વિક્રમ-વૈતાળ (વાર્તા- 7)… ત્રણ ભાઈઓમાંથી સૌથી વધુ સંવેદનશીલ કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

સૌથી વધારે સંવેદનશીલ કોણ ? 

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ત્રણ પુત્ર હતા. ત્રણેય પુત્ર ખુબ જ ગુણવાન, પ્રભાવશાળી અને મસ્તીખોર હતા. તેઓ એક વાર ઘરે કહ્યા વગર જંગલમાં ફરવા જતા રહ્યા.

Image Source :

ત્યાં તેઓએ ખુબ મસ્તી કરી આનંદ કર્યો. પ્રકૃતિને માણી તેમજ સ્વાદિષ્ટ ફળો ખાધા.  આમ રમતા રમતા તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે તેની માતા ત્રણેય પુત્ર પર ગુસ્સે થઇ કે આટલા સમયથી તમે ક્યાં હતા. ત્યાં એક ભાઈએ જણાવી દીધું કે તેઓ જંગલમાં ગયા હતા. આ સાંભળી માતા ખુબ જ ગુસ્સો કરવા લાગી ત્યારે નાના ભાઈએ બચાવમાં કહ્યું કે તેઓ તો ફળની લાલચમાં  આગળ આગળ વધતા ગયા ત્યાં તેઓ અજાણતા જ જંગલમાં પહોંચી ગયા. ત્યાં બીજા ભાઈએ જંગલનું વર્ણન કરતા કહ્યું કે જંગલ ખુબ જ સુંદર હતું. જેવું પુસ્તકોમાં વાંચ્યું હતું તેવું જ હતું.

આમ માતા અને પુત્રો વચ્ચે ચર્ચા થઇ રહી હતી.  ત્યાં તેના પિતા આવ્યા અને માતાએ તેમને ફરિયાદ કરી કે તેમના ત્રણેય પુત્રો ઘરે કહ્યા વગર જંગલમાં ગયા હતા.

Image Source :

પરંતુ પિતા તો માતાથી જુદી જ વિચારધારા ધરાવતા હતા. તેણે કહ્યું કે આ જ તો ઉમર છે સાહસની. કઈ વાંધો નહિ. સારું થયું જંગલમાં ગયા. અને આગળ પુત્રોને કહ્યું કે તેઓ સમુદ્ર પાસે જશે. ત્યારે પુત્રો તો રાજી થઇ ગયા. અને જવા માટે સહેમત થઇ પિતાએ જણાવ્યું કે તમારે આપણા તળાવ માટે કાચબો લઈને આવવાનું છે.  પુત્રો તો હસતા હસતા જવા માટે આતુર થયા.

સાથે સમુદ્ર તરફ જવા નીકળી ગયા. રસ્તામાં સાપ મળ્યો તો તે નાગદેવતાને  પ્રાથના કરવા લાગ્યા કે તેમને કાચબો મળી જાય. તેઓ જોત જોતામાં સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યાં એક પહેલવાન કસરત કરી રહ્યો હતો. ત્યાં તેઓ આગળ ચાલતા હતા ત્યાં એક મોટો કાચબો નાના ભાઈને ઠેબે આવ્યો.

Image Source:

આમ તેમને કાચબો મળ્યો. પરંતુ હવે પ્રશ્ન એ થયો કે કાચબો ઉપાડશે કોણ ? ત્રણેય ભાઈઓ લડવા લાગ્યા. બે કહે અમને આ કાચબાની ખુબ જ દુર્ગંધ આવે છે માટે અમે આ કાચબો નહિ ઉપાડીએ. ત્યાં નાના ભાઈએ જણાવ્યું કે તે જો કાચબો ઉપાડશે તો તે શરીરમાં ખૂંચશે અને વાગશે. માટે તે પણ કાચબાને નહિ ઉપાડે. ત્રણેયે એક પહેલવાન જોઈ તેને બોલાવી કહ્યું કે આ કાચબો કોણ ઉપાડશે ?

પહેલવાને જણાવ્યું કે તમે ત્રણેય અહીંના રાજા પાસે જાઓ તે તમારા પ્રશ્નનો ઉકેલ લાવશે. તે તમને ન્યાય પૂર્વક જણાવશે કે તમારા ત્રણેયમાંથી સૌથી વધારે સંવેદનશીલ કોણ છે. ત્રણેય ભાઈઓને તે વાત સાચી લાગી અને પહેલવાનને કાચબો સાચવવાનું કામ સોંપીને રાજા પાસે ન્યાય માટે ગયા.

Image Source :

રાજા  તેમનો પ્રશ્ન સાંભળીને નવાય પામ્યા કે આટલા વર્ષો સુધી તેણે ઘણા ન્યાય આપ્યા છે. પરંતુ આવો સવાલ તો તેમની જિંદગીમાં પહેલો આપ્યો કે સૌથી વધારે  સંવેદનશીલ કોણ ?

પરંતુ તે ખુબ જ ન્યાયાચુસ્ત રાજા હતો. માટે તેણે કહ્યું, “કઈ નહિ તમે ન્યાય માટે આવ્યા છો માટે હું ન્યાય કરીશ અને તમે અમારા અતિથી છો માટે ભોજન કરો.” આમ કહી તેમણે કર્મચારીને ત્રણેય ભાઈઓને ભોજન  કરાવવા કહ્યું. બે ભાઈઓ ખુબ જ આનંદથી ભોજન માની રહ્યા હતા. પરંતુ એક ભાઈ કઈ જ ખાતો ન હતો. બંને ભાઈઓએ સમજાવ્યો તોય તે ખાતો જ ન હતો. તેને જમવામાંથી દુર્ગંધ આવતી હતી. સિપાહીએ આ વાત રાજાને જણાવી રાજાએ તેને દુર્ગંધનું પૂછ્યું કે અમને લોકોને તો કોઈ દુર્ગંધ નથી આવતી તો તને શેની દુર્ગંધ આવે છે. ત્યારે તેણે જણાવ્યું કે ચોખામાંથી સ્મશાન અને ચિતાની દુર્ગંધ આવે છે. રાજાએ ચોખા વિશે સિપાહીને પૂછ્યું સિપાહીએ જણાવ્યું કે આ ચોખા જંગલમાં વાડી છે ત્યાંના છે. અને હા તે વાડી પાસે સ્મશાન છે. રાજા તો તેની સંવેદનશક્તિથી આશ્વર્યચકિત થઇ ગયા કે અત્યંત અદ્દભુત તેને સ્મશાનની દુર્ગંધ સુધ્ધા ચોખામાં આવી.

