મસાલેદાર ચનાજોર ગરમ બનાવો આ આસન રીતે તમારા ઘરે… એકદમ સરળ રીતે બનશે આ નાસ્તો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍿 હવે ચણાચોર બજારમાંથી ખરીદવાની જરૂર નથી તમે તેને ઘરે જ બનાવી શકો છો… 🍿

🍿 મિત્રો ચણાચોરનું નામ સાંભળી લગભગ લોકોના મોં માં પાણી આવી જતું હોય છે કારણ કે તે વસ્તુ જ એવી છે એકદમ ચટપટી. પરંતુ તમે વિચાર્યું છે કે આ ચણાચોર બનાવવા કંઈ રીતે. કદાચ કોઈ લોકો તો વિચારમાં પડી જતા હશે કે આટલા સરસ ચણા ચોર કંઈ રીતે બનાવાય છે.

Image Source :

🍿 લગભગ તમે બજારમાંથી ચણાચોર ખરીદો કોઈ લોકલ ચણાચોર વહેંચવા વાળા પાસેથી એટલે દસથી વીસ રૂપિયાના મળતા હશે આ ઉપરાંત તમે દૂકાનેથી લાવો તો દસ કે વીસ રૂપિયાનું પેકેટ મળતું હશે. પરંતુ તમે માત્ર ચણામાંથી આ ચણાચોર બનાવી શકો છો. માત્ર મસાલો બનાવવા માટે તમારે જોઇશે અમૂક મસાલા અને તે પણ તમારા રસોડામાંથી સરળતાથી મળી જશે.

🍿 તો મિત્રો આજે અમને તમને ચણાચોર કંઈ રીતે બનાવાય તે તો જણાવશું જ પણ સાથે સાથે તેનો સિક્રેટ ચટપટો મસાલો કંઈ રીતે બનાવવો તે પણ જણાવશું. મિત્રો ખરેખર આ રેસેપી તમને ખૂબ જ રસપ્રદ છે. તમને બનાવવાની ખુબ જ મજા આવશે બોરિંગ નહિ લાગે બિલકુલ પણ. એટલું જ નહિ પણ ઘરમાં સૌને ભાવશે આ ચણાચોર. એક વાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો આ ચણાચોરની ઈન્ટરેસ્ટીંગ રેસેપી જરૂર બનાવજો.

Image Source :

🍿 ચણાચોર બનાવવા માટે જોઈતી સામગ્રી:- 🍿

🥣 એક કપ એટલે કે 200 ગ્રામ દેશી મોટા ચણા, (કાળા રંગના આવે છે તે નથી લેવાના પણ બ્રાઉન કલરના આવે છે તે લેવાના છે.)

ચણાચોરનો મસાલો બનાવવા માટે જોઈતી સામગ્રી:-

 🥄 બે ચમચી મીઠું,

🥄 અડધી ચમચી સંચળ,

🥄 એક ચમચી લાલ મરચું પાવડર,

🥄 એક ચમચી શેકેલા જીરાનો પાવડર,

🥄 અડધી ચમચી ગરમ મસાલો,

🥄 ત્રણ ચમચી આમચૂર પાવડર,

Image Source :

🍿 ચણાચોર બનાવવાની રીત:- 🍿

🍿 સૌપ્રથમ ચણાને સાફ કરી અને પાણીથી ધોઈને તેને સાત કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

🍿 સાત કલાક ચણા પાણીમાં પલાળેલા હશે એટલે તે સરળતાથી બફાઈ જશે. સાત કલાક બાદ ચણાનું વધારાનું પાણી કાઢી લો.

🍿 હવે તે ચણાને એક કૂકરમાં રાખી દો અને તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખો અને ચણાની એક સીટી વાગે ત્યાં સુધી પકાવો. (મિત્રો તમારે માત્ર એક જ સીટી વગાડવાની છે જો વધારે બાફ્શો તો ચણાચોર સારા નહિ બને.)

🍿 એક સીટી વાગ્યા બાદ ગેસ તરત જ બંધ કરી દો. અને વરાળ નીકળી જવા દો ત્યારબાદ કૂકર ખોલો.

🍿 હવે ચણાનું વધારાનું પાણી કાઢી લો.

🍿 હવે મિત્રો તમે બે રીતે ચણાચોર બનાવી શકો છો.

🍿 તમે એક એક ચણો પાટલા પર રાખી તેને દસ્તા વડે પીસીને બનાવી શકો છો.

Image Source :

🍿 અથવા તમે એક સાથે થોડા વધારે ચણા રાખીને તેની ઉપર વાટકાથી અથવા પ્લેટથી દબાવીને પણ તેને પીસી શકો છો. તમારે ચણા છૂટા છૂટા રાખવાના છે.

🍿હવે તમારે તે ચણાચોરને એક દિવસ તડકામાં સૂકવવાના છે. (તમે એક દિવસ તડકામાં સૂકવવાના બદલે એક દિવસ અને એક રાત તેને પંખા નીચે રાખીને પણ સૂકવી શકો છો.)

🍿 બરાબર સૂકાઈ જાય ત્યાર બાદ પણ તમે તેને બે રીતે ફાઈનલ ટચ આપી શકો છો તેલમાં તળીને અથવા તો શેકીને.

🍿 એક તો તમે કડાઈમાં તેલ ગરમ કરી તેને માધ્યમ આંચ પર તાલી શકો છો (તેલમાં નાખ્યા બાદ માત્ર પંદરથી વીસ મિનીટમા જ ચણાચોર બહાર કાઢી લેવાના છે કારણ કે તે સૂકવ્યા બાદ ખુબ જ સરળતાથી તળાઈ જશે.)

🍿 બીજી રીત એ છે કે એક કડાઈમાં મીઠું પાથરી તેના પર સ્ટેન્ડ રાખી તેને દસ મિનીટ ગરમ થવા દો અને ત્યાર બાદ ચણાચોરએક પ્લેટમાં રાખીને તે પ્લેટ સ્ટેન્ડ પર મૂકી દો અને તેને ઢાંકી દો અને દશ મિનીટ સુધી પકાવો.

Image Source :

🍿 હવે આ બંને માંથી જે રીત તમને સરળ લાગે તે રીતે તમે ચણાને પકાવો.

🍿 હવે આપણે તેનો મસાલો બનાવવા માટે કંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી માત્ર ઉપર જે મસાલા બતાવ્યા છે મીઠું, અડધી ચમચી સંચળ, એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી સેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ત્રણ ચમચી આમચૂર પાવડર બધા મસાલા લઈને તેને મીક્ષ્યરમાં નાખી એકસાથે પીસી લો.

🍿 હવે ચણાચોર પર આ મસાલો છાંટીને હલાવી લો. અને ચણાચોર ઠંડા થઇ જાય ત્યાર બાદ તેને ડબ્બામાં ભરીને મૂકી દો. અને જ્યારે મન થાય ત્યારે તેમાં ડુંગળી, ટામેટા, લીંબુ વગેરે નાખીને તેને ખાઈ શકો છો.

🍿 તો આ રીતે તમે માત્ર ચણામાંથી તમે બનાવી શકો છો ટેસ્ટી, ક્રિસ્પી, ચટપટા ચણાચોર.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

1 thought on “મસાલેદાર ચનાજોર ગરમ બનાવો આ આસન રીતે તમારા ઘરે… એકદમ સરળ રીતે બનશે આ નાસ્તો”

  1. Very helpful, as a child I use to make chanachor at home only with my mom… After 37 year, when I told my daughter in law that we can make chana chor at home, she was amazed… So I can share this with her… This generation needs proof…

    Reply

Leave a Comment