હવે ગાડીઓમાં હોર્નના બદલે સાંભળવા મળશે આવા અવાજો, નીતિન ગડકરી બનાવી રહ્યા છે વાહનોના હોર્નને લઈને નવો પ્લાન. માહિતી જાણીને વિશ્વાસ નહિ આવે…

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક ખુબ જ અગત્યની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તે એક એવો કાયદો બનાવવા જઈ રહ્યા છે જે મુજબ વાહનોમાં હોર્નની જગ્યાએ માત્ર ભારતીય સંગીત સાધનોનો અવાજ ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાસિકમાં એક હાઈવેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિતિ રહી તેમણે જણાવ્યું છે કે તે એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા સાયરનનું પણ અધ્યયન કરી રહ્યા છે. તેને આકાશવાણી પર વગાડવામાં આવતી મધુર ધૂનમાં બદલવાનું વિચારી રહ્યા છે. 

આ સિવાય તેણે જણાવ્યું કે ‘હવે તે સાયરનને પણ ખત્મ કરવા માંગે છે. હવે હું એમ્બ્યુલન્સ અને પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવતું સાયરન પર અધ્યયન કરી રહ્યો છું. આ સિવાય પોતાની વાતમાં તેમણે એમ પણ કહ્યું કે એક કલાકારે આકાશવાણી માટે ધૂન બનાવી અને તેને સવાર સવારમાં વગાડવામાં આવી. હું એ ધૂનને એમ્બ્યુલન્સ માટે ઉપયોગ કરવાનું વિચારી રહ્યો છું. જેથી કરીને લોકોને સારું લાગે. ખાસ કરીને મંત્રીઓના પસાર થતી વખતે સાયરનનો ઉપયોગ જોરદાર અવાજમાં કરવામાં આવે છે. આ અવાજ ખુબ જ પરેશાન કરે છે અને કાનને નુકશાન કરે છે.

આ સિવાય ગડકરીએ જણાવ્યું છે કે ‘હું આના પર અધ્યયન કરી રહ્યો છું, જલ્દી એક કાયદો બનાવવાની યોજના બનાવી રહ્યો છું કે બધા જ વાહનોમાંથી ભારતીય સંગીત સાધનનો અવાજ આવે, જેથી કરીને તેને સાંભળવું ગમે. જેમ કે બંસી, તબલા, વાયોલીન, હાર્મોનિયમ.

દુર્ઘટનાના કારણે GDP ના 3 પ્રતિશત ખોઈ બેઠીએ છીએ : તેમણે કહ્યું કે ‘હું સમુદ્ર માં એક પુલ બનાવવા અને તેને બાંદ્રા-વર્લી સી લીંક સાથે જોડાવાની યોજના બનાવી રહ્યો છું અને પછી નરીમન પોઈન્ટથી દિલ્હી વચ્ચેનું અંતર ઓછી કરવામાં 12 કલાક લાગે છે. તે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર યાતાયાત ને ઓછુ કરે છે. તેણે કહ્યું કે ભારતમાં દર વર્ષે 5 લાખ દુર્ઘટના થાય છે, જેમાં 1.5 લાખ લોકો મરે છે અને લાખો લોકો ઘાયલ થાય છે. તેણે કહ્યું કે દુર્ઘટનાના કારણે આપણે આપણી બધી જ ઘરેલું ઉત્પાદ (GDP) ના 3 પ્રતિશત ખોઈ બેસીએ છીએ.

તેમણે કહ્યું કે મુંબઈ-પુના હાઈવે પર દુર્ઘટનામાં 50% જેટલો ઘટાડો થયો છે. તેણે કહ્યું કે તમિલનાડુ સરકારે દુર્ઘટનાઓ અને મોતમાં 50% જેટલો ઘટાડો કર્યો છે. પણ મહારાષ્ટ્રમાં એવી સફળતા મળી શકી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દુર્ઘટનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે. ગડકરીએ એમ પણ કહ્યું છે કે વાહનો માટે 6 એર બેગ અનિવાર્ય કર્યા છે.

ગડકરીએ એક શિલાન્યાસ કાર્યક્રમમાં જણાવ્યું છે કે વર્તમાન ફોર-લેન નાસિક હાઈવે લગભગ 5,000 કરોડ રૂપિયાની અનુમાનિત રાશીથી જલ્દી તૈયાર થઇ જશે. ગડકરીએ નાસિકમાં વિભિન્ન રાષ્ટ્રીય હાઈવે પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી છે. નાસિક જીલ્લાના પ્રભારી મંત્રી છગન ભુજબલએ મુંબઈ-નાસિક હાઈવેને 6 લેન બનાવવા અને સારદા સર્કલથી નાસિક રોડ સુધી ત્રણ ટીયર ફ્લાઈઓવરની માંગ કરી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment