146 કિલોની મહિલાએ ઘટાડ્યું ચમત્કારિક રીતે 82 કિલો વજન, ફક્ત 3 જ વસ્તુથી બની ગઈ એકદમ પાતળી અને સ્લિમ… જાણી તમે પણ ચોંકી જશો…

મિત્રો વજન ઓછો કરવો દરેકને ગમે છે. આથી તેઓ વજન ઓછો કરવા માટે અનેક ઉપાયો અજમાવે છે. આજે અમે તમને વજન ઓછો કરવા માટેની 3 વસ્તુઓ વિશે જણાવશું, જેનાથી તમને ઝડપથી વજન ઓછો કરી શકશો.

ખાવાની ખોટી આદત, ખરાબ લાઈફસ્ટાઇલ, વધારે ફાસ્ટ ફૂડ ખાવું, ઊંઘની ઉણપ વગેરેને કારણે કોઈનું પણ વજન વધી શકે છે. પછી જ્યારે એવો અનુભવ થાય છે કે વજન વધી ગયું છે તો, ત્યાર બાદ ખાવાનું-પીવાનું છોડીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જે લોકો આવું કરે છે તેમને જણાવવા માંગીએ છીએ કે, વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું છોડવાની જરૂરિયાત હોતી નથી, પરંતુ હેલ્થી બેલેન્સ ડાયટ લેવાની અને ફિઝિકલ એક્ટિવિટીની જરૂરિયાત રહે છે. હાલમાં જ એક 35 વર્ષની મહિલાએ પોતાનું લગભગ 82 કિલો વજન ઘટાડયું છે. તેનું વજન કંઈ રીતે વધ્યું હતું ? વજન ઘટાડવાની રીત શું હતી ? તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

કોણ છે વજન ઘટાડનારી મહિલા : 82 કિલો વજન ઘટાડનારી મહિલાનું નામ છે કાર્લા પીએરા ફિત્ઝગેરાલ્ડ, જે 35 વર્ષની છે. કાર્લા આયર્લેંડના ડબલિનમાં રહે છે. થોડા સમય પહેલા તેમણે તેમની ફિટનેસ જર્ની શેર કરી. વેઈટ લોસ જર્ની શેર કરતાં કાર્લાએ જણાવ્યું હતું કે, તેમનું વજન લગભગ 146 કિલો હતું. ત્યાર બાદ તેમણે મહેનત કરી અને માત્ર 14 મહિનામાં લગભગ 82 કિલો વજન ઘટાડયું હતું. પ્રેગ્નેન્સી દરમિયાન તેમનું ફરીથી વજન વધ્યું હતું અને તેમણે બીજી વખત તેમનું વજન ઘટાડી લીધું હતું.

આ રીતે વધ્યું હતું વજન : કાર્લાએ જણાવ્યું હતું કે, તેને 2019 માં અનુભવ થયો કે, તેને તેની લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાની જરૂર છે. વાસ્તવમાં તેને બાળપણથી જ ખાવાની આદત હતી અને તે આદતે તેનું વજન ઘણી હદે વધાર્યું હતું. લગભગ 10 વર્ષ પહેલા જ્યારે તે ટીન એજમાં હતી, ત્યારે તેને ઇટિંગ ડિસઓર્ડર હતું અને તે જ્યારે પણ દુખી થતી હતી તો તે ભોજન કરતી હતી. તેના કારણે ધીરે ધીરે તેનું વજન વધવા લાગ્યું. ખાવાની આ આદતને ઈમોશનલ ઇટિંગ પણ કહે છે.

સ્થૂળતાના કારણે તેને પોતાની જાત પર શરમ આવવા લાગી અને પછી તેણે વજન ઘટાડવા માટે સર્જરી કરાવવાનું પણ વિચાર્યું. પરંતુ તેણે સર્જરી ન કરાવી અને નેચરલ રીતે જ વજન ઘટાડવાનો પ્લાન કર્યો.

આ રીતે શરૂ કરી વેઈટ લોસ જર્ની : કાર્લાના મત મુજબ, તેણે ખાવાની આદતને બદલવા માટે ડોક્ટરને મળવાનો પ્લાન બનાવ્યો. ડોક્ટરની મદદથી તેને પોતાની ઈમોશનલ ઇટિંગની ખાવાની આદત કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી. ત્યાર બાદ તેણે એક બોડી સ્લિમ પ્રોગ્રામમાં ભાગ લીધો. આ પ્રોગ્રામમાં વજન ઘટાડવા માટે 3 વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે. મેન્ટલ હેલ્થ, એકસરસાઈઝ અને ડાયટ. બસ આ 3 વસ્તુઓથી જ તેને વજન ઘટાડવામાં મદદ મળી.

શરૂઆતમાં તેણે માત્ર 10 અઠવાડિયામાં જ 19 કીલો વજન ઘટાડયું હતું. તે સાથે જ તેણે 2021 સુધી પોતાનું કુલ 82 કિલો વજન ઘટાડયું હતું. એપ્રિલ 2021 માં પ્રેગ્નેન્ટ હોવાને કારણે તેનું વજન ફરીથી વધવા લાગ્યું. ડોક્ટરે જણાવ્યું કે પ્રેગ્નેન્સીમાં વજન વધવો એ સામાન્ય વાત છે. બસ તે પછી બાળકને જન્મ આપ્યા પછી ફરીથી તેણે પોતાનું વજન ઘટાડયું અને ફરિથી પહેલા જેવી સ્લિમ થઈ ગયી.

ડાયટ અને વર્કઆઉટ : કાર્લા મુજબ તેની ક્લીન અને હેલ્થી ડાયટથી જ તેણે વજન ઘટાડવામાં મદદ મળી. તે હંમેશા એક્ટિવ લાઈફસ્ટાઈલ રાખતી હતી જેનાથી તેને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી.

નાસ્તો – કોફી,
બપોરનું ભોજન – ગ્રીન સલાડ,
રાતનું ભોજન – વેજીટેરિયન સોસ સાથે શેકેલ ટમેટું, પાલક અને ફુલાવર,
નાસ્તો – પિનટ બટર, ફળ, સફરજન.

ફિઝિકલ એક્ટિવિટીની વાત કરીએ તો તેઓ ગાડીનો ખુબ ઓછો પ્રયોગ કરતી હતી અને ચાલીને જવા પર વધુ જોર કરતી હતી. તે સિવાય વેઈટ લિફ્ટિંગ પણ તેના રૂટિનમાં સમાવિષ્ટ હતું. આ પ્રકારે તેણે વજન ઘટાડવામાં મદદ મળી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment