ફક્ત 1 જ ચમચી આનું સેવન પેટ અને શરીરની ચરબી ઘટાડી બનાવી દેશે એકદમ પાતળા…. જાણો વજન ઘટાડવાનો 100% દેશી ઉપાય…

મિત્રો તમે વજન ઓછો કરવા માટે અનેક ઘરેલું તેમજ દવાઓનો ઉપયોગ કરતા હશો. પરંતુ વજન ઓછું થતું નથી. જો કે વજન ઓછું થવું એ દરેક વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. આજે અમે તમને આ લેખમાં મરી પાવડરના ઉપયોગથી કંઈ રીતે વજન ઓછો કરી શકાય તેના વિશે જણાવશું.

દેખાવમાં નાના અમથા મરી ઘણા ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન માત્ર કફ, ઉધરસ અને શરદી જ નથી મટાડતું, પરંતુ સાથે સાથે તમારી ઇમ્યુનિટી પણ વધારે છે. વધુમાં તેના સેવનથી તમે તમારું વજન પણ કંટ્રોલ કરી શકો છો. આ મસાલો હેલ્થી ફૈટ, વિટામીન્સ, મિનરલ્સ અને ડાયેટ્રી ફાઇબરથી ભરપૂર હોય છે. ડાયેટિશિયનના મત મુજબ, બ્લેક પેપર એટલે કે મરી પાવડરમાં કેલેરી ખુબ ઓછી માત્રામાં હોય છે.

સાથે જ તેમાં એક એક્ટિવ એંગ્રેડીએંટ્સ હોય છે જેને પેપેરીન કહેવામાં આવે છે. જે મેટાબોલીઝ્મ વધારવાની સાથે સાથે ફૈટ સેલ્સ બનવાના પણ ઓછા કરે છે. જો તમારે સુપર હેલ્થી રહેવાની સાથે સાથે ફિટ પણ રહેવું હોય તો, તમારે મરી પાવડરને તમારા ડાયટમાં જરૂરથી સમાવિષ્ટ કરવું જોઈએ. આવો જાણીએ ક્યાં પ્રકારે તમે મરી પાવડરને તમારા ડાયટમાં સમાવિષ્ટ કરી શકો છો.

મરી પાવડર ટી : આ ચા બનાવવા માટે આદું, મધ, તુલસી, તજ, લીંબુ અને ગ્રીન ટી બેગ્સનો ઉપયોગ કરી શકાય છે. પાણીમાં બધી વસ્તુઓ મિક્સ કરીને અડધાથી એક ચમચી જેટલો મરી પાવડર મિક્સ કરો અને સવારે નાસ્તો કર્યા પહેલા તેને પીવી.

મરી પાવડર ડ્રિંક : તમે મરી પાવડરને કોઈ સબ્જી અથવા ફ્રૂટ ડ્રિંકમાં મિક્સ કરીને પિય શકો છો. તેની સ્મેલ અને અલગ પ્રકારનો સ્વાદ તમારા ડ્રિંકના ફ્લેવારને એકદમ મસાલેદાર બનાવી દે છે. તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી માત્ર તમારું વજન જ ઓછું નહીં થાય સાથે સાથે તમારી સ્કીન પણ સારી થાય છે અને પાચનની સમસ્યાઓથી પણ રાહત મળે છે.

મરી પાવડર ઓઈલ : તમને કોઈ પણ સારી દુકાનેથી 100% શુદ્ધ મરી દાણા મળી જાય છે. એક ગ્લાસ પાણીમાં તેના તેલનું એક ટીપું મિક્સ કરી લેવું. તેને સવારનો નાસ્તો કરતાં પહેલા પિય લેવું. જો તમે કોઈ પણ પ્રકારના સ્કીન ઇન્ફેક્શનથી જજૂમી રહ્યા હોય તો, આ તેલને તમારી સ્કીન પર એપ્લાઈ કરી શકો છો.

ડાયરેક્ટ તેનું સેવન : તમે મરી પાવડરનું ડાયરેક્ટ સેવન પણ કરી શકો છો. બે થી ત્રણ મરી દાણાનું દરરોજ સવાર સવારમાં સેવન કરવું. જો તમે તેની તીખાશ અને ગરમી સહન કરી શકો છો માત્ર તો અને તો જ તેનું ડાયરેક્ટ સેવન કરવું.

મરી પાવડરથી ક્યાં ક્યાં ડ્રિંક્સ તૈયાર કરી શકાય છે ? : તમે મરી પાવડર અને કેળા સ્મૂદી ટ્રાય કરી શકો છો, મેક્સીકન પેપર ચિકન સેલેડ, બ્લેક પેપર ટી, બ્લેક પેપર અને ફ્રૂટ જ્યુસ જેવા ડ્રિંકનું સેવન પણ કરી શકાય છે.

વજન ઘટાડવા માટે મરી પાવડરનું સેવન ક્યાં સમયે કરવું ? : મરી પાવડરની ટી અને ઓઈલનું સેવન બ્રેકફાસ્ટ પહેલા કરવું જોઈએ. જો તમે તેના દાણા ખાવાનું વિચારી રહ્યા હોય તો તેને સવારે તમારી ડિટોક્સ ડ્રિંક પછી અને બ્રેકફાસ્ટ પહેલા ખાઈ લેવું. તમે મરી સાથે એક ગ્લાસ ફળોનું જ્યુસ પણ પિય શકો છો.

એક દિવસમાં કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ ? : જો તમે વજન ઘટાડવા માટે તેનું સેવન કરી રહ્યા હોય તો દરરોજ 2 થી 3 મરી દાણાનું સેવન કરવું જોઈએ. જો તમને મરી પાવડરની ટેવ ન હોય તો પહેલા એક ચમચી જ ઉપયોગમાં લેવું પછી ધીમે ધીમે તેની માત્રા વધારવી.

જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેનું સેવન ન કરવું અને સામાન્ય અવસ્થામાં પણ મરી પાવડરનું સેવન જરૂરિયાત કરતાં વધારે ન કરવું જોઈએ. નહિ તો પાચન સમસ્યાઓ જોવા મળી શકે છે. ડાયટમાં કોઈ પણ વસ્તુનું સેવન વધારતા કે ઘટાડતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment