જાણો જાપાનના આ કામ…. જે આપણે ત્યાંથી છે બિલકુલ ઉંધા…જાણીને નવાઈ લાગશે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

જાણો જાપાનના આ કામ…. જે આપણે ત્યાંથી છે બિલકુલ ઉંધા….

જાપાનમાં એવી ઘણી વસ્તુઓ થાય છે જે લગભગ આખી દુનિયામાં ક્યાય પણ નથી થતી. આજે અમે તમને જાપાન સાથે જોડાયેલા જ એવા ફેક્ટસ જણાવશું જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો. કે આવું પણ કોઈ જગ્યાએ હોઈ શકે ખરું ? તો જાણવા માટે વાંચો આ લેખને.ચાલુ ઓફિસે સુવું નથી માનવામાં આવતું ખરાબ. આપણે સામાન્ય રીતે જોઈએ તો ચાલુ ઓફિસમાં સુવું તે એક ખુબ જ ખરાબ કામ માનવામાં આવે છે. પરંતુ જાપાનમાં તેનાથી બિલકુલ વિરુદ્ધ છે. કહેવામાં આવે છે કે ઓફિસમાં કોઈ સ્ટાફ ચાલુ ઓફિસે સુવા લાગે તો એવું માનવામાં આવે છે કે તેના પર ખુબ જ કામનો ભાર છે. ઓફીસના બોસની સામે તેની છાપ ખરાબ થવાને બદલે સારી થાય છે. તેના કારણે ઘણી વાર ત્યાંના લોકો જાણી જોઇને સુવાનું નાટક પણ કરતા હોય છે. જાપાનના આ અજીબ ચલણના કારણે આખી દુનિયામાં ચર્ચા થાય છે.

વ્યક્તિને ગોદ લેવાનું ચલણ. એડોપ્શન તો આખી દુનિયામાં થાય છે પરંતુ જાપાન અને યુએસએ આ બાબતમાં સૌથી આગળ છે. આમ તો જાપાનમાં મોટાભાગે લગભગ લોકોનું એડોપ્શન 20 થી 30 વર્ષના લોકોનું થાય છે. તેનો મતલબ એવો થાય કે ત્યાં પુખ્ત વયના વ્યક્તિઓને ગોદ લેવામાં આવે છે. બીઝનેસ પરિવારમાં જો કોઈ છોકરો ન હોય  ત્યારે લોકો પુખ્ત વયના છોકરાને ગોદ લે છે. અથવા ઘણી વાર એવું લાગે કે પોતાનો છોકરો બીઝનેસ ન સંભાળે તો ત્યાંના લોકો બીજા યુવકને ગોદ લઇ લે છે.

હિકીકોમારી. એક રીપોર્ટ અનુસાર જાપાનમાં ખુદને આઈસોલેટ એટલે કે અલગ અલગ થઈને જીવવાનું ચલણ ખુબ જ વધી ગયું છે. આ ચલણમાં ઘણા એવા યુવકો ખુદને એક ખાસ જગ્યા પર ઘર અથવા રૂમમાં સીમિત કરી લે છે. ત્યાં આવા લોકોની સંખ્યા 7 થી 10 લાખ જેવી બતાવવામાં આવે છે. તેવા લોકો બહારની દુનિયા સાથેના કોન્ટેક્ટ ખતમ કરી નાખે છે. તેને હિકીકોમારી નામની એક બીમારી જ કહેવાય છે.

આવી રીતે કરવામાં આવે છે સ્ટાફને પરેશાન. જાપાનમાં બીજા દેશો કરતા ખુબ સારું લેબર કાનુન છે. એટલે કે મજદૂર કાનુન ખુબ જ સારું છે. એટલા માટે કોઈ પણ કંપની પોતાના સ્ટાફને આસાનીથી ઓફિસની બહાર નથી કરી શકતા. તેમાં માટે તેણે ખુબ જ મોટી રકમ પણ ચૂકવવી પડે છે. પરંતુ અમુક કંપનીઓએ તેનો પણ તોડ કાઢી નાખ્યો છે. કે જે સ્ટાફને તે હટાવવા માંગતા હોય તેને બોરિંગ કામ આપી દેવામાં આવે છે. જેમ કે આખો દિવસ ટીવી સ્ક્રીન પર બેસવું. આવા કામને પનીશમેન્ટ રૂમમાં મોકલવું પણ કહેવાય છે. આવા કામ આપવાથી ત્યાના લોકો બોર થઇ જાય છે અને આપ મેળે જ ઓફીસ છોડી દે છે.

ટીપ્સ આપવી. અમેરિકામાં ટીપ્સ આપવી ખુબ જ કોમન છે તો જાપાનમાં ટીપ્સ દેવામાં આવે તો સામેની વ્યક્તિ તુરંત અસહજ થઇ જાય છે. જાપાનમાં વેઈટર, ડ્રાયવર અને અન્ય વર્કર સામાન્ય રીતે તે ટીપ્સ લેવાનું પસંદ નથી કરતા. ટીપ્સ મળવા પર તે લોકો પોતાના સીનીયરને પણ ફરિયાદ પણ કરી દે છે. ઘણી વાર વેઈટર ટુરિસ્ટ તરફથી ટીપ મળવાથી પાછી પણ આપી દે છે.

તો આ હતી જાપાનની અજીબોગરીબ વાત. જે ખુબ જ આશ્વર્ય જનક છે. ઉપરની વાતમાંથી તમને કઈ વાત વધારે અજીબો ગરીબ લાગી ? અને કેમ કોમેન્ટ કરજો

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Googl

Leave a Comment