જાણો સાડી પહેરવાની આ ચાર ટેકનીક જેનો લુક આવશે હિરોઈન જેવો.

મિત્રો આપણી ભારતીય પરંપરામાં સ્ત્રીઓ સાથે સાડીનું ખુબ જ મહત્વ છે. જે આપણી ભારતીય સંસ્કૃતિ માટે એક અગત્યનું પાસું પણ છે. પરંતુ આજના સમયમાં સાડીની જગ્યા જીન્સ, ટીશર્ટ, લેગીસ, ડ્રેસ, વગેરે વસ્તુઓએ લઇ લીધી છે. જેના કારણે આજે સ્ત્રીઓ સાડી ખુબ જ ઓછા પ્રમાણમાં પહેરે છે. પરંતુ આજે પણ એક વાત સ્પષ્ટ છે કે આપણે ત્યારે પણ કોઈ એવો પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓ અવશ્ય સાડી પહેરે છે. તો આજે અમે સાડીને લઈને અમુક એવી બાબત જણાવશું જે ખુબ જ રોચક છે.

મિત્રો લગભગ કોઈ પણ સ્ત્રી હોય કે છોકરી હોય જો તે સાડી પહેરે તો ખુબ જ સુંદર દેખાય છે. અને આજના સમયમાં બધા જ લોકોને સુંદર દેખાવું ખુબ જ પસંદ હોય છે. તો સ્ત્રીઓની સુંદરતા વધારે દેખાય તેવા અમે ઉપાય વિશે જણાવશું. કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે બોલીવુડની હિરોઈનો ખુબ જ અલગ સ્ટાઈલમાં સાડી પહેરતી હોય છે. તો આજે અમે પણ તમને તેવી ચાર પદ્ધતિ જણાવશું. એ રીતે જો તમે સાડી પહેરો તો કોઈ ગ્લેમરથી કમ નહિ લાગો. તો ચાલો જાણીએ કંઈ છે એ ચાર પદ્ધતિ સાડી પહેરવાની તે જાણીએ. જેનાથી કોઈ પણ સ્ત્રી હોય તેનો લુક લાગશે બોલીવુડની ગ્લેમર જેવો. સૌથી પહેલા છે પેન્ટ સ્ટાઈલ સાડી. ઓફીસ પાર્ટી અથવા તો કોઈ ઇવેન્ટ માટે જો તમે વિચારતા હોવ કે કંઈ સાડી પહેરવી, તો હંમેશા તેના માટે પેન્ટ સ્ટાઈલ સાડી પસંદ કરવી જોઈએ. જેને તમે ડેનીમ, લૈગીંગ, શરારા અને પ્લાઝા પેન્ટ પણ પહેરી શકો. આ લુક જોવામાં જેટલો ફેશનેબલ છે એટલો જ ઇઝી ટુ વેયર પણ છે.  આ સાડીમાં ન તો ચાલવામાં કોઈ તકલીફ ઉભી થાય છે, અને ન તો તેને ડાન્સ કરવામાં કોઈ તકલીફ પડે. આ લુક માટે સાડીને ડેનીમ પર વીંટાળીને સાડીના પ્લેટસને ડાબા પગ પર નાખો. પરંતુ બીજા પર પરનું દેનીજ દેખાવું જોઈએ. સાડીનો પલ્લું જમણા ખભા પર આવશે. આ લુક એકદમ બોલીવુડની હિરોઈન જેવો લાગે છે. ત્યાર બાદ બીજો પ્રકાર છે બેલ્ટ સ્ટાઈલ સાડી. પહેલા જ્યારે સાડી અને લેંઘા સાથે કમરબંધનો ઉપયોગ કરીને લુકને ખુબસુરત બનાવવામાં આવતો હતો. પરંતુ હવે કમરબંધની જગ્યા બેલ્ટે લઇ લીધી છે. હે નવા લુક પ્રમાણે સાડી પર બેલ્ટ અને સ્કાફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને પ્રિન્ટેડ અથવા મોનોટોન સાડી સાથે પહેરવામાં આવે છે. પરંતુ આ પ્રકારની સાડી માટે બ્લાઉઝ અલગથી નહિ પરંતુ સાડીના જ મટીરીયલમાંથી બનાવવું. આ પ્રકારની સાડીમાં બ્લાઉઝની નીચે અને કમરની ઉપર બેલ્ટ બાંધવામાં આવે છે. જેનો લુક એકદમ કોકટેલ જેવો લાગે છે. જેકેટ સ્ટાઈલ સાડી. જો સાડીમાં લુકને વધારે ખુબસુરત બનાવવો હોય તો બ્લાઉઝની સાથે એક્સપેરીમેન્ટ કરો. ઓફ શોલ્ડરની સાથે એક શોલ્ડર, રફલ તો ફેશનમાં છે જ. પરંતુ જેકેટ સ્ટાઈલ બ્લાઉઝ એકદમ અલગ સ્ટાઈલ છે. જો આ સ્ટાઈલમાં સાડી સાથે જેકેટનો કલર કોન્ટ્રાસ્ટ હોય તો ખુબ જ સારું દેખાય છે. જેમાં જેકેટ વેલ્વેટ, એમ્બેલીશ્ડ અથવા બ્રોકેડનું હોય તો સાડી પર ખુબ જ સારું લાગે છે. પરંતુ આ લુક માટે તમે ખાડી અથવા કોટનમાં પણ સ્ટીચ કરાવી શકો છો. સ્કાફ સ્ટાઈલ સાડી. કોઈ પણ મહિલા હોય તેને સાડીનો પલ્લું જો ખભા પરથી પડી જતો હોય તો તેને સંભાળવો ખુબ જ ઇરીટેટ કરે છે, પરંતુ સાડીમાં થતી એ ઝંઝટને પણ અહીં આપણે દુર કરી દઈએ. સ્કાર્ફ સ્ટાઈલમાં સાડીને પહેરવાથી પલ્લું પડી જવાની પરેશાની માંથી છુટકારો મળી જાય જશે. કેમ કે સ્કાર્ફની જેમ સાડીના પલ્લુંને ડોકમાં નાખાવનો હોય છે. આ પ્રકારની સાડી કોઈ ડીનર પાર્ટીમાં પણ પહેરીને જઈ શકીએ છીએ. જેની સાથે નોટ સ્ટાઈલ પલ્લું પણ કહી શકીએ છીએ. આજના સમયમાં આ સ્ટાઈલ પણ ખુબ જ ફેમસ છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ આ લુકમાં જોવા મળેલી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment