પૂનમની રાત્રે આ ખાસ વાત કુતરાને રડવા પાચલ મજબુર કરે છે… આ વાત વૈજ્ઞાનિક ધોરણે સાચી પડી છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🐶 જાણો કૂતરાના રડવા પાછળનું રહસ્ય… 🐶

🐶 મિત્રો તમારી ઊંઘ ઘણી વાર રાત્રે ઉડી જતી હશે એટલે નહિ કે ભયાનક સપનું આવ્યું તથા કોઈએ તમને જગાડ્યા પરંતુ એટલા માટે કે રાત્રે ઘણી વાર કૂતરાના રડવાનો અવાજ તમને સંભળાય અને તમારી ઊંઘ ઉડી જાય. તો મિત્રો તમે તમારા વડીલો કે આડોશ પડોશમાંથી કોઈ વ્યક્તિ પાસેથી સાંભળ્યું હશે કે કૂતરા રડે તે સારું ન કહેવાય. અને ઘણા જણાવતા હોય છે કે કૂતરાનું રડવું તે અપશુકન છે. તો કોઈ એવું કહેશે કે કૂતરા એટલા માટે રડતા હોય છે કે રાત્રે તેને ભટકતી આત્માઓ દેખાતી હોય છે. કારણ કે કૂતરાઓ આત્માને જોઈ શકે છે. અને રાત્રે આત્માઓ ભટકતી હોય છે તેને જોઇને તે રડવાનું ચાલુ કરી દે છે.

Image Source :

🐶 તો અમૂક લોકોનું તારણ તો બિલકુલ અલગ જ હોય છે જેમ કે કૂતરા રડે એટલે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે તે સમજી લેવું. તેથી ઘણા લોકો કૂતરા રડતા હોય તો તેને તરત જ બંધ કરાવી દેતા હોય છે. કારણ કે તે લોકોનું માનવું છે કે કૂતરાને યમ દેખાય છે. જો કોઈ વ્યક્તિ મારવાનું હોય તેને યમ લેવા આવતા હોય છે અને તે યમને કૂતરા જોઈ શકે છે માટે તેને તે યમ દેખાય છે અને તેથી તે રડે છે. તેથી જ કૂતરાના રડ્યા પછી થોડા દિવસ બાદ સગા સંબંધી કે કોઈ જાણીતી વ્યક્તિના મૃત્યુના સમાચાર આવે છે. પરંતુ મિત્રો જે વ્યક્તિના નસીબમાં મોત લખ્યું જ હોય તેમાં કૂતરા રડે તો પણ મોત આવે અને કદાચ ન રડે ને તો પણ તેનું મૃત્યુ તો નિશ્ચિત જ હોય છે.

Image Source :

🐶 મિત્રો આ વાત સાંભળીને તમારે ડરવાની જરૂર નથી કે કૂતરા રડે છે તો નક્કી કોઈ આત્મા ભટકતી હશે અથવા તો કોઈને યમ લેવા આવ્યા છે અને કોઈનું મૃત્યુ થઇ જશે વગેરે વગેરે. તમારા મનમાંથી આવા તથ્યો અને અંધ શ્રદ્ધાને કાઢી નાખો કારણ કે આજે અમે તમને જણાવશું કે કૂતરાના રડવા પાછળની વાસ્તવિકતા શું છે. શું છે કૂતરાના રડવા પાછળનું વિજ્ઞાન. કારણ કે વિજ્ઞાન તો આ તથ્યોથી કંઈક અલગ જ સાબિત કરે છે. તો ચાલો જાણીએ શું છે કૂતરાના રડવા પાછળનું વિજ્ઞાન.

🐶 કૂતરાઓ રાત્રે રડે છે તેને આપણા પ્રાચીન ઋષિ મૂનીઓ ઘણા અપશુકન થવાની સંભાવના સાથે જોડતા આવ્યા છે. ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માને છે તો ઘણા લોકો તેને સાચું સમજીને કોઈકના મૃત્યુ થવા પાછળ કુતરાના રડવાની વાત યાદ કરે છે. તો મિત્રો આજે આપણે જાણીએ કે વાસ્તવિકતા શું છે. કૂતરાના રડવા પાછળનું રહસ્ય શું છે.

Image Source :

🐶 પેહલા તો મિત્રો તમારા માટે તે જાણવું જરૂરી છે કે કૂતરાઓ રાત્રે રડતા નથી હાઉલ કરે છે. તે હાઉલ કરે છે તેનો મતલબ છે કે તે કોઈને સંદેશો મોકલવા માંગે છે. તેનો મતલબ છે કે કૂતરાઓ જ્યારે પોતાનો સંદેશ કોઈ બીજાને પહોંચાડવા માંગતા હોય છે ત્યારે તે હાઉલ કરતા હોય છે. કૂતરા પોતાની જગ્યાનું લોકેશન તેના સાથી કૂતરાને બતાવવા માટે પણ રડતા હોય છે. જ્યારે બીજું  કૂતરું સાથી કૂતરાનું લોકેશન જાણી લે છે. તો તે સામે હાઉલ કરે છે એટલે કે રડે છે. જ્યારે કૂતરા કોઈ દર્દમાં હોય અથવા તો કોઈ મુસીબતમાં હોય ત્યારે પણ તે રડવાનું ચાલુ કરે છે. આ રીતે રડીને તે પોતાનું દર્દ અને તકલીફ સામે વાળાને બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે.

Image Source :

🐶 આ ઉપરાંત કૂતરો જ્યારે પોતાને ખુબ જ એકલો મેહસૂસ કરે છે ત્યારે પણ તે રાત્રે રડે છે. કારણ કે તેવા કૂતરાઓને એકલા રહેવાની આદત નથી હોતી. તેમને એકલા રહેવું પસંદ નથી હોતું માટે તે રડતા હોય છે. કૂતરાઓને તે જ અવાજ પસંદ નથી હોતી કારણ કે તે સાવ ધીમા ધીમો અવાજ પણ સાંભળી શકે છે જે આપણે માણસો સાંભળી શકતા નથી. તેથી તે અવાજથી ભાગે છે. તેમને તે અવાજથી ખૂબ જ દુઃખ થતું હોય છે. તેથી તે ક્યારેક હાઉલ કરવા લાગે છે.આ કારણો સર કૂતરાઓ રાત્રે હાઉલ કરતા હોય છે જેને આપણો સમૂદાય કૂતરાનું રડવાનું કહે છે.

Image Source :

🐶 તો મિત્રો આપણો સમૂદાય જે તથ્યો અને ડરવાની વાતો જોડે છે કુતરાના રડવા પાછળ તે ખોટી છે. માટે તમે અહીં બતાવેલા કારણને ધ્યાનમાં રાખીને વિચારજો ક્યારેય પણ રડતું કૂતરું સાંભળી જાવ તો નબળા વિચારો કરવાની જરૂરી નથી. મિત્રો તમને અમારો આ આર્ટીકલ યોગ્ય લાગ્યો હોય તેમજ તમને એવું લાગતું હોય કે અમે તમારા સુધી સાચી માહિતી પહોંચાડી હોય તો તમે કોમેન્ટ દ્વારા તમારા મંતવ્યો રજુ કરી શકો છો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment