સવારે ગોળ સાથે 1 મુઠ્ઠી આ દાણાનું સેવન મહિલાઓ માટે છે વરદાનસમાન…. યૌન અને પાચનશક્તિ વધારી વજન અને હાર્ટએટેકને કાયમી રાખશે ફૂર…

ગોળ અને ચણા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ મહિલાઓ ઘરે અને ઓફિસના કામમાં વ્યસ્ત રહીને પોતાની નાની મોટી તકલીફને નજરઅંદાજ કરે છે, જે ક્યારે મોટી બીમારી થઈ જાય છે તેને પોતાને જ ખબર પડતી નથી. દુનિયાભરમાં 800 મિલિયન મહિલાઓ છે જે એનીમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યાથી ઝઝૂમી રહી છે. ભારતમાં 52 ટકા મહિલાઓ એનેમિક છે, બજારમાં આસાનીથી મળતા ગોળ અને ચણા મહિલાઓની લોહીની ઉણપને દુર કરે છે, અને ચણા ઘણી બધી રીતે ફાયદાકારક છે. અને તે વિશે રાષ્ટ્રીય સમાજ અને ધર્મ અર્થ સેવા સંસ્થાના એક આયુર્વેદાચાર્યએ જાણકારી આપી છે. તો ચાલો જાણીએ ગોળ અને ચણા ખાવાથી મહિલાઓને શું ફાયદા થાય છે.

1 ) આયર્નનો ભરપૂર સ્ત્રોત : ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે મહિલાઓની લોહીની ઉણપને દુર કરે છે. કાળા ચણા જો રાત્રે પલાળીને સવારમાં તેનું સેવન કરવામાં આવે તો ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. ત્યાર બાદ તમારે આયર્નની ગોળી ખાવાની જરૂર પડશે નહીં, ગોળ અને ચણા બંનેનું એકસાથે સેવન કરી શકાય છે. એક મુઠી ચણાનું દરરોજ સેવન કરવું જોઈએ.

2 ) વજન ઓછું કરે : ચણામાં શરીરની ચરબી ઓછી કરવાના ગુણ હોય છે, જેનાથી વજન ઓછું થાય છે. તે સિવાય તેમાં આયર્ન વિટામિન બી જેવા પોષક તત્વો જોવા મળે છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

3 ) યુટીઆઈ ઇન્ફેકશનથી છુટકારો : મહિલાઓમાં લગભગ યુટીઆઈ ઇન્ફેકશનની તકલીફ રહે છે. અને ચણાનું સેવન કરવાથી આ તકલીફને દૂર રહી શકાય છે. આયુર્વેદાચાર્ય અનુસાર ચણામાં સંક્રમણ અને ગંદુ પાણી સુકવવાની ક્ષમતા હોય છે, જેનાથી મહિલાઓમાં આ સંક્રમણને રોકી શકાય છે.

4 ) પાચનતંત્રમાં મદદરૂપ : ઘરમાં રહેવાના કારણે મહિલાઓની ફિઝિકલ ઍક્ટિવિટી ખુબ જ ઓછી થઈ જાય છે, જેનાથી તેમના શરીરનું વજન તો વધે જ છે પરંતુ તેની સાથે સાથે પાચન પણ બગડતું જાય છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શેકેલા ચણામાં ડુંગળી લસણ અને થોડું મીઠું નાખીને ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. ત્યારબાદ ગોળ પણ ખાવામાં આવે છે, તે સિવાય ચણા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.

5 ) માસિક સ્વાસ્થ્યનો સુધારો કરે : ગોળ અને ચણા મહિલાઓના માસિક ધર્મ માટે પણ ખુબ જ સહાયક થાય છે. મહિલાઓની પિરિયડ્સની સાયકલને તે યોગ્ય રાખે છે. એસ્ટ્રોજનને યોગ્ય રાખે છે, માસિક ધર્મ દરમિયાન ઘણા બધા હોર્મોન્સ લોહીની સાથે વહી જાય છે, ગોળ અને ચણા તેને બનાવવા માટે સહાય કરે છે. 4 થી 6 મહિના ગોળ અને ચણાનું સેવન કરવાથી તે મહિલાઓને ખુબ જ ફાયદો મળે છે.

6 ) યૌન હોર્મોનમાં સુધારો : મહિલાઓમાં યૌન હોર્મોનને પણ યોગ્ય કરે છે, મહિલાઓમાં ચીડિયાપણાને પણ ઓછું કરે છે, ગોળ અને ચણા ખાવાથી શરીરને ઊર્જા મળે છે. જેના કારણે મહિલાઓને તકલીફ પડતી નથી.
7 ) લીવરને સ્વસ્થ રાખે : લીવરના દર્દીઓએ પંદર દિવસ સુધી 12 ચણાના દાણા ખાવાથી ખુબ જ જલ્દી રીકવરી આવે છે, અને તે ચણા શેકેલા હોવા જોઈએ.
8 ) આંખની રોશની વધારે : રાત્રે ચણા પલાળી અને સવારે તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે.

9 ) બાળકો માટે ફાયદાકારક : નાના બાળકોની લંબાઈ કુપોષણના કારણે વધી શકતી નથી અને પેટમાં કીડા પડી જાય છે, જેનાથી કોઈ પણ ભોજન તેમને ફાયદો પહોંચાડી શકતું નથી, પરંતુ ચણા ખાવાથી નાના બાળકોનું પાચન યોગ્ય રહે છે અને ગોળ સપોર્ટમાં હોય છે.
10 ) હાર્ટએટેકમાં સહાયકારક : ગોળ અને ચણાનું સેવન કરવાથી હૃદયની બીમારીઓમાં રાહત મળે છે, ગોળ અને ચણામાં પોટેશિયમ જોવા મળે છે જે હૃદયના જોખમને ઓછું કરે છે.
11 ) છાલવાળા ચણાનું સેવન કરો : લગભગ લોકો ચણાની છાલ કાઢી નાખે છે પરંતુ છાલ ઉતારવાથી ચણાના પોષક તત્વો અડધા થઈ જાય છે, ચણાના છાલમાં જોવા મળે છે. જે સ્વાસ્થ્યને માટે ખુબ જ સારું છે.

ગોળ અને ચણાનું સેવન કરવાથી આ 11 ફાયદા સિવાય પણ ઘણા બધા ફાયદા છે, અને આ તમામ તકલીફથી પોતાને બચાવવા માટે મહિલાઓ દિવસ દરમિયાન ગોળ અને ચણાનું સેવન કરી શકે છે અને પોતાને સ્વસ્થ રાખી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment