મફતના ભાવે મળતા આ પાન વજન, બ્લડ પ્રેશર અને ભૂખને કંટ્રોલ કરી હૃદય અને આંખને રાખશે સ્વસ્થ…. ક્યારેય નહિ થાય કેન્સર જેવી ઘાતક બીમારીઓ…

અરુગુલાના પાન ઔષધીય રીતે તમને અનેક ફાયદાઓ આપે છે. જયારે તમને શરીરમાં અમુક પ્રકારની સમસ્યા થાય છે ત્યારે તમે આ પાનનું સેવન કરીને તમારી સમસ્યા દુર કરી શકો છો. માણસનું સ્વાસ્થ્ય જયારે બરાબર હોય ત્યારે તેને જીવન જીવવાની મજા આવે છે. આથી શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. અરુગુલાના પાન તમારા સ્વાસ્થ્ય માટે એક ગુણકારી ઔષધી છે.

લીલા પાંદડા વાળી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ડોક્ટર પણ લીલા શાકભાજી તમારા આહારમાં સમાવિષ્ટ કરવાની સલાહ આપે છે. લીલા શાકભાજીમાં જે પ્રકારે પાલક, સરગવો, મેથી વગેરે હોય છે તેમ જ અરુગુલા પણ એક પ્રકારની લીલા પાંદડાવાળી શાકભાજી છે. હોય શકે છે કે, તમે અત્યાર સુધી તેનું નામ સંભાળ્યું ન હોય, પરંતુ અરુગુલા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અરુગુલામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઘણા ગુણ હોય છે. તમે તેને શાકભાજી, સલાડ અથવા કોઈ પણ પ્રકારની ડિશના રૂપમાં સેવન કરી શકો છો.

અરુગુલામાં રહેલ પોષકતત્વો : પૌષ્ટિકતાથી ભરપૂર અરુગુલાના એક કપ પાંદડામાં 20 થી 25 કેલરી, 3 ગ્રામ કાર્બોહાઈડ્રેડ, લગભગ 2.5 ગ્રામ પ્રોટીન અને દોઢ ગ્રામ ફાઈબર હોય છે. તેમાં બધા પ્રકારના જરૂરી વિટામીન્સ પણ હોય છે. વાત જો ખનીજ તત્વોની કરવામાં આવે તો, તેમાં આયરન, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તમામ પ્રકારના પોષકતત્વો હોય છે. જેની જરૂરિયાત આપણા શરીરને હોય છે. તેના લીલા પાંદડા જેટલા હેલ્થી હોય છે તેટલા જ હેલ્થી તેના ફૂલ અને તેલ પણ હોય છે.

1 ) હૃદય રહેશે હેલ્થી : અરુગુલામાં ખનીજ તત્વોની સાથે પૌષ્ટિકતા ભરપૂર રૂપમાં જોવા મળે છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ ઉપયોગી છે. જો અરુગુલાને તમે તમારા આહારમાં નિયમિત રૂપથી સમાવિષ્ટ કરો છો તો તેનાથી હૃદયની બીમારી થવાના ચાંસ ઓછા રહે છે.

2 ) વજન : આજકાલ દરેક પોતાના વજનને લઈને પરેશાન રહેતા હોય છે. જે ઘણું મુશ્કેલ કામ પણ હોય છે. અરુગુલા આ મુશ્કેલ કામને સરળ કરવામાં તમારી મદદ કરે છે. આ સબ્જીમાં કેલરી ખુબ ઓછી અને ફાઇબરની માત્રા વધારે હોય છે. જેના કારણે તેના સેવન બાદ ભૂખ કંટ્રોલમાં રહે છે. તેના કારણે વજન વધતું નથી.

3 ) આંખોનું તેજ : આંખો માટે વિટામિન એ સારું હોય છે. જે રેટીનાની સુરક્ષા કરે છે. અરુગુલામાં વિટામિન એની સાથે લ્યુટિન અને જેક્સૈન્થિલ હોય છે જે આંખોને વધારે પ્રકાશથી બચાવે છે. તેમાં રહેલ ઓમેગા-3 મોતિયાના જોખમને ઓછું કરે છે.

4 ) કેન્સરનું જોખમ : અરુગુલાથી કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં ઘણા પ્રકારના ખનીજ તત્વો હોય છે. જે કેન્સરને ઉદ્ભવતા અટકાવે છે.

5 ) પ્રેગ્નેન્સી અરુગુલા : એક પ્રેગ્નેન્ટ મહિલા માટે આયરનની સાથે સાથે વિટામીન્સ, પ્રોટીન, કેલ્શિયમ સૌથી જરૂરી હોય છે. આ જરૂરિયાતને અરુગુલા સરખી રીતે પૂર્ણ કરે છે. જો પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિનાઓમાં અરુગુલાનું સેવન શરૂ કરવામાં આવે તો, બાળકનો વિકાસ સરખી રીતે થાય છે અને તેનું મગજ પણ તેજ બને છે. બ્રેસ્ટ ફિડિંગના સમયે પણ તેનું સેવન સુરક્ષિત છે.

6 ) બ્લડ પ્રેશર : આજકાલ ઘણા લોકો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે. અરુગુલામાં એ બધા જરૂરી ખનીજ તત્વો જોવા મળે છે જે લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્ર વધારવામાં તમારી મદદ કરે છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

અરુગુલાને લઈને ઘણા લોકોમાં કંફ્યૂઝન રહેતું હોય છે. પરંતુ હવે આ કંફ્યૂઝન દૂર કરવાનો સમય આવી ગયો છે. નિયમિત રૂપથી તમે તેને તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. છતાં તમારા ડાયટમાં કોઈ પણ પ્રકારના બદલાવ પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment