આ છે વર્ષો જુના સાંધાના દુખાવાનો પ્રાકૃતિક ઉપચાર, મફતમાં જ મળશે એક ઝાટકે 100% પરિણામ…. એકવાર અજમાવો દવાની જરૂર નહિ પડે…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો સાંધાના દુખાવાથી પરેશાન છે. અને આ દુખાવાથી રાહત મેળવવા માટે તેઓ અનેક ઘરેલું ઉપાય પણ કરે છે. દવાનું સેવન કરે છે. તે છતાં જોઈએ એટલો આરામ નથી મળતો. પણ જો તમારા સાંધાના દુખાવાની શરુઆત હોય તો તમે  કેટલાક પ્રાકૃતિક ઉપાયો અપનાવીને તેને ઝડપથી દુર કરી શકો છો. 

સામાન્ય રીતે એ જોવામાં આવે છે કે, વધતી ઉંમરની સાથે સાથે સાંધામાં દુખાવાની શરૂઆત થઇ જાય છે. પહેલાના સમયમાં આ દુખાવો 40-45 વર્ષની ઉંમરથી શરૂ થતો હતો, પરંતુ આજના સમયમાં આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેનું કારણ છે આજના સમયનું બીઝી શેડ્યુઅલ અને ઓફિસ વર્ક માટે લાંબા સમય સુધી સતત બેસી રહેવું અને એકસરસાઈઝ ન કરવી. એવામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે અને તે જ કારણ છે કે આજના સમયમાં ઘણા લોકો જોઇન્ટ પેઇન ના કારણે પરેશાન રહેતા હોય છે અને તેઓ તેના ઈલાજ માટે લાખો રૂપિયા ખરચી નાખે છે. ઘણા પ્રકારની મેડિસિન્સ અને રિલિફ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ દુખાવાને મટાડવા માટે ઘણા પ્રાકૃતિક ઉપાય પણ છે. જેને અજમાવીને તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આવો આ લેખમાં જાણીએ અમુક ઘરેલુ ઉપાયો વિશે, જેને અજમાવીને તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. 

જો તમારા સાંધામાં દુખાવો રહેતો હોય તો તમે હળદર, આદું અને મધથી તૈયાર હર્બલ ટીનું સેવન કરી શકો છો. આ બંને ઇંગ્રિડિયાંટ્સમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે ઇંફ્લેમેશનને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ આ હર્બલ ટીના નિયમિત સેવનથી તમને દુખાવામાં પણ આરામ મળે છે. હળદર, આદુ અને મધથી તમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવાથી તમારા સાંધા અંદરથી મજબુત બને છે.ગાજરનું જ્યુસ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. ગાજરનો રસ ટેંડનને મજબૂત બનાવવાની સાથે સાથે સાંધામાં થતાં દુખાવાને પણ મટાડે છે. જો તમે દરરોજ ગાજરના જ્યુસનું સેવન કરો તો, તમને સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. ગાજરમાં રહેલ પોષક તત્વો તમારા સાંધાને જોડાવાનું કામ કરે છે. તમને શારીરિક રીતે મજબુત બનાવે છે. 

વર્જીન ઓલિવ ઓઇલમાં ઓલિયોકેંથલ નામનું એક તત્વ જોવા મળે છે. જે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે આ ઓલીવ ઓઇલનો ઉપયોગ સલાડ, પાસ્તા, શાક વગેરે બનાવવામાં કરી શકો છો. તમે ઓલિવ ઓઇલથી સાંધાની માલિશ કરી શકો છો, જેથી આરામ મળે છે.ડુંગળી પણ છે સાંધાના દુખાવાને મટાડવા માટે અસરકારક, માટે તમે તમારા ભોજનમાં ડુંગળીને સમાવિષ્ટ કરો, કારણ કે ડુંગળી એન્ટિઇમ્ફ્લેમેટરી ખોરાક છે, જે પ્રતિરક્ષા પ્રણાલીને દુરુસ્ત રાખે છે. ડુંગળીમાં સલ્ફર કોમ્પ્લેક્સ પણ હોય છે જે દુખાવો શરૂ કરતાં એંઝાઇમને અટકાવે છે. આમ સાંધાને મજબુત બનાવવા માટે તમારે અમુક પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે. જે તમને સાંધાના દુખાવાથી રાહત મેળવવા માં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment