જાણો ઇલેક્ટ્રિક વાહનને વર્ષો સુધી ટકાટક રાખવાના આ 4 સિક્રેટ, બેટરી અને ગાડીમાં વર્ષો સુધી નહિ આવે ખરાબી… અને ગાડી સળગશે પણ નહિ… જાણો શું કરવાનું છે…

આજના સમયમાં દરેક પ્રકારના ક્ષેત્રોમાં પરિવર્તનો આવે છે. વાહનોમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. ડીઝલ, પેટ્રોલ અને ગેસથી ચાલતા વાહનો તો આપણે જાણીએ જ છીએ પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના દોરમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. ઈલેક્ટ્રિક વિકલની સેફટી અને બેટરીની સુરક્ષાથી જોડાયેલી વાતોને લઈને ઇન્ડસ્ટ્રીઝના અનેક એક્સપર્ટ સાથે વાતચીત દરમિયાન ઓડિસી ઇલેક્ટ્રીક વ્હીકલના સીઈઓ નેમીન વોરા, ઈવીઆઇ ટેકનોલોજીના ડાયરેક્ટર રૂપેશ, નેચરલ બેટરી ટેકનોલોજીના ફાઉન્ડર પુનિત જૈન અને હેક્ઝાગનના મેનેજિંગ ડાયરેક્ટરના ટેકનીક સલાહકાર ડોક્ટર કાર્તિક સુંદર રાજે શું કહ્યું છે તે તમે પણ જાણો.

ભારતમાં ઈલેક્ટ્રીક મોબિલિટી પર છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઘણું જોર આપવામાં આવી રહ્યું છે અને તેના માટે સરકારી પ્રયાસોની સાથે જ મેન્યુફેક્ચર્સનું પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેની અસર પણ દેખાઈ રહી છે અને ઈલેક્ટ્રીક સ્કૂટર, ઇલેક્ટ્રીક મોટરસાયકલ અને ઈલેક્ટ્રીક કારનું વેચાણ ઝડપથી જોવા મળી રહ્યો છે.

જોકે આ વર્ષે ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ વચ્ચે ઈવી એટલે કે ઈલેક્ટ્રીક વિકલની સેફટીને લઈને પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમે કેટલાક ઈલેક્ટ્રીક વ્હીકલ અને બેટરી નિર્માતા કંપનીઓના પ્રમુખો સાથે વાત કરી અને  ઈવી સેફટી અને બેટરીની સુરક્ષા માટે જરૂરી વાતો જાણી. તમે પણ ઈલેક્ટ્રીક વાહન ખરીદતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણો.1) ઓડિસી ના સીઈઓ નેમિન વોરા એ શું કહ્યું જાણો:- ઓડિસી ઇલેક્ટ્રિકલ વ્હીકલના સીઈઓ નેમિન વોરા નું કહેવું છે કે ઈલેક્ટ્રિક વિકલ નું વેચાણ વધી રહ્યું છે અને તેવામાં ગ્રાહક જે પણ ઈવી ખરીદી રહ્યા છે તેમની સુરક્ષા અને સલામતી માટે પણ વિચાર કરી રહ્યા છે. બેટરી ની સુરક્ષા પર ગ્રાહકોને સૌથી વધારે ધ્યાન રહે છે. મેન્યુફેક્ચર્સ માટે આ પડકાર છે કે તે બેટરીને ઓવર હીટિંગથી કેવી રીતે બચાવે એવામાં લિક્વિડ કુલિંગ ટેકનોલોજી અને થર્મલ પેડ ઘણા મદદરૂપ સાબિત થાય છે. રિયલ ટાઈમ ડેટા જાણવા માટે આઈઓટી ની ઘણી મદદ મળે છે. ગ્રાહક જો ઈલેક્ટ્રીક વ્હીકલ ની સેફટી ફીચર્સનો ઉપયોગ કરે છે તો તેમને ઘણો ફાયદો થાય છે.

2) EVI ટેકનોલોજી ના ડાયરેક્ટર સાથે જરૂરી વાતો:- ઈવીઆઇ ટેકનોલોજી ના ડાયરેક્ટર રૂપેશનું કહેવું છે કે ઈલેક્ટ્રિકલ બાઇકમાં લાગેલી બેટરીને ઓવર હીટિંગથી બચાવવા માટેના અનેક સુરક્ષાત્મક ઉપાય છે. ગ્રાહકોને લિથિયમ આયન બેટરી વાળી ઈવી ખરીદવી જોઈએ. કારણ કે ચાર્જિંગ અલગોરીધમ નો ઉપયોગ કરતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો છે કે 55 થી 65 ડિગ્રી તાપમાન હોવાની સ્થિતિમાં બેટરીની સ્વીચ ઓફ થઈ જશે. રૂપેશનું કહેવું છે કે ઈવી મેકર્સને હાઈ ક્વોલિટી ઇલેક્ટ્રીક બાઈક બનાવવી જોઈએ, જેથી લોકો સંકોચ કર્યા વગર ઇલેક્ટ્રીક સ્કૂટર, મોટર બાઇક કે કાર ખરીદી શકે.

3) નેચરલ બેટરી ટેકનોલોજી ના ફાઉન્ડર પુનિત જૈન ની સલાહ જાણો:- નેચરલ બેટરી ટેકનોલોજી ના ફાઉન્ડર પુનિત જૈન નું કહેવું છે કે લિથિયમ આયર્ન બેટરી વાળા વાહનમાં થર્મલ રન અવેની ઘટનાથી પહેલા કેટલીક 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ની જરૂરત હોય છે. અને તેનાથી ઈવી મા આગ લાગી જાય છે. વધારે ગરમીની ઋતુમાં અને બેટરી ને ખોટી રીતે વ્યવસ્થિત થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમથી તેના પ્રદર્શન પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનું જીવન ઘટી શકે છે, તેનાથી આગ લાગતી નથી. બેટરી ની સ્થિતિ ની યોગ્ય તપાસ અને તેના નિયમો પર દિશા નિર્દેશની સાથે આવી ઘટનાઓથી બચાવી શકાય છે. નિર્માતાઓને થર્મલ રન અવે અવ્યવસ્થિત સેલની પસંદગી અને થર્મલ મેનેજમેન્ટ જેવા પરિબળોનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ સામાન્ય વાતો છે જેનાથી થોડાક જ અંતરમાં ઇવી માં આગ લાગવા જેવી ઘટનાઓ થઈ જાય છે.

4) હેક્ષાગન ના અધિકારી કાર્તિક સુંદર રાજે શું કહ્યું?:- હેક્ષાગન ના મેનેજિંગ ડાયરેક્ટર ના ટેકનીક સલાહકાર ડોક્ટર કાર્તિક સુંદર રાજ નું કહેવું છે કે ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની તાજેતરમાં જ થયેલી કેટલીક ઘટનાઓ અને કેટલાક લોકોની મૃત્યુ થવાના કિસ્સાઓએ એવી ને અપનાવવા પ્રતિ આશંકા ઉભી કરતા ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે વધુ સુરક્ષા ના ઉપાય અપનાવવાની જરૂરત પર દબાણ કર્યું છે. લગભગ દરેક કિસ્સામાં આગ લાગવાની શરૂઆત લિથિયમ આયર્ન બેટરીથી થઈ, જે કોઈપણ ઈવી નો મુખ્ય અંગ હોય છે. લિથિયમ આયર્ન બેટરી માં આગ લાગવા અને વિસ્ફોટનું મુખ્ય કારણ થર્મલ રન અવે છે. જે બેટરી માંથી ઉત્પન્ન થતી ઉષ્માના કારણે થાય છે જેનાથી તાપમાન અનિયંત્રિત રૂપે વધી જાય છે.

કાર્તિક સુંદર રાજે કહ્યું કે થર્મલ રન અવે દરમિયાન બેટરીનું તાપમાન મિલી સેકન્ડ ના અંદર વધે છે. બેટરીમાં સ્ટોર થયેલી ઉર્જા અચાનક રિલીઝ થવા લાગે છે જે લગભગ 400 ડિગ્રી સેલ્સિયસ નું વધારે તાપમાન ઉત્પન્ન કરી દે છે. આ તાપમાનના કારણે બેટરી માંથી ગેસ છૂટવા લાગે છે અને આગ લાગી જાય છે જેને એ નિયંત્રિત કરવું લગભગ અસંભવ છે. આ આગ અને દુર્ઘટનાઓને રોકવા માટે  બેટરી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમને અનુકૂલન ની સલાહ આપે છે, જે વાહનની સંપૂર્ણ ક્ષમતા અને જીવન ચક્ર માટે જરૂરી હોય છે, લિથિયમ આયર્ન બેટરી ની દક્ષતા ,જીવન ચક્ર અને સુરક્ષાને નુકસાન પહોંચાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment