માત્ર 10 મિનિટમાં થઈ જશે ફૂલ ચાર્જ, સિંગલ ટાઈમમાં 1000 KM સુધી ચાલશે આ ઇલેક્ટ્રિક કાર અને બેટરી પણ ખરાબ નહીં થાય, આ કંપની નો દાવો

ચીનની ઓટો કંપની GAC એ પોતાની ઘણી નવી ઇલેક્ટ્રિક કારમાં લાઈટનીંગ સુપર-ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજી લોન્ચ કરી છે. આ ટેકનોલોજી ના કારણે તેની આ કાર માત્ર 10 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. જાણી લો આ વિશે વિસ્તારથી 

ઇલેક્ટ્રિક કાર અપનાવવાની રાહમાં સૌથી મોટી સમસ્યા તેને ચાર્જ કરવામાં લાગતો સમય છે. પણ ચીનની ઓટો મોબાઈલ કંપની GAC એ તેનું સમાધાન કરી દીધું છે. તેણે એક એવી  ટેકનોલોજી નો વિકાસ કર્યો છે જે માત્ર 10 મીનીટમાં કારની બેટરી ને પૂરી રીતે ચાર્જ કરી દેશે. 

પેટ્રોલ ભરવાથી પણ ઓછા સમયમાં ફૂલ ચાર્જ 

અક્સર કારમાં પેટ્રોલ નાખવા માટે કોઈ પેટ્રોલ પંપ પર 10 થી 15 મિનીટ નો સમય લાગે છે. પણ ચીનની ઓટો કંપની GAC એ પોતાની આવનાર ઇલેક્ટ્રિક એસયુવી Aion V EV માં 3C અને 6C ફાસ્ટ ચાર્જર થી ચાર્જ કરવાની ટેકનોલોજી આપી. કંપનીનો દાવો છે કે તેના 3C ચાર્જરથી Aion V EV ને માત્ર 16 મીનીટમાં ૦-80% સૂચી જયારે 6C ચાર્જરથી માત્ર 8 મીનીટમાં ૦-80% સુધી ચાર્જ કરી શકાશે. જયરે 6C ચાર્જર આ કારને માત્ર 10 મિનીટ માં ફૂલ ચાર્જ કરી શકે છે. 

બેટરી ખરાબ નહી થાય 

જો તમને લાગી રહ્યું છે કે આટલી ઝડપથી બેટરી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઇ જશે. તો તમે ખોટું વિચારી રહ્યા છો. કંપનીનો દાવો છે કે તેની આ સુપર ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજી ના કારણે કારની બેટરી પર 1,000,000 કિલોમીટર સુધી કોઈ અસર નહિ થાય. કંપનીનું કહેવું છે કે આ માટે તેણે પારંપરિક લીથીયમ આયન બેટરી ની જગ્યાએ સ્કેલેબલ ગ્રાફીન બેટરી પ્રણાલી વિકસિત કરી છે. જેની મદદથી આ બેટરી ને ઝડપથી ચાર્જ કરી શકાય છે. 

એક વખતમાં દોડશે 1000 કિલોમીટર 

હાલ બજારમાં ચાલી રહેલ મોટાભાગની ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ માં ૩૦૦ થી 500 કિલોમીટર સુધી ચાલે છે. ચીનની આ GAC Motor આ મામલે પણ વધારો કરે છે. કંપનીનો દાવો છે કે તેની આવનાર Aion V EV સિંગલ ચાર્જમાં 1000 કિલોમીટર સુધી જઈ શકે છે. 

સપ્ટેમ્બર ના અંત સુધીમાં આવશે આ Aion V 

કંપનીની Aion V EV એસયુવી ના વર્ષે સપ્ટેમ્બર ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. GAC motor એ ઇલેક્ટ્રિક કાર માટે જ Aion બ્રાંડ વિકસિત કરી છે. 

જો કે Aion ના ફાસ્ટ ચાર્જીંગ નો દાવો વિશે બેટરી વિશેષજ્ઞનું કહેવું છે કે સ્કેલેબલ ગ્રાફીન બેટરી ના ઇલેક્ટ્રિક કારમાં ઉપયોગ થવાથી પણ થોડા વર્ષોનો સમય લાગશે, કારણ કે તેનાથી બનતી બેટરીઓ હાલ પણ વિકાસની પ્રોસેસ માં છે. દુનિયાની ઘણી ઓટો કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ કંપનીની માર્કેટિંગ સ્ટેજ પણ હોઈ શકે છે. આમ ઇલેક્ટ્રિક કાર શરુ થવાથી તેમજ ચાર્જીંગ ની પ્રોસેસ ઝડપથી થવાથી તેની માંગ વધશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment