યોગથી દુર કરો થાયરોઈડ નામના રોગને….
યોગ દ્વારા થાયઈરોડ દુર કરવાની વાત અમે એટલા માટે લાવ્યા છીએ કારણ કે, આજકાલની જીવનશૈલીમાં થાયઈરોડનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. Image Source :
પરંતુ થાયઈરોડ માટે એવો ઉપચાર છે કે, જેના દ્વારા પ્રાકૃતિક રૂપે થાયઈરોડની સમસ્યામાં મદદ મળે છે.અને તેની સામે રક્ષણ સાથે તેને મટાડવામાં પણ મદદ રૂપ થાય છે. આ લેખમાં અમે એવા યોગાસનો લાવ્યા છીએ, જેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી થાયઈરોડ રોગને દુર કરી શકાય છે. Image Source :
૧] સર્વાંગાસન
આ આસન આપણા શરીર માટે દરેક અંગનો વ્યાયામ થાય છે. માટે જ આ આસનને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોડ માટે આ આસન ખુબ જ લાભદાયી છે. કારણ કે, આ આસનની અલગ અલગ મુદ્રાઓ દરમિયાન પડતા દબાવથી થાયરોડ ગ્રંથીઓ કાર્ય કરવામાં મદદ કરે છે. મગજમાં રહેલ ગ્રંથીઓ ઠીક કરવામાં મદદ કરે છે. જેમ કે, pituitary gland અને pineal gland વગેરે ગ્રંથીઓ કે જેના પ્રભાવથી થાયરોડ ગ્રંથીઓ પર નિયંત્રણ પડે છે. આ ખાસિયતોને કારણે સર્વાંગાસન થાયઈરોડ માટે મહત્વનું ગણાય છે. Image Source :
સર્વાંગાસન કરવાની :
> સવાસનની સ્થિતિ લો.
> બંને પગ સાથે તેમજ સીધા રાખો.
> બંને હાથની હથેળી જમીન તરફ અને હાથને સીધા રાખો.
> કોણી શરીરને અડેલી રાખો.
> બંને પગને ઢીંચણથી વાળ્યા વગર એકદમ સીધા ઉપરની તરફ ૯૦’ ઉપર લઇ જાવ.
> ધીમેથી હાથની હથેળી જમીન તરફ દબાવી કમરનો ભાગ ઉપર કરો અને હાથ વડે કમરને પકડી શરીરને વધારે ઉપર લઇ જાવ. Image Source :
> હાથનો ટેકો આપી શરીરને ઉપરની તરફ સ્થિર કરો.
> પગના પંજાને ઉપર સીધા રાખો. તેમજ દાઢીને છાતી સાથે અડાડવાનો પ્રયત્ન કરો.
> જયારે દાઢી અને છાતી અડી જશે ત્યારે બધું જ વજન ખભા પર આવી જશે.
> થોડી વાર ક્ષમતા મુજબ રોકાઇને પાછા ફરતી વખતે સૌથી પહેલા પગને માથા પાછળ ઝુકાવો અને હાથને સીધા કરો. હાથની મદદથી ધીમે ધીમે શરીરને નીચે લાવો.
> આ આસન ખુબ જ ધીમે ધીમે કરવું.
૨] જનુંશીરાસન:
આ આસન પણ થાઇરોડના પીડિતો માટે ખબ જ ફાયદો કરે છે. આ આસાનથી આપણા શરીરમાં અલગ જ સ્ફૂર્તિ મળે છે. Image Source :
યોગ કરવાની રીત :
> પગને લાંબા કરી બેસો.
> ડાબા પગને ઢીંચણથી વાળી તેની એડી બંને પગ વચ્ચેના જોડાણ પાસે લાવો.
> બંને હાથને ઉપર કરો.
> આપણા શરીરને ઉપરની તરફ ખેંચો.
> કમરથી ઝૂકીને ડાબા પગના પંજાને બંને હાથ વડે પકડો.
> કપાળ ઢીંચણને અડાડો અને બંને હાથથી કોણીઓ જમીનને અડી જશે.
> તે જ રીતે બીજા પગ વડે આસન કરો.
૩] મત્સ્યાસન :
મત્સ્યાસનથી આપણા શરીરમાં અલગ જ પ્રકારનું શારીરિક તાણ ઉભું થાય છે. જેનાથી આપણને ચરબી તોડવામાં મદદ કરે છે. અને થાયઈરોડમાં રાહત આપે છે. અને ચરબી પણ ઓછી કરે છે. Image Source :
યોગ કરવાની રીત :
> પગને લાંબા કરી બેસો.
> ડાબા પગને નિતંબ સાથે નીચે લાવો, જમણા પગને અને નિતંબને નીચે લાવો.
> આ સ્થિતિને વજ્રાસન કહેવાય છે.
> કમરથી ટટાર બેસો, ગરદન સીધી રાખો.
> પાછળ ઝુકી બંને કોણીઓને નીચે મુકો.
> માથું પાછળ જુકાવી દો, કોણીને ધીમે ધીમે ઢીંચણ તરફ સરકાવતા જાઓ.
> બંને હાથ વડે છાતી પર નમસ્કારની મુદ્રા કરો અથવા બંને હાથની હથેળી સાથળ પર મુકો.
> અનુકુળતા પ્રમાણે રોકાયા બાદ પાછા ફરતી વખતે બંને કોણી જમીન પર મુકીને મસ્તક તરફ સરકાવો.
> બંને હાથને સીધા કરો અને વજ્રાસનમાં આવો.
> વજ્રાસન ખોલી પગને લંબાવી દો.
૪] હલાસન :
આ આસનમાં આપણા શરીરના મોટા પ્રમાણમાં રહેલા ફેટનું પ્રમાણ ખુબ જ સરળતાથી ઓગાળી નાખે છે અને તે આપણને પાતળા અને મજબુત બનાવામાં મદદ કરે છે. Image Source :
યોગની રીત :
> જમીન પર સીધા સુઈ જાવ. બંને પગ સાથે રાખો. તેમજ બંને હાથની હથેળીઓ જમીન તરફ લઇ રાખો.
> ધીમે ધીમે બંને પગને ઉપરની તરફ લઇ જાઓ. આવું કરતી વખતે શ્વાસને અંદર લો.
> બંને પગને માથાની પાછળ લગાવવાનો પ્રયત્ન કરો.
> પીઠા અને કમરને પાછળની તરફ વાળવા માટે હાથનો સહારો લો.
> અંતે ક્ષમતા અનુસાર ધીમે ધીમે બંને પગને વાળો અને જોર લગાવવું.
> ઢીંચણ વળે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું.
૫] વિપરીતકરણાસન :
આ આસન આપણા શરીરની બધી જ મહત્વની નસોને અસર કરતુ આસન છે તેનાથી આપણા શરીરની શુદ્ધિ થાય છે. અને થાયઈરોડ માટે આ ખુબ જ સારો ઉપાય છે.
યોગની કરવાની રીત :
> સવાસનમાં સુઈ જાવ. બંને પગને જોડી દો.
> હાથની હથેળી જમીન તરફ કરો. કોણીઓ શરીરને અડેલી રહેશે.
> શ્વાસ લઈને બંને પગને ઢીંચણથી વળ્યા વગર ઉપર કરો.
> હાથ પર વજન આપી કમરને ઉચી કરો.
> બંને હાથ વડે નિતંબને ટેકો આપો.
> પગને સીધા ઉપર કરો. Image Source :
> માથું જમીન પર રાખો.
> ખભાનો ભાગ ૪૫’ ને ખૂણે રહેશે. સામાન્ય શ્વાસ રાખો.
> આ આસનમાં ઓછામાં ઓછું એક મિનીટ રોકાવું.
> અભ્યાસ વધારી ૧૫ મિનીટ પણ રોકાઈ શકો છો.
> બળજબરી પૂર્વક રોકાવું નહિ.
> બાર વર્ષથી નીચેના બાળકોએ આ આસન કરવું નહિ.
આ પાંચ આસન કરો અને મેળવો કયામિક માટે થાયઈરોડ રોગથી મુક્તિ મળી શકે છે. અને જો નિયમ અનુસાર જો રોજ કરવામાં આવે તો થાયઈરોડ સિવાયના અન્ય બીજા રોગોમાં પણ ખુબ જ ફાયદા કારક છે. અને આ આસનોથી આપણા શરીરનું બ્લડપ્રેશર પણ ધીમે ધીમે કંટ્રોલમાં આવી શકે છે.
તો કરો આ પાંચ આસનો અને મેળવો સદા માટે થાયઈરોડથી છુટકારો.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google