Image Source :

ભોજન બાદ રાજાએ એક ગાયિકાને રાજસભામાં બોલાવી હતી. ગાયિકાએ ગાવાનું ચાલુ કર્યું. રાજાએ ત્રણેય ભાઈઓને પૂછ્યું કે કોઈને સંગીતમાં  રૂચી છે. ત્યારે બીજા ભાઈને સંગીતમાં રૂચી છે તેવું જાણવા મળ્યું. ત્યારે રાજાએ તેના મૃદંગ વગાડવાની અનુમતિ આપી. બીજા નંબરનો ભાઈ મૃદંગ લઇ ગાયિકા પાસે બેસ્યો.

પરંતુ ગાયિકાએ ગાયન શરુ કર્યું છતાં  તેણે મૃદંગ વગાડવાનું ચાલુ કરવાને બદલે દુર દુર ખસતો ગયો. આ જોઈ ગાયિકાએ રાજાને જણાવ્યું કે આ તો મારું અપમાન ગણાય. રાજાએ તે ભાઈને તેવું કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે તેને  તે સ્ત્રીમાંથી દુર્ગંધ આવે છે. સ્ત્રીએ કહ્યું કે કેસરની સુગંધ આવતી હશે. અને જો તમને તે ન ગમતી હોય તો તમે માણસ નથી. પરંતુ ભાઈએ આગળ જણાવતા કહ્યું કે તેને સુંદર સ્ત્રીમાંથી બકરીના દુધની દુર્ગંધ આવે છે. તે જાણીને સ્ત્રીએ કહ્યું હા તેની વાત સાચી છે. જયારે તે નાની હતી ત્યારે તેને બકરીનું દૂધ પીવડાવવામાં આવ્યું હતું. રાજા ફરી બીજાની સંવેદનશક્તિ જોઈ નવાઈ પામ્યો.

Image Source : 

ત્યાર બાદ રાત પડી ગઈ  ત્રણેય ભાઈઓ મખમલી જેવી પથારીમાં સુતા હતા ત્યાં અચાનક  નાનો ભાઈ ચીસ પાડી પથારીમાંથી ઉભો થયો અને કહ્યું તેને કંઈક ખુંચે છે. રાજા પણ તેની ચીસ સંભાળીને ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો નાના ભાઈની પીઠમાં કંઇક ખુંચવાથી લોહી નીકળી ગયું હતું.રાજાએ સિપાહીઓને પથારીને ઊંચકીને તપાસવા કહ્યું. પરંતુ કંઈ ન મળ્યું. ફરી તે નાના ભાઈએ તપાસ્યું તો એક વાળ નીકળ્યો અને તે વાળ ખુંચવાથી તેની ચીસ નીકળી ગઈ હતી. રાજા આ જોઈ ખુબ જ આશ્વર્ય પામ્યા. અને રાજા મુંજવણમાં પડ્યો કે સૌથી વધારે સંવેદનશીલ કોણ ગણાય. કારણ કે, સૌથી સંવેદનશીલ ભાઈને પુરસ્કાર આપવા માંગતો હતો.

વેતાળે વાર્તા અટકાવી રાજાને પ્રશ્ન પૂછ્યો કે, “બોલ રાજા વિક્રમાદિત્ય તારા મત મુજબ કોણ સૌથી વધારે સંવેદનશીલ ગણાય. અને રાજાએ તે પુરસ્કાર કોને આપ્યો હશે ?

Image Source :

રાજાએ જવાબ આપ્યો કે, “સૌથી વધારે સંવેદનશીલ નાનો ભાઈ ગણાય માન્યું કે પેલા બે ભાઈઓની સંવેદનશીલતા નજર અંદાજ કરી શકાય પરંતુ તે બંનેની સંવેદનશીલતા રાજાએ માત્ર સાંભળી જ હતી જયારે નાના ભાઈની  સંવેદના તેણે આંખે જોયેલી હતી માટે સૌથી વધારે સંવેદનશીલ તે ગણાય.”

વેતાળે જણાવ્યું. “વાહ રાજા ખુબ જ સરસ ન્યાય કર્યો. તે રાજાએ પણ તેમ જ કર્યું. નાના ભાઈને સંવેદનશીલતાનો પુરસ્કાર આપ્યો. ત્યારે બાકીના બંને ભાઈઓ દુઃખી થઇ બોલી ઉઠયા કે તેમણે કાચબો ઉપાડવો પડશે પરંતુ રાજાએ તે તેના ગામ પહોંચાડવા પોતાના સિપાહીઓને મોકલ્યા.”

આમ ત્રણેય ભાઈ પુરસ્કાર સાથે કાચબો લઇ જવામાં સફળ થયા. પરંતુ શરત મુજબ રાજાના બોલ્યા બાદ દરેક વખતની જેમ વેતાળ ફરી પોતાની જગ્યાએ જઈ ઝાડ પર લટકી ગયો.  Image Source : 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

 

Leave a Comment