નવા વર્ષમાં આખું વર્ષ ધન પ્રાપ્તિ કરવી હોય તો કરો આ ઉપાય.. પછી ક્યારેય ઘરમાં પૈસા નહિ ખૂટે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 નવા વર્ષમાં આખું વર્ષ ધન પ્રાપ્તિ કરવી હોય તો કરો આ ઉપાય.. 💁

🌇 મિત્રો નવું વર્ષ આવી રહ્યું છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો અમુક ઉપાય કરવામાં આવે નવા વર્ષે તો આખું વર્ષ ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને હમેંશા ધન પ્રાપ્તિના યોગ બની રહેશે. તમે એમ પણ કહી શકો છો કે આખું વર્ષ ઘરમાં ધનની વર્ષા થશે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે વર્ષના પહેલા દિવસે જો અમુક ઉપાયો કરવામાં આવે તો ક્યારેય વર્ષ દરમિયાન ધનની અછત ઘરમાં ઉભી થતી નથી.Image Source :

🌇 તો મિત્રો ધનપ્રાપ્તિ માટે અમે લાવ્યા છીએ ખુબ જ અસરકારક ઉપાય. જે તમારે ભૂલ્યા વગર આવતા વર્ષના પહેલા જ દિવસે કરવાના છે એટલે કે બેસતા વર્ષના દિવસે કે જે આપણે દિવાળીના બીજા દિવસે ઉજવીએ છીએ. એટલે કે આ ઉપાયો તમારે બેસતા વર્ષના દિવસે કરવાના છે. આ ઉપાયો એટલા સરળ અને સીધા છે કે જેને દરેક વ્યક્તિ અપનાવી શકશે.

💶 મિત્રો લક્ષ્મીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં સ્વચ્છતા હોય. માટે વર્ષના પહેલા દિવસથી આ શરૂઆત કરવી. ઘરના દરેક ખૂણાને વ્યવસ્થિત સાફ કરીને આ દિવસે જો પાણીમાં મીઠું તેમજ ગૌમૂત્ર નાખીને જો પોતું કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ સાબિત થશે. આવું કરવાથી વર્ષ દરમિયાન ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે.Image Source :

🙏 પહેલા દિવસે મહામૃત્યુંન્જય શ્ર્લોકનું ૧૦૮ વાર જાપ કરવો. તેમજ જો તમે આ જાપ સતત ૪૧ દિવસ સુધી કરશો તો તેનું પરિણામ ખુબ જ સારું જોવું મળશે. આ શ્ર્લોક તમારી પ્રગતિ કરાવશે જેના કારણે તમારા ધનમાં પણ વૃદ્ધિ થશે.

🙏 વર્ષના પહેલા દિવસે ખીર બનાવી તે ખીર ગરીબોને ખવડાવી જોઈએ.

🙏 નવા વર્ષના પહેલા દિવસે ગરીબોમાં વસ્ત્રો, ખીર તથા અન્નનું દાન કરવું.

🐠 ત્યાર બાદ માછલીઓને વર્ષના પહેલા દિવસે લોટની ગોળીઓ બનાવીને ખવડાવવાથી ખુબ જ લાભ પ્રાપ્ત થાય છે.Image Source :

💁 વર્ષના પહેલા દિવસે તમારા ઘરના મંદિરમાં કળશની સ્થાપના કરવી અને કળશ પર એક નારિયેળ પણ રાખવું. તેનાથી શુભ કાર્યો થશે અને નકારાત્મક ઉર્જા દુર થશે.

💁 આ ઉપરાંત દૂધમાં થોડા કાળા તાલ નાખી તે દૂધ વર્ષના પહેલા દિવસે ભગવાન શિવને ચડાવવું જોઈએ. ભગવાન શિવનો રુદ્ર અભિષેક કરવો જોઈએ.

💁 વર્ષના પહેલા દિવસે ઘરની આસપાસ એક વૃક્ષ લગાવવું. વૃક્ષ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે.Image Source :

🐄 વર્ષના પહેલા દિવસે ગાયને ચાંદલો કરી તેને રોટલી ખવડાવી. જો સફેદ ગાય મળે તો તેને જ ખવડાવી. તેમજ તમે રોજ રોટલી ન ખવડાવી શકો તો કંઈ નહિ પરંતુ તમારે દર શુક્રવારે ગાયને રોટલી બનાવી પહેલા ચાંદલો કરી ત્યારબાદ ખવડાવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી આપણાથી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ માતાલક્ષ્મી આપણા પર મહેરબાન રહે છે જેથી ધનપ્રાપ્તિના યોગ બને છે.

🐄 મિત્રો આ ઉપાયો ખુબ જ સરળ છે જે તમે કરી જ શકો છો. તો જો તમે ઈચ્છતા હોય કે આવનારું વર્ષ તમારા માટે ખુબ જ શુભ રહે અને તમને ધનપ્રાપ્તિ થાય તો તમારે ઉપર જણાવેલા ખુબ જ સરળ ઉપાયો અનુસરવા પડશે. આ ઉપાયો માત્ર ધન પ્રાપ્તિ માટે નથી પરંતુ તમારા ઘરની સુખ શાંતિ માટે પણ ઉપયોગી સાબિત થશે. આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. નકારાત્મક ઊર્જાઓ દુર થશે તેમજ તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ નહિ આવે. તમારા ઘર પરીવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment