ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરાને રાખશે આજીવન સ્વસ્થ અને સુંદર… લોહીની કમી પૂરી કરી રાખશે કાયમ માટે યુવાન…

આજના સમયમાં દરેક વ્યક્તિ યુવાન દેખાવા ઈચ્છે છે. આથી તેઓ એવી વસ્તુઓની શોધમાં રહેતા હોય છે જેનું સેવન કરવાથી તેના ચહેરા પર ઘડપણ ન દેખાય. જો કે તમે અમુક ખોરાકનું સેવન કરીને લાંબા સમય સુધી યુવાન રહી શકો છો. આજે અમે તમને એવા 5 પ્રકારના જ્યુસ વિશે જણાવશું જેને પોતાની ડાયટમાં સામેલ કરીને તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું તો લગભગ બધા માટે જરૂરી હોય છે. પરંતુ ખાસ કરીને વધતી ઉંમરમાં સ્વસ્થ રહેવું એ કોઈ ચેલેન્જથી ઓછું નથી. વાસ્તવમાં વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે એનર્જી લેવલ અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાઓ ઘટવા લાગે છે. તેવામાં વધતી ઉંમરના લક્ષણો ઘટાડવા માટે ડાયટ જ એકમાત્ર સોલ્યુશન છે. આ જ કડીમાં અમુક હેલ્થી ડ્રિંકસ તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરવાથી તમે વૃદ્ધાવસ્થાના લક્ષણોથી પોતાને દૂર રાખી શકો છો.

સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે સ્વસ્થ રહેવા માટે હેલ્થી ડાયટનું સેવન તો બધા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, વૃદ્ધાવસ્થાના બધા જ લક્ષણો દૂર કરવાનો રાઝ પણ તમારી ડાયટમાં જ છુપાયેલો છે. હા, અમુક ફળ અને શાકભાજીઓના જ્યુસનું નિયમિત સેવન કરવાથી તમે ઓલ્ડ એજ પ્રોબ્લેમ્સને તો દૂર કરી જ શકશો, પરંતુ સાથે સાથે લાઇફસ્ટાઇલની પણ પૂરતી મોજ માણી શકો છો. આવો જાણીએ ક્યાં 5 જ્યુસ બની શકે છે તમારૂ હેલ્થ સિક્રેટ.

1 ) દાડમનું જ્યુસ : દાડમ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તેમાં પોષક તત્વો તમારા શરીરને પુરતું પોષણ આપે છે અને તમે અંદરથી પણ યુવાન રહો છે. આયરનથી ભરપૂર દાડમના જ્યુસને પોલીફેનોલ્સ અને એન્ટીઓક્સિડેન્ટનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. એવામાં દાડમના જ્યુસનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં પણ મદદ કરે છે. સાથે જ તે ઘણા પ્રકારની બીમારીઓથી લડવામાં મદદરૂપ થાય છે.

2 ) ગાજરનું જ્યુસ : ગાજર એ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના વિટામીન, મિનરલ્સ રહેલા છે. જે તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. ગાજરમાં રહેલ વિટામિન એ અને બીટા કેરોટિન નામનું એન્ટીઓક્સિડેન્ટ શરીરમાં પોષણની ઉણપ દૂર કરવા માટેનું કાર્ય કરે છે. સાથે જ ગાજરમાં લ્યુટિન ભરપૂર માત્રામાં જોવ મળે છે. જે આંખોનું તેજ વધારવામાં અને મગજ તેજ કરવામાં સહાયક બને છે.

3 ) બીટનું જ્યુસ : જે લોકોને લોહીની ઉણપ હોય તેમના માટે બીટ એ એક રામબાણ ઈલાજ માની શકાય છે. બીટમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને પુરતું પોષણ આપે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો, બીટનું જ્યુસ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લોહીની ઉણપ દૂર કરીને હેલ્થને સારી બનાવવામાં અસરકારક સાબિત થાય છે.

4 ) દ્રાક્ષનું જ્યુસ : દ્વાક્ષનું સેવન પણ તમારી વધતી ઉંમર અટકાવવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં રહેલ લાઈકોપીન કૈરેટનોઈડ વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરવાનું કાર્ય કરે છે. જેનાથી તમને વૃદ્ધાવસ્થાના લક્ષણો દૂર કરવામાં મદદ મળે છે. તેમજ લાઈકોપીન શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. સાથે જ દ્રાક્ષનું જ્યુસ પીવાથી હૃદયની સમસ્યા પણ દૂર થાય છે અને હૃદય રોગનું જોખમ પણ ટળે છે.

5 ) વ્હીટગ્રાસ જ્યુસ : વ્હીટગ્રાસમાં ક્લોરોફીલ અને એન્ટીઇમ્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રમાં જોવા મળે છે. જે શરીરમાં સોજો ઘટાડવાની સાથે સાથે બીમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે.  આ જ્યુસ તમારા શરીરને પુરતું પોષણ આપવામાં મદદ કરે છે.

આમ તમે તમારી ડાયટમાં ઉપર આપેલ જ્યુસને સમાવિષ્ટ કરીને વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરી શકો છો. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ ફીટ રહી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment