કલા જગતને પડી મોટી ખોટ : રાવણનો કિરદાર નિભાવનાર અરવિંદ ત્રિવેદીનું આ કારણે થયું નિધન, એક્ટરો એ વ્યક્ત કર્યો શોક…

મિત્રો ખુબ જ લોકપ્રિય સિરિયલ રામાયણમાં રાવણનો કિરદાર નિભાવનારા એક્ટર અરવિંદ ત્રિવેદીનું નિધન થઈ ગયું છે. તેઓ 82 વર્ષના હતા. એવા સમાચાર મળ્યા છે કે, અરવિંદ ત્રિવેદી લાંબા સમયથી બીમાર હતા. જેના કારણે તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પૃષ્ટિ ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએસ કરી હતી. અરવિંદ ત્રિવેદીના નિધન પર તેની સાથે કામ કરી ચુકેલા સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો છે.

રામાયણના રામ એટલે કે એક્ટર અરુણ ગોવિલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, ‘આધ્યાત્મિક રૂપથી રામાવતારના કારણે અને સાંસારિક રૂપથી એક ખુબ જ નેક, ધાર્મિક, સરળ સ્વભાવના માણસ અને મારા અતિપ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદીજીને આજે માનવ સમજે ખોઈ દીધા છે. નિઃસંદેહ તેઓ સીધા પરમધામ જશે અને ભગવાન શ્રી રામનું સાનિધ્ય મેળવશે.’

સુનિલ લહેરીએ અરવિંદ ત્રિવેદીની બે તસ્વીરોને સાથે ટ્વિટ કર્યું, ‘ખુબ જ દુઃખદ સમાચાર છે કે આપણા બધાના પ્યારા અરવિંદ ભાઈ(રામાયણના રાવણ) હવે આપણી વચ્ચે નથી રહ્યા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે… મારી પાસે શબ્દ નથી. મેં એક પિતા સમાન શખ્સને ખોઈ દીધા છે, મારા માર્ગદર્શક, શુભચિંતક અને સજ્જન વ્યક્તિ.’ દીપિકા ચિખલીયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘તેના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે તેઓ ખુબ જ શાનદાર માણસ હતા…’

થોડા સમય પહેલા મેં મહિનામાં અરવિંદ ત્રિવેદીનું નિધન થયું એવી અફવા ઉડી હતી. તે સમયે સુનિલ લહેરીએ આ ખબરોનું ખંડન કર્યું હતું. સુનિલ લહેરીએ પોસ્ટ શેર કરી કહ્યું હતું કે, ‘આજકાલ કોઈને કોઈ ખરાબ ખબર સાંભળવા મળે છે, કોરોનાના કારણે, ઉપરથી અરવિંદ ત્રિવેદી ની ખોટી ખબર. મારી પ્રાર્થના છે ખોટી અફવા ફેલાવવા વાળાને કે કૃપા કરીને આવી ખોટી ખબર ન ફેલાવો. ભગવાનની દયાથી અરવિંદજી ઠીક છે અને પ્રાર્થના કરું છું કે ભગવાન તેને સ્વસ્થ રાખે.’

અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જેન શહેરમાં થયો હતો. તેમણે ગુજરાતી રંગમંચથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ગુજરાતી સિનેમામાં ઘણા વર્ષો સુધી તેમનું યોગદાન રહ્યું. ગુજરાતી દર્શકોની વચ્ચે તેમને ખાસ એવી ઓળખ મળી અને શાનદાર અભિનય માટે તેને સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. અરવિંદ ત્રિવેદીએ ઓછામાં ઓછી લગભગ 300 હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનય સિવાય રાજનીતિના મેદાનમાં પણ અરવિંદ ત્રિવેદીએ પોતાનું કિસ્મત અજમાવ્યું હતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment