આ મહિલા સાથે જે થયું એ જાણી તમે દંગ રહી જશો | હતો સામાન્ય માથાનો દુઃખાવો | પણ પાછળથી ખબર પાડી આ વાત

આ વસ્તુ ખાવાથી થાય છે આપણા શરીરમાં આવા જીવોનો પ્રવેશ…. જાણો શું છે તે ખોરાક…..

મિત્રો આજકાલ માથાનો દુઃખાવો થવો એક સામાન્ય વાત થઇ ગઈ છે. પરંતુ હદથી વધારે જો માથાનો દુખાવો સતત થવા લાગે તો તેની પાછળ કોઈ મોટું કારણ પણ હોય શકે છે. મિત્રો સામાન્ય ડોક્ટર તેનું કારણ પણ નથી શોધી શકતા કે તમને કંઈ રીતે આટલો ભયંકર માથાનો દુઃખાવો થાય છે. આજે અમે એક એવા ભયંકર દુઃખાવાનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી દરેક લોકોએ બચીને રહેવું જોઈએ. જેનું કારણ છે બોવ જ સામાન્ય વસ્તુ અને તે ભૂલ આજે બધા જ લોકો કરતા હોય છે.

આજે અમે એક સત્ય ઘટના જણાવશું જેમાં એક મહિલાને સતત થતો હતો ભયંકર માથાના દુઃખાવા વિશે. પરંતુ તેના માથાના દુઃખાવોનું કારણ, તેનું પરિણામ અને તેનો ઈલાજ જાણીને તમે દંગ રહી જશો. જે આજે દરેક લોકો ભૂલ કરે છે અને તેમને પણ આ બીમારી થવાની શક્યતા બની શકે છે. માટે આ લેખ અંત સુધી વાંચો.

આ વાત છે ટેક્સસની રહેવાસી એક મહિલાની કે જેનું નામ યેડીરા રોસ્ટ્રો છે. મિત્રો આ મહિલા માતા પણ હતી અને તે ખુબ જ મહેનતી પણ હતી. હર સમયે કંઈકને કંઈક કામ કરતી જ રહેતી હતી. પરંતુ વર્ષ 2015 ની વાત છે જ્યારે તેને વારંવાર માથાના ભયંકર દુઃખાવો થવાની સમસ્યા થવા લાગી. પહેલા તો તે મહિલાને આ સમસ્યા એક સામાન્ય માથાનો દુઃખાવો કે માઈગ્રેન જેવી સમસ્યા લાગી. ત્યાર બાદ તેને માથાનો દુઃખાવો એટલો ભયંકર થવા લાગ્યો કે તેની અસર તેની આંખોમાં પણ દેખાવા લાગી તેને આંખેથી ધૂંધળું દેખાવા લાગ્યું.

સમસ્યા એટલી ગંભીર થતા તે ડોક્ટર પાસે ગઈ અને ડોકટરે તેનો સીટી સ્કેન કર્યો તો તેમાં જાણવા મળ્યું કે કોઈ એક એવી વસ્તુ તેના મગજમાં છે જે મગજમાં સ્પાઈનલ ફ્યુલને જતા અટકાવે છે. પરંતુ તે વસ્તુ છે શું તે ડોક્ટરોને પણ સમજાતું ન હતું. ડોક્ટરો ટ્યુમર હોવાનું અનુમાન લગાવતા હતા. ત્યાર બાદ ડોક્ટરે મહિલાનો MIR સ્કેન કર્યું. જેમાં એક ખુબ જ ચોંકાવનારી વાત સામે આવી. તેના મગજમાં કંઈક ગોળ વસ્તુઓ ફસાયેલી  હતી અને તે ગોળ આકારની વસ્તુ હતી. તે વસ્તુ હતી ટેપવોર્મના ઈંડા. એક વર્ષથી તે મહિલા જે માથાના ભયંકર દુઃખાવોથી પીડિત હતી તેનું કારણ હતું તેના મગજમાં રહેલા ટેપવોર્મના ઈંડા.

ત્યાર બાદ તે ટેપવોર્મના ઈંડા કાઢવા માટે મગજના સ્પેશીયલ સંજર્નને બોલાવવામાં આવ્યા અને તેની સર્જરી કરવાનું નક્કી કર્યું. આધુનિક મશીન અને ટેકનીક દ્વારા તેના મગજમાંથી 8 ટેપવોર્મના ઈંડા નીકળ્યા. મિત્રો તેનાથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે તે ઈંડા ટૂંક સમયમાં ટેપવોર્મને જન્મ પણ આપવાના હતા. પરંતુ સમય રહેતા મહિલાની સર્જરી કરવામાં આવી અને તે મહિલા બચી ગઈ. નહિ તો પોતાનો જીવ પણ ગુમાવી બેસી હોત.

મિત્રો સવાલ એ છે કે કંઈ રીતે તે મહિલાના મગજમાં ટેપવોર્મના ઈંડા પહોંચ્યા તો તમને જણાવી દઈએ કે સર્જરીના બે વર્ષ પહેલા તે મહિલા તેના પરિવાર સાથે મેક્સિકો ગઈ હતી. ત્યારે તેણે ત્યાં ખાવામાં સાવધાની ન રાખી. જેના કારણે પરોપજીવી તેના શરીરમાં પ્રવેશી ગયું અને કમનસીબે તેના મગજ સુધી પહોંચી ગયું.

મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે કાચુ માંસ કે અડધું કાચું માંસ કોઈ ખાય તો તેના શરીરમાં તેમાં રહેલા લારવા કે કોઈ પરોપજીવી પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ શાકભાજી કે ફળને બરાબર ધોઈને ન ખાવામાં આવે અને તેને સાફ કરીને તેને વ્યવસ્થિત પકાવવામાં ન આવે અને બેદરકારી રાખવામાં આવે ત્યારે પણ આ સમસ્યા થઇ શકે છે. WHO એ જણાવ્યું છે કે આ સમસ્યાની અસર ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે.

ઘણા લોકોને આ વાત નથી માનતા, પરંતુ આ સત્ય છે અને આવું બની શકે છે. એટલું જ નહિ, દર વર્ષે અમેરિકામાં 1000 લોકો તેના શરીરમાં પરોપજીવી શરીરમાં જવાથી મૃત્યુ પામે છે. મિત્રો આ પરોપજીવી શરીરની અંદર જતા ઘણી વાર લોકો બચી જાય છે. પરંતુ કમનસીબે તે પરોપજીવી કે તેના ઈંડા મગજ જેવા ભાગોમાં પહોંચે છે ત્યારે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય જાય છે. જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેનો ઈલાજ એટલો મોંઘો હોય છે કે ભાગ્યે જ કોઈ કરાવી શકે છે. એક પરોપજીવી શરીરમાંથી બહાર કાઢવાનો ખર્ચો 26 લાખની આસપાસ હોય છે. જે આપણા ભારતમાં સામાન્ય વ્યક્તિ ક્યારેય પણ પૈસા ન ખર્ચી શકે.

તેથી મિત્રો આપણે શાકભાજી, ફળ વગેરેની સફાઈ અને પકાવવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત નોનવેજનું સેવન કરતી વખતે તો ખાસ ધ્યાન રાખવું અને જ્યારે પણ તમે દેશની બહાર જાવ તો ખોરાક પ્રત્યે ખુબ જ સાવધાની રાખવી જોઈએ. તો મિત્રો નોનવેજ આપણા શરીર માટે નુકશાનકારક તો છે જ. પરંતુ જો કાચું અથવા અડધું કાચું ખાવામાં આવે તો તે આપણા માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી નોનવેજ ન ખાવું જોઈએ.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

1 thought on “આ મહિલા સાથે જે થયું એ જાણી તમે દંગ રહી જશો | હતો સામાન્ય માથાનો દુઃખાવો | પણ પાછળથી ખબર પાડી આ વાત”

Leave a Comment