ઘરબેઠા જ કરો આ 6 ટેસ્ટ… તરત ખબર પડી જશે તમે કેટલા તંદુરસ્ત છો | ભવિષ્યમાં થનાર બીમારીઓ પણ ખબર પડી જશે

આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે જે સારું, જો કોઈ બીમારીનો સામનો કરવો પડે તો શારીરિક અને માનસિક બંને રીતે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. પણ જો તમારા શરીરમાં સંતાયેલ છે તેના પ્રત્યે અગાઉથી જ સાવધાન થઈ જાવ, તો તમે તે બીમારી સામે લડવાની તૈયારી કરી શકો છો. તેમજ જે વસ્તુઓ ખાવાથી આવી બીમારી થઈ શકે છે. તેનું સેવન તમે બંધ પણ કરી શકો છો. આથી જ આજે અમે તમને એવા કેટલાક ટેસ્ટ વિશે જણાવીશું જેના દ્વારા તમે જાતે જ આ નાના ટેસ્ટ કરી શકો છો.

શું તમે સાચે જ તંદુરસ્ત છો ? અને કેટલા તંદુરસ્ત છો ? આ સવાલોના જવાબ તમે ઘરે બેઠા જ આ 6 ટેસ્ટ દ્વારા જાણી શકો છો. માત્ર એક એક મિનીટના આ નાના ટેસ્ટ તમારે સંભવિત બીમારીઓ પ્રત્યે સાવધાન કરી શકે છે. જેથી કરીને તમે સમય રહેતા ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ લઈ શકો છો.લાંબી ઉંમર માટે – ક્રોસ લેગ સ્કવોટ : બ્રાઝિલના ચિકિત્સક કલાઉડિયો ગીલ અરુજો એ આ ટેસ્ટ તૈયાર કરી છે. જેમાં પોતાના પગને એકબીજા સાથે ક્રોસ કરો અને નીચે બેસી જાવ. પછી ફરી ઉભા થાવ, જો તમે જમીન પર હાથનો ટેકો દીધા વિના, તેમજ ડગમગ્યા વગર ઉભા થઈ જાવ છો, તો તમારી માંસપેશીઓમાં શક્તિ રહેલી છે. તમારા શરીરમાં સંતુલન, લચીલાપણુ, અને ચંચળતા છે. તમે મોટાભાગે સ્વસ્થ છો, અને લાંબુ જીવન જીવશો.

સ્ટેઅર ટેસ્ટ – હૃદયના સ્વાસ્થ્ય માટે : યુરોપીય સાઈન્ટીફીક સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અનુસાર જો તમે એક મિનીટ માં 4 માળની ઈમારત ચડી શકો છો. તો તમારું હૃદય સ્વસ્થ છે. જો દોઢ મિનીટ અથવા તેનાથી વધુ સમય લાગે છે તમે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

વિન્ડો ટેસ્ટ – આંખ માટે : રૂમમાં દુર બેસીને ડાબી આંખ બંધ કરીને દરવાજો અથવા બારીની આખી ફ્રેમને 30 સેકેંડ સુધી જોતા રહો. ત્યાર પછી જમણી આંખ બંધ કરીને બારી અને દરવાજાની ફ્રેમને 30 સેકેંડ માટે જોતા રહો. જો બંને આંખની દ્રષ્ટિમાં અંતર આવે છે, જાખું દેખાઈ છે, અસ્પષ્ટ દેખાઈ છે, તો આ માટે તમારે આંખના ડોક્ટરને દેખાડવું જરૂરી બની જાય છે.પેપર ટેસ્ટ – થાઈરોઈડની તપાસ માટે : તમે પોતાને એક હાથ સામેની બાજુ ફેલાવો, હથેળીને નીચેની બાજુ કરો, તેના પર એક કાગળનો ટુકડો મુકો. જો કાગળ હલે છે અથવા કંપે છે તો આ થાઈરોઈડથી જોડાયેલ સમસ્યાના લક્ષણ હોય શકે છે. જો કે હાથમાં કંપન થવું સામાન્ય રીતે નથી દેખાતું. પણ જ્યારે હાથ પર કાગળ મૂકી દેવામાં આવે તો સહેલાઈથી હાથનું કંપન જોઈ શકાય છે. એ પણ ધ્યાન રાખો કે થોડું કંપન સામાન્ય છે, તેનું કારણ અસ્થમાની દવા, ચિંતા, અને લો બ્લડ પ્રેશર પણ હોય શકે છે.

ચેઅર ટેસ્ટ – સાઈટીકા માટે : જો પીઠમાં લાંબા સમયથી દુઃખાવો છે અને પેનકીલરથી દુખાવો દુર નથી થતો તો આ ટેસ્ટ કરી શકાય છે. એક ખુરશી પર સીધા બેસીને એક પગને 90 ડિગ્રી ઉપર કરો. આમ કરવા પર જો ગોઠણ, હીપ, અથવા પગમાં દુખાવો થાય છે તો આ સાયટીકા નર્વની સમસ્યા હોય શકે છે.ક્લોક ટેસ્ટ – ઉન્માદ માટે : જેનો ટેસ્ટ કરવાનો છે તેને એક કાગળ આપીને આ સૂચનાઓ આપો કે,  કાગળ પર એક ઘડિયાળ બનાવો, તેમાં બધા નંબર લખો, ઘડિયાળના બંને કાંટા બનાવો, 11:10 નો સમય અંકિત કરતા વધુ બે કાંટા બનાવો.

આ ચાર સૂચનાઓ માટે એક એક પોઈન્ટ છે. જો આ ચાર પોઈન્ટ પર બરાબર કામ ન થાય તો આ ઉન્માદ અથવા અલ્જાઈમરના લક્ષણ હોય શકે છે. આ ટેસ્ટથી યાદશક્તિ, સમસ્યાનું સમાધાન અને પ્લાનિંગ કરવાની ક્ષમતાને આલેખ કરી શકાય છે. તમે આ 6 માંથી કેટલા ટેસ્ટ કોઈપણ આડઅસર વગર પુરા કર્યા કોમેન્ટ કરો ..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment