ઘરે મફતમાં મળી રહેતી આ વસ્તુને ફેંકવાની ભૂલ ન કરતા, આ રીતે કરશો ઉપયોગ તો બચી જશો ઘણા ખર્ચથી

લાકડાઓ અથવા તો કોલસો બળી ગયા પછી તેમાંથી રાખ રહે છે. આજે પણ ગામડાઓમાં રસોઈ લાકડાને સળગાવીને રાંધવામાં આવે છે. જેમાંથી ઘણી રાખ નીકળે છે. જો કે ઘણા લોકો તેને બેકાર સમજીને ફેંકી દે છે. જ્યારે તે ખુબ જ કામની વસ્તુ છે. તમને જણાવી દઈએ કે, જુના વખતમાં લોકો તેનો ઉપયોગ હાથ ધોવા માટે કરતા હતા. કારણ કે તે સમયે સાબુ કે હેન્ડ સેનિટાઈઝર જેવી વસ્તુ ન હતી. તે સમયે હાથ ધોવા માટે સૌથી સરળ ઉપાય આ હતો અને તે જલ્દી મળી પણ જતો હતો.

તે સમયે રાખને ખુબ જ ઉપયોગી માનવામાં આવતી હતી. જો કે સમય સાથે લોકોએ રાખનો ઉપયોગ ઓછો કરી દીધો છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેના ફાયદા એટલા છે કે લોકો કલ્પના પણ ન કરી શકે. જો તમે પણ પોતાના ઘરે માટીના ચૂલા પર રસોઈ બનાવો છો તો તમે તેમાંથી વધેલી રાખનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. ચાલો આ વિશે વધુ જાણી લઈએ.

દાંત : જુના સમયમાં જે રીતે હાથને સાફ કરવા માટે રાખનો ઉપયોગ કરવામાં આવતો હતો, બસ એ જ રીતે દાંતથી પીળાશ દૂર કરવા માટે રાખનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ ઘણા ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો દાંત સાફ કરવા માટે લાકડાની રાખનો ઉપયોગ કરે છે. આ માટે માત્ર રાખને લઈને દાંત પર બે મિનીટ ઘસવાની છે. અને પછી પાણીથી સાફ કરવાના છે. જો કે તમે જો પહેલા દેશી ઉપાય નથી અપનાવ્યો તો રાખનો ઉપયોગ ન કરો. બની શકે છે તેનાથી તમારા પેઢા છોલાઈ શકે છે,

વાસણ : વાસણની સફાઈ માટે તમે રાખનો ઉપયોગ કરી શકો છો. તાંબાના વાસણ અથવા સ્ટીલના વાસણ સાફ કરવા માટે તેમ રાખનો ઉપયોગ કરી શકો છો. આ એકદમ ડીશ વોશની જેમ કામ કરે છે. તમે ઈચ્છો તો રાખમાં ડીટર્જેન્ટ પાવડર મિક્સ કરી શકો છો. તમે લોઢાના વાસણ માટે પણ રાખનો ઉપયોગ કરી શકો છો.

છોડ માટે ખાતરનું : એ બધા લોકો જાણે છે કે રાખ છોડ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. લાકડાની કે કોલસાની બંનેની રાખને તમે છોડ વાવતી વખતે મિક્સ કરી શકો છો. એટલું જ નહિ છોડના પાન અથવા તેની જડમાં જીવાત થઈ જાય તો રાખ છાંટી શકો છો. ઉર્વરકના રૂપમાં લાકડાની રાખ કે કોલસાની રાખનો ઉપયોગ કરી શકો છો.

ફર્શની સફાઈ : ઘણી વખત વોશરૂમ અથવા છતની ફર્શ પર પાણીના મારથી ચીકણી થઈ જાય છે. કારણ કે સતત પાણી ભરાવાથી ત્યાં માટીની પાતળી પરત જામી જાય છે. જેને સાફ કરવી જરૂરી છે. પણ તમે જો તેને પાણીથી સાફ કરશો તો ચીકાશને કારણે લપસી શકો છો. તેવામાં પહેલા તમે તે સ્થાન પર રાખ છાંટી દો, જેથી કરીને તે પાણી શોષી લે. પછી તેને સાફ કરી લો.

વાસણને કાળા પડવાથી કેવી રીતે રોકી શકાય : તમે જોયું હશે કે જ્યારે ગેસ જુનો થઈ જાય છે અથવા ગેસના બર્નરમાં ગંદકી ચીપકી જાય છે તો ગેસની ફ્લેમ હાઈ થઈ જાય છે. તેવામાં વાસણ નીચેથી કાળા થવા લાગે છે. તેને સાફ કરવામાં ખુબ જ મહેનત લાગે છે. આ માટે તમે વાસણને ગેસ પર મુકતા પહેલા રાખને ભીની કરીને પેસ્ટ બનાવી લો. પછી વાસણની નીચે રાખનો લેપ લગાવી લો. તેનાથી તમારા વાસણ કાળા નહિ પડે.

આમ અહીં આપેલ રીતની મદદથી તમે પણ રાખનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને ફાયદો પણ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment