🙇♀️ એક્સેસાઈઝ કરી ભગાવો કમરનો દુઃખાવો. 🙇
વધારે સમય ઉભા રહેવાથી તથા બેઠા રહેવાને કારણે કમર દુઃખવા લાગે છે. કમરના દુઃખાવાની સમસ્યા આજના આધુનિક યુગમાં સામાન્ય વાત છે. તે દુઃખાવાથી બચવા માટે તમે એક્સેસાઈઝનો સહારો લઇ શકો. મિત્રો મજેદાર વાત તો એ છે કે તમે આ એક્સેસાઈઝ દિવસમાં ગમે ત્યારે કરી શકો છો, ઓફિસમાં પણ કરી શકો છો, ટી. વી. જોતી વખતે, બ્રેકના સમયમાં પણ કરી શકો છો.
આ એક્સેસાઈઝ આપણા શરીરને સ્થિર બનાવે છે. પીઠ અને પેટની માંસપેશીઓને મજબુત બનાવે છે. કમરને આરામ આપે છે. તેમજ આ એક્સેસાઈઝનો નિયમિત અભ્યાસ કરવાથી ફેફસા પણ મજબુત બને છે. તેથી સુખાસનમાં બેસી આસનો કરવા.
🙇♀️🙇(1) કરોડરજ્જુને ઉપરની તરફ ખેંચો : > શ્વાસ લેતા ધીમે ધીમે બંને હાથને ઉપરની તરફ લઇ જાઓ.
> તમારી આંગળીઓ તેવી રીતે ફસાવો કે બંને અંગુઠા એક બીજાને આરામથી સ્પર્શ કરે.
> આરામથી જોર લગાવ્યા વગર શરીરને ઉપરની તરફ ખેંચો.
> કોણીઓ સીધી રાખી વાળવી નહિ. તમારા હાથ તમારા કાનને અડેલા હોવા જોઈએ.
> આજ સ્થિતિમાં રહી થોડી વાર સુધી ૨ થી ૩ મિનીટ ઊંડા શ્વાસ લો.
🙇♀️🙇 (2) તમારી કમરને ડાબી જમણી બાજુ વાળો : > તમારા હાથ હજુ એ જ સ્થિતિમાં રહેશે ઉપર.
> શ્વાસ છોડતા ધીમેથી ડાબી બાજુ વળી તે જ સ્થિતિમાં થોડો સમય રહો અને ૨ થી ૩ ઊંડા શ્વાસ લો.
> શ્વાસ અંદર લેતા લેતા પાછા સીધા થઇ જાઓ.
> ફરીથી શ્વાસ લેતા લેતા જમણી બાજુ વળો અને તે અવસ્થામાં પણ ૨ થી ૩ લાંબા ઊંડા શ્વાસ લો. અને ફરીથી શ્વાસ લેતા લેતા સીધા થઇ જાઓ.
🙇♀️🙇(3) કમરને ડાબી જમણી બાજુ ખેંચો : > તમારા હાથની સ્થિતિ હજુ ઉપર તેમજ રહેશે.
> શ્વાસ છોડતા ધીમેથી ડાબી બાજુ ઝૂકો. તે સ્થિતિમાં થોડી વાર ઊંડા શ્વાસ લો અને ત્યારબાદ શ્વાસ લેતા ફરી સીધા થઇ જાવો.
> ફરીથી શ્વાસ છોડતા જમણી બાજુ ઝુંકો અને ફરી શ્વાસ લેતા સીધા થઇ જાવો.
: > શ્વાસ છોડતા હાથને આગળ સીધા રાખો અને ખેંચો.
> ઊંડો શ્વાસ અંદર લો અને શ્વાસ છોડતા છોડતા કમરના નીચેના ભાગના શરીરને આગળની તરફ ખેંચો.
> શ્વાસ લઇ અને શ્વાસ છોડતા તમારા આખા શરીરને ડાબી તરફ ખેંચો. બંને હાથ એક બીજાની સમાંતર હોવા જોઈએ. શ્વાસ અંદર લઇ પાછા કેન્દ્રમાં સીધા થઇ જાઓ.
> શ્વાસ છોડતી વખતે તમારા શરીરને જમણી બાજુ વાળો અને કમરથી હાથ સુધી ખેંચાણ પેદા કરો.
> શ્વાસ અંદર લેતા લેતા સીધા થઇ જાવ અને ફરીથી હાથ ધીમે ધીમે ઉપર લઇ જાઓ.
🙇♀️🙇 (4) કમરને અલગ અલગ વાળો : > તમારા જમણા હાથને ડાબા ગોઠણ પર રાખો. એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા તમારી ડાબી બાજુ શરીરને વાળો. હવે ડાબા હાથને જમીન પર તમારા ડાબા ઢીંચણની પાસે પણ રાખી શકો.
> તમારા ડાબા હાથને જમીન પર દબાવતા તમારા શરીરને ઉપરની તરફ ખેંચો ધ્યાન રાખવું આગળ કે પાછળ ન જુકવું.
> શ્વાસ લેતા લેતા સીધા થઇ જાઓ.
> શ્વાસ છોડો અને સમગ્ર પ્રક્રિયા ઉલ્ટી કરો. તમારા ડાબા હાથને જમણા ઢીંચણ પર રાખો અને જમણા હાથને જમીન પર રાખો. ધ્યાન રહે તમારી કરોડરજ્જુ સીધી અને સ્થિર હોવી જોઈએ.
> શ્વાસ અંદર લઇ ફરી સીધા થઇ જાઓ.
> માત્ર ચાર સરળ એક્સેસાઈઝ દ્વારા તમારા કમરના દુઃખાવાને તમે દુર કરી શકો છો. તેમજ કમરની માંસપેશીઓને રાહત મળે છે.
🙇♀️🙇 આ એક્સેસાઈઝ દ્વારા કમરની માંસપેશીઓ મજબુત બને છે અને તેમાં ખેંચાણ ઉત્પન્ન કરે છે. આ એક્સેસાઈઝથી કરોડરજ્જુને સારો વ્યાયામ મળે છે. તેમજ આ પેટની માંસપેશીઓ માટે પણ અસરકારક નીવડે છે. તેમજ કામ દરમિયાન અથવા કોઈ સમસ્યા દ્વારા તણાવ અનુભવતા હોય તો આ એક્સેસાઈઝ કરવાથી કમરનો દુઃખાવો તો દુર થાય પરંતુ સાથે સાથે તણાવ પણ દુર થાય છે.
સ્લીપ ડિસ્કના દર્દીઓએ આ એક્સેસાઈઝ ડોક્ટરની સલાહ લીધા બાદ કરવી જોઈએ. સામાન્ય રીતે તો સ્લીપ ડિસ્કના દર્દીઓને આ એક્સેસાઈઝ દ્વારા ખુબ જ રાહત મળે છે. પરંતુ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. મિત્રો આ એક્સેસાઈઝ કરતી વખતે ચહેરા પર હાસ્ય રાખવાનું ન ભૂલો હાસ્ય રાખવાથી એક્સેસાઈઝ વધારે અસરકારક બને છે.
જો તમે કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય અથવા તમારી કમર, પીઠ અને કરોડરજ્જુ સ્થિર બનાવવા માંગતા હોય તો આ ચાર એક્સેસાઈઝ જરૂર કરો.
Kamar no dukhavo che
Sir,
Pls send exercise video for better understanding.