દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, શરીરમાં લોહીની કમી દુર કરી ઘટાડી દેશે તમારું વજન…. જાણો આ ચમત્કારિક વસ્તુના ફાયદા….

હાલમાં થયેલ સંશોધન પ્રમાણે મશરૂમ ડાયાબીટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. કારણ કે આ બ્લડમાં શુગરના પ્રમાણને ઘટાડે છે. શાકાહારીઓ માટે પોષણનો યોગ્ય વિકલ્પ જોડવો થોડો મુશ્કેલ હોય છે. તેના પર જો તમે ડાયાબિટીક હોવ તો તમારા માટે વિકલ્પ વધારે જ સીમિત થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શાકાહારી ડાયાબિટીસ દર્દીઓ માટે સુપર ફૂડ છે.

1) સુપર ફૂડ છે મશરૂમ:- મશરૂમને ઘણુંજ પૌષ્ટિક માનવામાં આવે છે. આમાં વિટામીન બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ પૂર્તિ માત્રામાં ઉપલબ્ધ હોય છે. હાલમાં જ થયેલ એક સંશોધન પ્રમાણે મશરૂમ ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક છે કારણ કે આ બ્લડ શુગરની માત્રાને ઘટાડે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ 100 થી 150 ગ્રામ મશરૂમ ખાવું જોઈએ.2) કેમ ખાવું જોઈએ ડાયાબિટીસમાં મશરૂમ:- ડાયાબિટીસ થવાથી વ્યક્તિના લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે. મશરૂમ ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. મશરૂમમાં શુગર લગભગ ના બરાબર હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ નિશ્ચિત થઈને આનુ સેવન કરી શકે છે. શોધ પ્રમાણે તમારા ડાયટમાં વાઈટ બટન મશરૂમ ખાવાથી આંતરડામાં માઇક્રોબિયલ બદલાવ આવે છે, જેથી લીવરમાં ગ્લુકોઝનું નિયમન સારું રહે છે. તે બધા આહાર ડાયાબિટીસમાં ફાયદાકારક છે, જેમાં ફાઇબર વધુ હોય છે તથા ખાંડ અને ચરબી ઓછી હોય છે.

3) વિટામીન ડી નો સારો સ્ત્રોત છે મશરૂમ:- મશરૂમ વિટામિન ડી નો કુદરતી સ્ત્રોત છે. વિટામિન ડી સ્વસ્થ દાંત અને હાડકા માટે  મહત્વપૂર્ણ છે. વિટામિન ડી ની કમીથી માસ પેશીઓમાં કમજોરી, ક્રોનિક રોગ, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર, જન્મ દોષ વગેરે જેવી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ વાળા લોકો માટે મશરૂમ એક સ્વાદિષ્ટ પુરક બની શકે છે.4) મેટાબોલીઝ્મ ને વધારે મશરૂમ:- મશરૂમમાં વિટામીન બી હોય છે જે ભોજનને ગ્લુકોઝમાં બદલીને ઉર્જા ઉત્પન્ન કરે છે. વિટામીન b2 અને b3 પણ મેટાબોલિઝ્મને તંદુરસ્ત રાખે છે. તેથી મશરૂમ ખાવાથી મેટાબોલિઝ્મ સારું બને છે. તેના સિવાય મશરૂમમાં કોલાઈન નામનું એક ખાસ પોષક તત્વ ઉપલબ્ધ થાય છે જે માસપેશીઓની સક્રિયતા અને યાદશક્તિને જાળવી રાખવામાં અત્યંત ફાયદાકારક છે.

5) હિમોગ્લોબીન વધારે:- મશરૂમનું સેવન કરવાથી રક્તમાં હિમોગ્લોબિનનું સ્તર જળવાઈ રહે છે. તેના સિવાય આમાં બહુ મૂલ્ય ફોલિક એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે માત્ર શાકાહારી ખાદ્ય પદાર્થોમાં હોય છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ અને બાળકો લોહીની કમીનો શિકાર બને છે તેમના માટે મશરૂમ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે આમાં લોહ તત્વ અને ફોલિક એસિડ હોવાના કારણે લોહીની કમી ની પૂર્તિ કરે છે.6) ફોલેટ માટે દરરોજ ખાવ મશરૂમ:- મશરૂમ વિટામીન b9 થી ભરપૂર હોય છે, જેને સામાન્ય રીતે ફોલેટના રૂપમાં ઓળખવામાં આવે છે. વિટામીન બી 9 બોનમેરોમાં સફેદ રક્ત કોશિકાઓ અને લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે. સાથે જ ફોલેટ શરીરના સ્વસ્થ વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. ગર્ભવતી મહિલાઓના ભ્રુણના યોગ્ય વિકાસ માટે ફોલેટનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment