વિક્રમ-વૈતાળ (વાર્તા- 6)… કન્યાનો વર કોણ ? વિદ્વાન, શિલ્પી કે વીર…. જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

કન્યાનો વર કોણ ? ભાગ  – 6

રાજા વિક્રમ ફરી પાછા વેતાળને તેના સ્થાન પર થી ઉઠાવીને પોતાના  ખંભા પર બેસાડે છે. અને વેતાળ પાછી નવી વાર્તાની શરૂવાત કરે છે.

  Image Source : 

વાત છે રાજા વિક્રમાંદીત્યના રાજ્ય ઉજ્જૈન નગરીની. પરતું તે સમયે તેનો રાજા વિક્રમાદિત્ય ન હતો. રાજ્યમાં રાક્ષસોનો ખુબ જ ત્રાસ હતો. લોકો તે રાક્ષસોથી ભયભીત રહેતા.

પરંતુ વાત છે રાજાના વિશ્વાસ પાત્ર દૂત અને હરીસ્વામીની. હરીસ્વમીનીને બે સંતાન હતા એક પુત્ર અને એક પુત્રી. તેની કન્યા ખુબ જ ગુણવાન અને કલામાં પારંગત હતી. તે ચિત્ર, સંગીત, નૃત્ય જેવી કલાઓનું જ્ઞાન ધરાવતી હતી.

એક વાર સ્વામિ હરિદાસની સુંદર કન્યા પોતાના ઘરમાં નૃત્યનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે એક રાક્ષસ તેના પર મોહિત થઇ તેને જોતો રહ્યો.

Image Source :

ત્યાં હરિદાસના પુત્ર એટલે કે, કન્યાના ભાઈએ તેના માતા પિતાના જણાવ્યું કે મારા અભ્યાસના સમયે નૃત્ય ચાલુ કરી. મને ખલેલ પહોંચાડે છે. આમ તેઓ મીઠો ઝગડો કરતા હતા. ત્યાં તે કન્યા એટલે કે સોમપ્રભાના પિતાએ એક ચિંતા વ્યક્ત કરી કે તું આટલી ગુણવાન અને કલાની જાણકાર છે. હવે તારા માટે સુયોગ્ય વર કઈ રીતે શોધવો. ત્યારે હરિદાસ સ્વામીએ સોમપ્રભાને પોતાની પસંદ જણાવવા કહ્યું ત્યારે પહેલા તો કન્યાએ તેવો જવાબ આપ્યો કે જે તેના પિતાને ગમશે તે તેને ગમશે. પરંતુ પિતાના બીજી વાર પૂછવાથી સોમપ્રભાએ  પોતાની પસંદ જણાવતા કહ્યું કે મારે એવો વર જોઈએ જે ,વીર હોય, વિદ્વાન હોય, અથવા તો વૈજ્ઞાનિક જેવો હોય. પરતું ત્યાં ત્યાં બારીએ રાક્ષસ બધું સંભાળતો હતો તેણે કહ્યું, સોમપ્રભાને તો હું જ લઇ જઈશ. અને આટલું કહી રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો. ઘરના દરેક સભ્ય રાક્ષસથી ભયભીત થઇ ગયા. સોમપ્રભાનો ભાઈ ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો કે આ રાક્ષસને સવા શેર ક્યારે મળશે અને તેનો વિનાશ કરશે.

Image Source :

હરીદાસસ્વામી તે રાજ્યના દૂત હતા. માટે તેમને કોઈને કામ માટે બીજા રાજ્યમાં જવાનું હોય. તો આવી જ રીતે એક સવારે હરીદાસસ્વામી અગત્યના રાજાની મુલાકાતે જતા હતા કે રસ્તામાં ચોર લુટારાઓએ તેમના પર હુમલો કર્યો. એક વીર આ ઘટના જોઈ રહ્યો હતો. તેણે હરિદાસને મુસીબતમાંથી બચાવ્યા અને તેની શક્તિનું પ્રદર્શન કર્યું.

સ્વામી હરિદાસ તેની બહાદુરીથી અત્યંત પ્રસન્ન થયા અને તેનું નામ પૂછ્યું. તે વીરનું નામ હતું વીરસીંગ. હરિદાસજીએ વિચાર્યું કે આ વીર મારી કન્યા માટે યોગ્ય પાત્ર  છે. માટે તેણે વીરસીંગ સામે એક પ્રસ્તાવ મુક્યો. તેની કન્યા સુંદર, ગુણવાન અને અનેક કલાઓની જાણકાર છે, માટે વીરસીંગ અને સોમપ્રભાની જોડી એકદમ યોગ્ય લાગશે. વીરસીંગે તે પ્રસ્તાવ સ્વીકાર્યો અને વિવાહનો દિવસ પણ નક્કી કરી લીધો.

Image Source :

બીજી બાજુ ઘરે એક વિદ્વાને બારણું ખટખટાવ્યું. કન્યાના માતા બહાર આવ્યા અને તેના આવવાનું કારણ પૂછ્યું. કવિએ કહ્યું કે, તેણે સોમપ્રભા ઉપર એક કવિતા લખી છે. તે કવિતા તેને આપવા આવ્યો છું. આગળ જણાવતા કહ્યું કે તેને મંદિરમાં પહેલી જ વાર સોમપ્રભાને જોઈ અને તે તેને એટલી ગમી ગઈ કે તેના ઉપર કવિતા લખ્યા વગર ના રહી શક્યો. ત્યારે કન્યાની માતાએ તેના પિતા વિષે પૂછ્યું. તેના પિતા પંડિત હતા. માતા વિદ્વાન કવિના પિતાને જાણતી હતી તેથી તેણે તેના પિતા પાસે પોતાની કન્યાના લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને વિવાહની તિથી પણ નક્કી થઇ ગઈ.

Image Source:

ત્રીજી બાજુ સોમપ્રભાના ભાઈની મુલાકાત એક શિલ્પી સાથે થઇ તેણે તે શિલ્પીનું વિચિત્ર વાહન જોઇને તેને તેના વાહન વિષે પૂછ્યું ત્યારે શિલ્પીએ તેને તે વાહનમાં બેસાડ્યો અને વિમાનની જેમ આકાશમાં સેર કરાવી. તે વિમાન તે શિલ્પીએ પોતે જ બનાવ્યું તે જાણીને કન્યાના ભાઈને થયું આ શિલ્પી જ તેની બહેન માટે યોગ્ય વાર છે. અને શિલ્પી પોતાની બહેન વિષે જણાવતા તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. શિલ્પીએ તે સ્વીકાર કર્યો અને તેમણે પણ વિવાહની તિથી નક્કી કરી અક્ષય તિથી આ એજ તિથી છે જે દિવસની તિથી કન્યાના પિતાએ વીરસીંગ સાથે નક્કી કરી અને માતાએ કવિ સાથે નક્કી કરી.

હરિદાસસ્વામી, તેનો પુત્ર અને સ્વામીજીની પત્ની ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા કે, કન્યાના લગ્ન વિદ્વાન સાથે થશે, કોઈક કહે કે વીરસીંગ સાથે, કોઈક કહે કે શિલ્પી સાથે થવા જોઈએ. આ ત્રણેય જણા પોતે આપેલ વચનમાં અડગ હતા. હવે બધું ભગવાન ભરોસે હતું.

Image Source:

તેટલામાં અક્ષયતિથિ નજીક આવી કન્યાની ઘરે લગ્નની તૈયારીઓ થવા લાગી તે તિથિના દિવસે ત્રણ જાન કન્યાના ઘર તરફ સોમપ્રભા સાથે લગ્ન કરવા આવી રહી હતી. ત્રણેય જણા કન્યાના ઘરે પહોંચ્યા અને દલીલો કરવા લાગ્યા કે સોમપ્રભા સાથે હું લગ્ન કરીશ એવી.

ત્યાં કોઈ ચોથી વ્યક્તિ  કે જેને સોનપ્રભા ઘણા દિવસોથી ખુબ જ ગમતી હતી પરંતુ તે તકની રાહ જોઇને બેઠો હતો તે રાક્ષસ આવી પહોંચ્યો અને સોમપ્રભા મારી છે એવું કરી તેને  ઉપાડીને લઇ ગયો ત્રણેય પરણવા આવેલા યુવાનોએ વિચાર્યું કે સોમપ્રભાને આપણે બચાવવી જોઈએ.

Image Source :

વીરસીંગે કહ્યું કે, રાક્ષસને હું મારીશ અને સોમપ્રભાને બચાવીશ, શિલ્પીએ કહ્યું મારા વિમાનમાં બેસીને તે રાક્ષસને શોધીએ, અને વિદ્વાન એ જણાવ્યું કે હું જાણું છું તે રાક્ષસો કોઈ દિશામાં રહે છે હું રસ્તો બતાવીશ.

આમ ત્રણેય યુવાનો નીકળી પડ્યા કે, શિલ્પીના વિમાનમાં કવિએ બતાવેલા દક્ષીણ દિશા તરફ જવા નીકળ્યા અને રાક્ષસને શોધવા લાગ્યા. આગળ જતા તેમને રાક્ષસ દેખાયો તે સોમપ્રભાને પોતાની સાથે જબરદસ્તી લઇ જતો હતો. વીરસીંગે  વીરતા પૂર્વક પોતાના તીરથી રાક્ષસને માર્યો. અને ત્રણેય યુવાન કન્યાને બચાવી તેના ઘરે પાછી લાવ્યા.

Image Source :

ફરી પાછા ત્રણેય યુવાનોએ દલીલ ચાલુ કરી કે સોમપ્રભા સાથે હું લગ્ન કરીશ. ત્યારે હરિદાસસ્વામીજીએ જણાવ્યું કે આ નિર્ણય સોમપ્રભા જ લેશે. ત્રણેય યુવાનો પણ તે વાતથી સહમત થયા. અને કન્યાના હાથમાં હાર આપી પોતાની પસંદના યુવકને વરમાળા પહેરાવવા કહ્યું. હવે કન્યા પણ વિચારમાં હતી કે તે કોને વરમાળા પહેરાવે પરંતુ તેણે ત્રણમાંથી કોઈ એક યુવાન પાસે જઈ તેને વરમાળા પહેરાવે પરંતુ તેણે ત્રણમાંથી કોઈ એક યુવાન પાસે જઈ તેને વરમાળા પહેરાવી તેની સાથે લગ્ન કર્યા.

આમ, વેતાળે અહીં વાર્તા પૂરી કરી રાજા વિક્રમને કહ્યું કે, “તું તો માણસના મનની વાત જાણવામાં જ્ઞાની છો તેની મનોદશાનો સારો એવો જાણકાર છો માટે તું સોમપ્રભાની દ્રષ્ટિથી વિચાર કે કોણ તેનો વર હશે ? કન્યા કોને વરમાળા પહેરાવશે.”

Image Source : 

પછી ન્યાયની વાત આવતા રાજા વિક્રમાદિત્યએ જવાબ આપતા કહ્યું, “તે યુવાનો ત્રણેય ગુણવાન હતા. એક વિદ્વાન, એક શિલ્પી તો એક વીર. પરંતુ કન્યાનો સાચો પતિ તો તેજ કહેવાય જે તેની રક્ષા કરી શકે કારણકે કોઈ પણ વિશેષ કળા કરતા પ્રાણની રક્ષા કરનાર વધુ વંદનીય છે….માટે કન્યાએ વરમાળા વીર, બળવાન વીરસીંગના ગળામાં પહેરાવી તેને પોતાનો પતિ  બનાવ્યો હશે કારણ કે, વીરસીંગે રાક્ષસ સામે લડીને તે કન્યાના પ્રાણ બચાવ્યા તેથી…..

જવાબ સાંભળીને વેતાળ રાજા વિક્રમાંદીત્યના વખાણ કર્યા  અને શરત મુજબ પાછો પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. ફરી આવી કથા લઈને મળીશું.      

Leave a Comment