ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભારતમાં દરેક તહેવારનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. તેમજ આપણા ગુજરાતમાં પણ અમુક તહેવારોનું અનેરું મહત્વ હોય છે. તેમાં પણ નવરાત્રીના શુભ અવસર પર ગુજરાતની અસલી રંગત સામે આવે છે. આ તહેવારને લઈને યુવાનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે અને આ તહેવારની લોકો ખુબ જ ઉત્સાહભેર રાહ જોતા હોય છે. પરંતુ હાલ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં નહિ આવે.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે જે મહામારી ચાલી રહી છે તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે નિર્ણય અનુસાર, રાજ્યમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં નહિ આવે. શારદીય નવરાત્રી આવતી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી રહેશે. પરંતુ આ દરમિયાન મોટા મોટા બધા જ રાસગરબાના આયોજનો બંધ રહેશે તેવો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ખરેખર કોરોના વાયરસની મહામારીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સવા લાખ કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેવામાં મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સે પણ સરકારને પાત્ર લખીને ગુજરાતમાં નવરાત્રી ન કરવા માટે આગ્રહ કર્યો હતો. ડોક્ટર્સને એવો ડર છે કે, નવરાત્રીના આયોજનથી રાજ્યમાં કોરોના વિસ્ફોટ પણ થઈ શકે છે.સરકાર તરફથી જારી કરવામાં આવેલ ફેસલામાં ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન નહિ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણા રાજ્યમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે, ત્યાર બાદ તેનું મહત્વ પણ ખુબ જ વધી ગયું છે.

સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મોટા ગરબા આયોજકોએ પણ આ વર્ષે નવરાત્રી કરવા નાં કહી દીધી છે. નાની સોસાયટી અથવા ફ્લેટમાં જ લોકો માતા દુર્ગાની પૂજાનું આયોજન કરી શકશો. જો કે આ દરમિયાન લોકોને મોં પર માસ્ક લગાવવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવાનું રહેશે. એટલા માટે મોટા આયોજનો આ વર્ષે સદંતર બંધ રહેશે.

1 thought on “ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.”

Leave a Comment