ફાઈબરથી ભરપુર આ 6 વસ્તુઓ ખાવાથી આજીવન નહિ થાય કેન્સર, બવાસીર અને ડાયાબિટીસ જેવા રોગો… આંતરડા અને પેટને રાખશે એકદમ સાફ…

ફાઈબર એ આપણા સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્વ છે. તેનાથી તમારું પાચન સારું થાય છે અને તમને પેટને લગતી કોઈ બીમારી નથી થતી. જો તમારું પેટમાં પાચન વ્યવસ્થિત નથી થતું તો તમારા શરીરમાં અનેક રોગો આવી શકે છે. આથી તમારે પેટને સાફ લાવવા માટે ફાઈબર યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.

ફાઈબર અનાજ, પાંદડવાળી શાકભાજી, ફળ, રોટલી, દાળ તેમજ ખાદ્ય વસ્તુઓના તે ભાગને કહે છે જે, પાચન વગર અવશોષિત થતાં જ આંતરડા દ્વારા બહાર નીકળી જાય છે. તે ભોજનના આવશ્યક તત્વો છે અને તેના કારણે પેટ અને આંતરડાની સફાઈ પણ સરળતાથી થતી હોય છે.

ફાઈબર વાળી વસ્તુઓ ખાવાથી તમને કબજિયાત અને બવાસીર જેવી ગંભીર સમસ્યાઓથી બચવામાં મદદ મળી શકે છે. તે બવાસીર વિકસિત કરવાના જોખમને ઘટાડે છે. તે સિવાય પેટ સંબંધી બીમારીઓ અટકાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ઘૂલનશીલ ફાઈબર શરીરમાં લીપોપ્રોટીન અથવા ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. અધ્યયનો પરથી એ પણ જાણવા મળ્યું છે કે, ફાઇબરનું સેવન, અન્ય હૃદય-સ્વાસ્થ્યના લાભ જેવા કે રક્તચાપ અને સોજાને ઘટાડવામાં સહાયક હોય છે.

ઘૂલનશીલ ફાઇબરથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે. તે શુગરના અવશોષણને ધીમું કરે છે. તે સિવાય અઘુલનશીલ ફાઈબર વાળી વસ્તુઓ છે જે ટાઈપ 2 ડાયાબિટીસને વધવાના જોખમને પણ ઘટાડે છે.

શોધ મુજબ, ફાઇબરથી કોલન કેન્સરનું જોખમ પણ ઘણી હદે ઓછું થાય છે. તે શરીરમાં હાનિકારક તત્વોને વધતાં રોકે છે. જેનાથી કેન્સરની આશંકા ઘણી હદે ઓછી થઈ જાય છે. તે સિવાય તે મહિલાઓમાં થતાં સ્તન કેન્સર, અંડાશય કેન્સર અને ગર્ભાશયના કેન્સરના જોખમને પણ ઘટાડે છે.

ફાઇબરની ઉણપના સંકેત : એક ધારું વજન વધવું, હંમેશા કબજિયાતની ફરિયાદ રહેવી, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવું, હંમેશા થાક અને સુસ્તી અનુભવવી, વારંવાર ભૂખ લાગવી. વગેરે જેવી સમસ્યાઓએ ફાઇબરની ઉણપનો સંકેત હોય શકે છે.

જો તમે પણ બવાસીર અને કેન્સર જેવા રોગોથી બચવા માંગતા હોય તો ફાઇબરથી ભરપુર વસ્તુઓ ખાવી જોઈએ, તેનાથી તમને આ બીમારીઓમાં મદદ મળી શકે છે. કારણ કે ફાઈબર એ આ પ્રકારની બીમારીઓ માટે કાળ ગણવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment