હાથમાં મહેંદી લગાવ્યા પછી લગાવી દો આ એક વસ્તુ, મહેંદીનો રંગ આવશે એકદમ ઘાટો અને આકર્ષક. લાંબા સમય સુધી નહિ જાય રંગ…

લગ્ન પ્રસંગ જેવા સમારોહમાં મહેંદી એ મહત્વનો ભાગ અને હવે તો એક વિધિ બની ગઈ છે. તમે પોતાની સખીઓ અથવા કોઈ અન્ય પાસે એ કહેતા સાંભળ્યું હશે કે, મહેંદીનો રંગ જેટલો ઘાટો હશે પતિ-પત્નીનો સંબંધ એટલો જ મજબુત બનશે. આથી જ દરેક નવવધુ ઈચ્છે છે કે તેનો મહેંદીનો રંગ ઘાટો આવે.

મહેંદી માત્ર હાથ પર જ નહિ પણ વાળના રંગ અને ટેક્ચર સુધારવામાં પણ મદદ કરે છે. ઘણા દેશોમાં તેનાથી શરીર પર ઘણા પ્રકારના આર્ટ બનાવવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમાર હાથમાં મહેંદીનો રંગ સારો આવે તો થોડી વાતોનું ખાસ ધ્યાન રાખો. મહેંદીનો રંગ ઘાટો આવે તે માટે અપનાવો આ ટીપ્સને.

એસેન્શિયલ ઓઈલ : જો તમે હાથમાં લગાવેલી મહેંદીનો રંગ વધુ ઘાટો કરવા માંગો છો તો મહેંદી લગાવ્યા પછી હાથમાં લવિંગ અને લીંબુ લગાવો. આ એસેન્શિયલ ઓઈલમાં આલ્કોહોલના એવા ગ્રુપ હોય છે, જે મહેંદીને ઘાટી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે મહેંદી લગાવતા પહેલા હાથમાં યુકેલીપ્ટસનું તેલ લગાવો અને પછી મહેંદી લગાવો.

કોફીનો ઉપયોગ : મહેંદીનો રંગ વધુ લાલ કરવા માટે તમે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો. તેને લગાવવાથી તમે મહેંદીનો રંગ નારંગીથી વધુ લાલ કરી શકો છો. તમે ઈચ્છો તો કોફીનો પાવડર અથવા કોફીને પાણીમાં ઉકાળીને મહેંદીમાં નાખી શકો છો.

બીટનો ઉપયોગ : બીટ એ વાળને રંગવાનો એક પ્રાકૃતિક અને સરળ પ્રયોગ છે. તેની નેચરલ ડાઈ પ્રોપર્ટીજના કારણે તમે તેને મહેંદીના ઘાટા રંગ માટે ઉપયોગ કરી શકો છો. મહેંદીનું મિશ્રણ બનાવતી વખતે તમે તેનું જ્યુસ અથવા બીટનો પાવડર મહેંદીમાં મિક્સ કરીને હાથમાં લગાવી લો. તો તમારી મહેંદી વધુ ઘાટી થશે.

ચારકોલ પાવડરનો ઉપયોગ : મહેંદીનો સારો રંગ લાવવા માટે તમે વિક્સ અને લવિંગનો ધુમાડો અથવા તેલનો ઉપયોગ કરો. પણ શું તમે ચારકોલ પાવડરના ઉપયોગ વિશે સાંભળ્યું છે. મહેંદીનું મિશ્રણ બનાવતી વખતે થોડો ચારકોલ પાવડર મિસ્ક કરીને પણ રંગ સારો લાવી શકાય છે. ચારકોલના એશી શેડના કારણે મહેંદી ડાર્ક થાય છે. એ પણ ધ્યાન રાખો કે ચારકોલ ઓછા પ્રમાણમાં નાખો અને જો તે તમને અનુકુળ ન આવે તો તરત તેનો ઉપયોગ બંધ કરી દો.

કાળી ચાનો ઉપયોગ : ચામાં ટેનિન નામનું પોલીફેનોલ કમ્પાઉન્ડ હોય છે, જે તેને એક સ્ટ્રોંગ ફ્લેવર, ટેસ્ટ અને રંગ આપે છે. ચા ને પાણીમાં સારી રીતે ઉકાળી લો અને પછી મહેંદીનું મિશ્રણ બનાવતી વખતે ચાના પાણીનો ઉપયોગ કરો. તેનાથી મહેંદીનો રંગ ઘાટો આવશે.

મહેંદી લાંબા સમય સુધી રહે તે માટે શું કરવું ? : ઘાટો રંગ કરવા માટે મહેંદી લગભગ 6 થી 8 કલાક લગાવેલી રાખો. મહેંદી સુકાયા પછી તેમાં તેલ લગાવો અને થોડી વાર બંને હાથની મસાજ કરો. તેનાથી મહેંદીનો રંગ ઘાટો થશે. પોતાના હાથને ધોવા કરતા પહેલા મહેંદીને રગડીને સાફ કરવાની કોશિશ કરો. ત્યાર પછી હાથને ઠંડા પાણીમાં 2 થી 3 મિનીટ પલાળી રાખો. તેનાથી તમને પોર્સ બંધ થશે અને રંગ લાંબો સમય રહેશે.

મહેંદી લાંબા સમય સુધી રહે તે માટે શું ન કરવું ? : મહેંદી લગાવ્યા પછી હાથને વારંવાર પાણીથી ન ધોવો. સાબુનો ઉપયોગ ઓછો કરો. તેનાથી મહેંદી લાંબો સમય નથી રહેતી. સ્કીન લાઈટનીંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી મહેંદી ફિક્કી પડી જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment