વાસી મોંએ ચાવી જાવ આ 5 લીલા પાંદડા, જીવનમાં ક્યારેય નહીં થાય કેન્સર, ડાયાબિટીસ, હૃદય, સ્થૂળતા અને કિડનીના રોગો…

મિત્રો દરેક વ્યક્તિ તંદુરસ્ત રહેવા માંગે છે. આથી તે હંમેશા એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે જેનાથી તેને પુરતું પોષણ મળી રહે. આથી જો તમે કેટલીક ગંભીર બીમારીઓથી બચવા માંગતા હો, તો આજે અમે તમને એવા 5 લીલા પાનનું સેવન કરવા વિશે જણાવી રહ્યા છે જેનાથી તમને સંપૂર્ણ સ્વસ્થ રહી શકશો.

દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે, 2022 માં વર્લ્ડ હેલ્થ ડેની થીમ ‘Our Planet, Our Health’ છે. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ વિશે જાગૃતિ વધારવાનો અને વિભિન્ન જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ ધ્યાન આકર્ષિત કરવાનું છે.

કોરોના વાયરસ, કેન્સર, ડાયાબિટીસ, હૃદયના રોગ, સ્થૂળતા વગેરે જેવી ગંભીર બીમારીઓ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. ડબલ્યુએચઓના મત મુજબ, હૃદયના રોગ, સ્ટ્રોક, શ્વાસ અને ફેફસાથી જોડાયેલા રોગ અને ડાયાબિટીસ વગેરેથી આખી દુનિયામાં સૌથી વધારે મૃત્યુ થાય છે. એક્સપર્ટ્સ માને છે કે, આ ખતરનાક રોગોના લક્ષણોને સાચા સમયે ઓળખીને અટકાવીને તેનો સાચો ઈલાજ કરવામાં મદદ મળી શકે છે.

બેશક આ બીમારીઓ માટે ઘણા ઈલાજ ઉપલબ્ધ છે પરંતુ અમુક હર્બલ ઉપચાર દ્વારા પણ તેને સરખા કરી શકાય છે અથવા શરૂ થતાં પહેલા જ અટકાવી શકાય છે. હર્બલ ઉપચારમાં ઉપયોગમાં લેવાતા અમુક પાંદડાઓમાં આ ગંભીર સમસ્યાનો ઈલાજ કરવાની ક્ષમતા હોય છે અને વિજ્ઞાન પણ તેનું સમર્થન કરે છે.

કિડનીના રોગીઓ માટે અમેરિકન જિનસેંગના પાંદડા : ખરાબ ખાણીપીણી અને અનહેલ્થી લાઈફસ્ટાઈલના ચાલતા કિડનીથી જોડાયેલા રોગીઓની સંખ્યા વધતી જાય છે. કિડની શરીરનું એક એવું અંગ છે જે શરીરની ગંદકીને બહાર કાઢવાનું કાર્ય કરે છે. કિડની રોગોમાં કિડનીની પથરી એક સામાન્ય સમસ્યા છે. એનસીબીઆઈના એક રિપોર્ટ મુજબ, અમેરિકન જિનસેંગમાં કિડનીના રોગોનો ઈલાજ કરવાની ક્ષમતા હોય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મીઠા લીમડાના પાંદડા : લીમડાના પાનનો વિવિધ વ્યંજનોમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ સુગંધિત પાંદડામાં ઘણી બીમારીઓથી લડવાની ક્ષમતા પણ હોય છે. એક અધ્યયન મુજબ, વૈજ્ઞાનિકોને લીમડાના પાનના રસમાં ડાયાબિટીસના રોગીઓમાં બ્લડ ગ્લુકોઝ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવાની ક્ષમતા હોય છે. એટલું જ નહીં, તેમાં વજન ઘટાડવાના ગુણ પણ જોવા મળે છે.

હૃદયની બીમારીઓ માટે સરગવાના પાંદડા : સરગવાના પાંદડા એક એવી જડીબુટ્ટી છે જેમાં કોલેસ્ટ્રોલ ઘટાડનારા ગુણ હોય છે. ભારતીય ઘરોમાં સદીઓથી તેના પાંદડા, કળી અને ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ લીલા પાંદડાના રસમાં મહત્વપૂર્ણ એન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે. વિભિન્ન અધ્યયનો પરથી ખબર પડે છે કે, આ પાંદડામાં એવા ગુણ જોવા મળે છે જે, હૃદયના સ્વાસ્થ્યની રક્ષા કરવાનું કાર્ય કરે છે.

કેન્સર માટે લસણના લીલા પાંદડા : લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તેમાં અગણિત ગુણ અને પોષકતત્વો પણ રહેલા હોય છે. જેના કારણે તેનો ઔષધીય રૂપમાં વિભિન્ન વિકારોમાં ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. વિભિન્ન શોધ પરથી ખબર પડે છે કે, તેના પાંદડામાં બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, સ્કીન કેન્સર, બ્લેડર કેન્સર, અને લંગ કેન્સર વગેરેના જોખમને ઘટાડે છે.

ડાયાબિટીસ માટે લીમડાના પાંદડા : લીમડાના કડવા પાંદડા ડાયાબિટીસના ઈલાજ માટે એક અસરકારક ઉપાય છે. કારણ કે તેમાં જોવા મળતા ગુણો બ્લડ શુગર લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે લીમડાનો પાવડર ઉપયોગમાં લઈ શકાય છે. વધારે લાભ માટે તમે આ ચૂર્ણનું દિવસમાં બે વખત સેવન કરી શકો છો. આમ આ લીલા પાંદડા તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે અને કેટલીક ગંભીર બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment