ઓબામાએ જણાવ્યું દુનિયાની કમાન હોવી જોઈએ મહિલાઓના હાથમાં

મિત્રો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને બધા જ લોકો ઓળખતા હોય છે. તો મીત્ત્રો સિંગાપોરમાં હમણાં જ એક કાર્યક્રમ થયો હતો, જેમાં તેમણે એક નારી શક્તિ વિશેની વાત કરી હતી. આ વાત દરેક નારીને ગર્વ કરાવી શકે તેવી છે. તો ચાલો જાણીએ શું કહે છે બરાક ઓબામા નારીઓ વિશે.

મિત્રો બરાક ઓબામાનું કહેવું છે કે, નારી સર્વશ્રેષ્ઠ ન હોય શકે, પરંતુ એ વાત સાચી છે કે નારી પુરુષ કરતા તો શ્રેષ્ઠ છે. આ દુનિયાને જો મહિલાઓ ચલાવે તો દરેક લોકોના જીવનસ્તરમાં સુધારો આવી શકે, અને બધી જ જગ્યાઓ પર સારા પરિણામો જોવા મળે. આ વાત તેણે સિંગાપોરના કાર્યક્રમમાં કરી હતી. 

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા એ જણાવ્યું કે, હું જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ હતો એ સમયે ઘણી વાર વિચાર આવતો કે જો મહિલા આ દુનિયાનું સંચાલન કરે તો બધું કેવું હોય. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો માત્ર બે જ વર્ષ માટે દરેક દેશની સત્તા મહિલાના હાથમાં સોંપવામાં આવે તો બધી જ જગ્યાઓ સુધરી જાય છે. અને તેનાથી લોકોના જીવનમાં પણ ફેરફાર જોવા મળશે. અત્યારના સમયમાં જો કોઈ જગ્યા પર સમસ્યા જુવો તો સમજવાનું કે આ સમસ્યા એવા લોકોના કારણે છે જે વૃદ્ધ થઇ ગયા છતાં પણ રસ્તામાંથી હટવા નથી માંગતા.

ત્યાર બાદ ઓબામાએ વધુમાં જણાવ્યું કે, રાજકારણીઓને યાદ કરાવવું જરૂરી બની જાય છે કે તેમણે કામ કરવા માટે આ પદ લીધું છે. રાજનેતાઓ હંમેશા પોતાનું માન, મહત્વ અને શક્તિ જ વધારવા ઈચ્છતા હોય છે. અને પદ પર ચોંટી રહે છે. 

બરાક ઓબામા 2009 થી 2016 સુધી અમેરિકામાં રાષ્ટ્પતિ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. પરંતુ તેમણે રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ રાજકારણમાં નિવૃત્તિ લઇ લીધી છે. પરંતુ તેવો અત્યારે તેની પત્ની મિશેલ સાથે મળીને ‘ઓબામા ફાઉન્ડેશન’ ચલાવી રહ્યા છે. આ સંસ્થા દ્વારા આખી દુનિયાના યુવાન નેતાઓને અને કાર્યકર્તા હોય તેનું માર્ગદર્શન કરવામાં આવે છે. ઓબામાએ જે પ્રમાણે જણાવ્યું તે અનુસાર, સમાજમાં નવી શોધને મહત્વ આપવા ઈચ્છે છે. લોકોને શ્રેષ્ઠ બનાવવા માંગે છે, કેમ કે લોકો સારું જીવન જીવી શકે. આ કારણે ઓબામા 2017 માં દિલ્લી પણ આવ્યા હતા. જેમાં યુવાન નેતાઓ સાથે વાત પણ કરી હતી. 

Leave a Comment