અમિત શાહ વિશેની અમુક વિશેષ માહિતી…

મિત્રો આપણા દેશના રાજકારણમાં બે ચહેરા ખુબ જ ચર્ચિત છે. તેમાં સૌથી પહેલા તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા દેશના ગૃહમંત્રી અમિત શાહ. આ બંને ચહેરા આખા વિશ્વમાં ખુબ જ ચર્ચિત છે. તો આ બંને રાજનેતા સાથે મળીને જે નિર્ણય કરે તેને લોકો દ્વારા ખુબ જ માન્ય રાખવામાં આવે છે. કેમ કે તેઓ બંને દેશના હિતને લઈને જ કોઈ પણ નિર્ણય કરતા હોય છે. 

આપણા દેશના વડાપ્રધાન વિશે તો લગભગ લોકો જાણતા જ હશે, પરંતુ મિત્રો હજુ અમિત શાહ વિશે ઘણા લોકોને જાણ નથી હોતી. તો આજે અમે તમને અમિત શાહના પહેલાના જીવન વિશે તમને જણાવશું માટે આ લેખને અવશ્ય વાંચો અને જાણો અમિત શાહના પહેલાના જીવન વિશેની મહત્વની વાતો. 

અમિત શાહનો જન્મ 1964 માં મુંબઈમાં એક અમીર વ્યાપારી અનિલચંદ શાહના ઘરે થયો હતો. તમને જણાવી દઈએ કે ક્યારેય કોઈ પણ પ્રકારની રાજનીતિમાં ભાગ લીધો ન હતો અને તેઓ એ બાયોકેમિસ્ટ્રીની ડીગ્રી કરી હતી. પરંતુ તેઓ સૌથી સફળ રાજનીતિજ્ઞ હતા. તેના સ્કુલના દિવસોમાં અમિત શાહ ABVP ના એક સક્રિય સદસ્ય હતા. બાળપણથી તેઓ RSS ની સાથે જોડાયા હતા. પરંતુ તે કોલેજના સમયમાં સ્વયંસેવકના રૂપમાં RSS માં જોડાયા હતા. 1986 માં અમિત શાહ બીજેપીમાં શામિલ થઇ ગયા. પરંતુ તેઓ બીજેપીમાં શામિલ થયા પહેલા સ્ટોક બ્રોકર હતા. 1995 માં અમિત શાહને કેશુભાઈ પટેલની સરકાર બની ત્યારે ગુજરાતના નાણામંત્રી નિગમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

અમિત શાહની પહેલી વાર મોદી સાથે 1982 માં અમદાવાદમાં RSSના સેલેમાં મુલાકાત થઇ હતી. ત્યારે નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં યુવા ગતિવિધિઓના પ્રભારી હતા. અમિત શાહે 1991 અને 1996 માં લાલકૃષ્ણ અડવાની અને અટલ બિહારી બાજપેયની ચુંટણીના અભિયાનોનો પ્રબંધ કર્યો હતો, તેનાથી તેની રાજનૈતિક રણનીતિમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી. તેનાથી તેને એક ઉત્કૃષ્ટ ચુંટણી પ્રબંધક અને એક રાજનૈતિક રણનીતિજ્ઞ તરીકે વિકસિત થયા. અમિત શાહ 1997, 1998, 2002 અને 2007 માં સરખેજમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 

2002 ની જીત બાદ મોદીએ અમિત શાહને ગૃહ, કાનુન અને ન્યાય, સંસદીય મામલા જેવા વિભાગો આપ્યા. 2010 અમિત શાહ પર ફર્જી એન્કાઉન્ટરના કેસને દબાવવાનો આરોપ લાગ્યો હતો અને તેને મંત્રાલયમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ તેને ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બરી કરી દેવામાં આવ્યા હતા. તેના વિરુદ્ધ કોઈ સ્ટ્રોંગ સબુત મળવાના કારણે તેને ક્લીન ચીટ આપવામાં આવી હતી. 

અમિત શાહને 2010 થી 2012 સુધી ગુજરાતમાંથી આઉટકાસ્ટ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમને દિલ્લીના વિભિન્ન ક્ષેત્રોના દિગ્ગજો સાથે મુલાકાતો અને પરિચય કર્યો. તે 2014 માં લોકસભા ચુંટણીમાં ખુબ સારા મતો માટે અને યુપીમાં જીત મેળવવા માટે જોરદાર વાપસી કરી હતી. તેને ચુંટણી પહેલા યુપી બીજેપી અધ્યક્ષ બનાવ્યા હતા. 

બીજેપી પાર્ટીએ તેને જુલાઈ 2014 રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. ત્યારથી પાર્ટીએ ક્યારેય પાછળ ફરીને જોવું નથી પડ્યું. અમિત શાહે લગાતાર પાર્ટીને જીત અપાવી જેમાં હરિયાણા, યુપી, અસમ, મહારાષ્ટ્ર, મણીપુર, ત્રિપુરા, જમ્મુ અને કશ્મીર પણ તેમાં શામિલ છે.

Leave a Comment