએ, કારણ કે 30 મિનીટ કરતા વધુ સુઈએ તો પછી તાજગીની જગ્યાએ થાકનો અનુભવ થાય છે.પાવર નિંદ્રા કેવી રીતે લેવી ? : હેલ્થ લાઇનના એક્સપર્ટ પ્રમાણે પાવર નિંદ્રા લેવાની ઘણી રીત હોય છે, જેને બધાએ ફોલો કરવી જોઈએ.  કોઈ પણ રીત ફોલો કર્યા વગર પાવર નિંદ્રા લેવાથી તેના ફાયદા ઓછા થઈ જાય છે.

પાવર નિંદ્રા લેવા માટે અજમાવો આ 5 રીતે :
1 ) 2 થી 30 મિનિટની વચ્ચેનું ટાઈમ ડ્યુરેશન સેટ કરો.
2 ) તમારી નિંદ્રાના સમયને લંચ પછી સેટ કરો.
3 ) નિંદ્રા માટે એક શાંત જગ્યાની શોધ કરવી.
4 ) કોઈ ખલેલ ન કરે એ વાતનું ધ્યાન રાખવું.
5 ) તમે ઈચ્છો તો નિંદ્રા પહેલા કોફી લઈ શકો છો.દિવસમાં ઝપકી લેવાના ફાયદા : સામંજસ્ય : 10 થી 20 મિનિટની ઝપકી સાઇકો મોટર સ્પીડ એટલે મગજ અને શરીર વચ્ચે તાલમેલ બેસાડવાના તાજગી અને જાગૃતતા વધારે છે.

બાળકો શબ્દ જલ્દી શીખે છે : વિલે ઓનલાઈનમાં લાઈબ્રેરીમાં 2015 માં પ્રકાશિત એક શોધ પ્રમાણે, ગરમીઓમાં ઝપકીથી બાળકો શબ્દ જલ્દી શીખે છે. યાદશક્તિ સારી થાય છે. લોંગ ટર્મ મેમોરીને ફાયદો થાય છે.બ્લડ પ્રેશર : અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત શોધ પ્રમાણે બપોરની ઝપકી બ્લડ પ્રેશર થોડા સમય માટે સામાન્ય કરવામાં કામ કરે છે.

ઈમ્યુનિટી : વેબ એમડી પ્રમાણે, ઝપકીથી સ્ત્રીમાં ઈમ્યુનિટી વધે છે. ખાસ કરીને 40 વર્ષથી વધારે ઉંમર વાળી સ્ત્રીઓને વધારે ફાયદો થાય છે. કારણ કે એમાં મેનોપોઝની શરૂઆત થવા લાગે છે. તમે કેટલા મિનિટ ની નિંદર લ્યો છો કોમેન્ટ કરો?

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment