પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

હવે દુનિયા જે રીતે સ્પીડથી આગળ વધતી જાય છે, તે સ્પીડમાં આગ વધવા રોકાણ કરવું જ પડશે એ પણ આજના માણસને સમજાતું થઇ ગયું છે. આજકાલ સરકાર તેમજ અન્ય ઘણી સંસ્થાઓ લોકોને રોકાણ કરવાના અવનવા વિકલ્પો આપી રહ્યા છે, તો સાથે સાથે આ હરીફાઈમાં પોસ્ટ ઓફીસ પણ પાછળ નથી, પોસ્ટ ઓફીસ પણ લોકોને અનેક રોકાણના વિકલ્પો આપી રહી છે, જેનાથી લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. પોસ્ટ ઓફીસ પોતાના દરેક ગ્રાહકોને પોતાની સ્કીમનો લાભ મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે.

હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે, પોસ્ટ ઓફિસે એવું સ્ટેપ લીધુ છે જેનાથી સામાન્ય ગ્રામીણ કક્ષાનો માણસ પણ પોસ્ટ ઓફીસની દરેક બચત યોજનાઓ જેવી કે PPF, FD, RD, વગેરે જેવી મોટી યોજનાઓ સાથે જોડાઈ શકે.

ગ્રામિક કક્ષામાં જે પોસ્ટ ઓફિસની કુલ અંદાજીત ૧,૩૧૦૦૦ કરતા વધુ શાખાઓ છે તે શાખાઓમાં જે લીમીટેડ યોજનાઓમાં જ રોકાણ કરવું શક્ય હતું અને બીજી વધુ યોજનાઓમાં રોકાણ કરવા માટે શહેરની કે મેઈન બ્રાંચ સુધી જવું પડતું હતું. પણ પોસ્ટ ઓફીસના આ નવા સ્ટેપ મુજબ હવે તમે આ ગ્રામીણ પોસ્ટની નાની બ્રાન્ચમાં પણ હવે પોસ્ટ ઓફિસની મોટાભાગની બધી યોજનાઓમાં રોકાણ કરી શકશો.

સ્પીડ પોસ્ટ, પાર્સલ, મની ઓર્ડર, પોસ્ટ ઓફીસ જીવન વીમો વગરે સુવિધાઓ આપવાની સાથે ગ્રામીણ પોસ્ટ ઓફીસ હવે બચત ખાતા, રીકરીંગ ડીપોઝીટ, ફિક્સ ડીપોઝીટ તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સુવિધાઓ પણ પ્રદાન રહી હતી. તેથી ગ્રામીણ લોકો તેનો લાભ આસાનીથી લઇ શકતા હતા.

વધુમાં નવા સમાચાર મળ્યા મુજબ, પોસ્ટ ઓફિસને એ પણ આદેશ મળી ચુક્યો છે કે, પબ્લિક પ્રોવિડંડ ફંડ (PPF), માસિક ઇન્કમ પ્લાન, નેશનલ સેવિંગ સર્ટીફીકેટ, કિસાન વિકાસ પત્ર અને સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમની સુવિધાઓ ગ્રામીણ લોકોને મળી શકે એવા સ્ટેપ લેવાય.

હવે ગ્રામીણ લોકોને પણ એવા જ ફાયદા મળશે જે ફાયદાઓ શહેરના લોકોને પોસ્ટ ઓફિસની મોટી બ્રાંચમાં મળી રહ્યા હતા. આનાથી ગ્રામીણ ક્ષેત્રે રહેલી મૂડી એકઠી કરવી એ  પોસ્ટ ઓફીસ માટે વધુ આસન બનશે અને પોસ્ટ ઓફિસની આ નવી સ્કીમથી જે ગ્રામીણ લોકો પરિચિત નથી હોય તો તે લોકો આ સ્કીમ્સનો લાભ ભરપુર ઉઠાવશે. તેમજ બીજી પ્રાઇવેટ કંપનીઓ કરતા પોસ્ટ ઓફીસને ઘણા ગ્રામીણ લોકો વધુ વિશ્વાસપાત્ર માને છે. તેથી તે લોકો જરૂરથી પોસ્ટ ઓફિસની આ બધી સ્કીમોનો લાભ ઉઠાવશે.

Leave a Comment