જનોઈ પહેરીને મુસ્લિમ પુત્રોએ આપ્યા એક બ્રાહ્મણને અંતિમ સંસ્કાર , જાણો આ અદ્દભુત ઘટના વિશે.

સમાજમાં આજકાલ એવી ઘટનાઓ બને છે જેની લોકોએ ક્યારેય કલ્પના પણ કરી ન હોય. કેમ કે લોકો આજે આપણે જોઈએ છીએ કે પોતાની જ્ઞાતિ અથવા પોતાના ધર્મના વ્યક્તિને વધારે મહત્વ આપે છે. પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવશું જે લગભગ ખુબ જ લોકોએ આવા કિસ્સા સાંભળ્યા હશે. કેમ કે આજના સમયમાં એકતા ખુબ જ ઓછી જોવા મળે છે. પરંતુ હાલમાં સાવરકુંડલામાં એક એવો કિસ્સો બની ગયો જેણે કોમી એકતાની સાચી મિસાલ જણાવી છે. તો ચાલો જાણીએ તેના વિશે. એવું તો શું બન્યું હતું.

મિત્રો અમરેલી જીલ્લામાં સાવરકુંડલા નામે એક તાલુકા મથક છે. જ્યાં નાવલી કરીને એક જગ્યા છે. જેમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી હતી. જેમાં એક સાચી મિત્રતા, જુગલબંધી અને કોમી એકતાનું દર્શન થાય છે. ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ તેના ખાસ મિત્રના ઘરે લીધા. પરંતુ મિત્રો આશ્વર્યની વાત એ હતી કે તેનો ખાસ મિત્ર બંધુ મુસ્લિમ હતો. જેના ઘરે એક બ્રાહ્મણ મિત્રએ પોતાના શ્વાસ છોડ્યા હતા. મિત્રો આ વાત આટલી જ નથી, બ્રાહ્મણ વ્યક્તિ પોતાના છેલ્લા શ્વાસ  જે મુસ્લિમ મિત્રના ઘરે છોડ્યા તેના દીકરાએ હિંદુ વિધિવત્ જનોઈ ધારણ કરી અને શાસ્ત્રોક્ત રીતે વિધિપૂર્વક મૃત્યુ પામેલા બ્રાહ્મણ વૃદ્ધની અંતિમયાત્રા કાઢી હતી. પછી સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. મિત્રો બ્રાહ્મણ વૃદ્ધનું નામ છે ભાનુશંકર પંડયા અને મુસ્લિમ મિત્રનું નામ છે ભીખાભાઈ કુરેશી. આ બંને ખુબ જ ગાઢ મિત્રો હતો. આ બંને મિત્રો એક સાથે મજુરી કામ કરતા હતા. પરંતુ હાલ બંનેએ એક વર્ષના અંતર બાદ અનંતની વાટ પર ગયા છે.

મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે બ્રાહ્મણ ભાનુશંકર તેના મિત્રના પરિવાર સાથે જ રહેતા હતા. તેવો મુસ્લિમ પરિવારના ઘરણ સદસ્ય સમાન હતા. પરંતુ તેમનું સોમવારના રોજ નિધન થયું હતું. પરંતુ તે જે મુસ્લિમ પરિવારમાં રહેતા હતા તેમણે તરત જ હિંદુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ ક્રિયાઓ માટે જનોઈ ધારણ કરી અને છેલ્લે અંતિમ સંસ્કાર આપ્યા હતા. પરંતુ મિત્રો જ્યારે ભાનુશંકર દાદા આ  દુનિયામાંથી વિદાય લઈને ગયા ત્યાર બાદ મુસ્લિમ મિત્રના પુત્રો પિતાના આવસાન જેટલું જ રડ્યા હતા. ભીખાભાઈ કુરેશીના પુત્રો ભાનુશંકર દાદા પાછળ ખુબ જ રડ્યા હતા.

મિત્રો ભાનુશંકર ભાઈને પોતાનો કોઈ પરિવાર ન હતો. પરંતુ ભીખાભાઈ કુરેશી તેમના માટે રોજ પોતાના ઘરેથી ટીફીન લઈને આવતા હતા. એક મુસ્લિમ અને એક બ્રાહ્મણ મિત્ર બંને એક જ ટીફીનમાં જમી લેતા અને એક સાથે મજુરી કામ કરતા હતા. પરંતુ એક દિવસ બનવા સંજોગ એવું બને છે કે ભાનુશંકર ભીનો પગ અનાયાસે ભાંગી જાય છે. ત્યારે ભીખાભાઈ તેના મિત્રને પોતાના ઘરે લઇ આવે છે. પરંતુ ત્યારે ભાનુશંકર ભાઈ પણ આ મુસ્લિમ પરિવારને પોતાનો પરિવાર માનીને તેમની સાથે રહેવા લાગે છે. ભાનુભાઈને પરિવાર કહી શકાય તેવું કોઈ પણ હતું નથી. માટે તેવો મુસ્લિમ મિત્રના પુત્રને પોતાનો પરિવાર ગણાતા હતા. રોજ સવારે ભાનુશંકર ભાઈ પૂજાપાઠ પણ કરતા હતા. ત્યાર બાદ મુસ્લિમ પુત્રવધુઓ જે નાસ્તા સ્વરૂપે આપે તે નાસ્તો કરીને કામ પર જતા રહેતા. ત્યાર બાદ તેવો સાંજે ઘરે પાર્ટ ફરતા અને મુસ્લિમ પરિવારમાં નાના બાળકોને લઈને ગલીઓમાં ફરવા માટે લઇ જતા. મિત્રના પરિવાર સાથે હળીમળીને ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરતા હતા.

પરંતુ એક વર્ષ પહેલા તેના મિત્ર ભીખાભાઈ કુરેશીનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ આ સમયે ભાનુશંકરને ખુબ જ દુખ થયું હતું. પરંતુ એક વર્ષ બાદ આ બ્રાહ્મણ મિત્રએ પણ પોતાનો દેહ ત્યાગી દીધો હતો. પરંતુ ભાનુભાઈના મૃત્યુથી તેના મિત્રનો મુસ્લિમ પરિવાર ખુબ જ દુઃખી થયો હતો. માટે ભાનુશંકર માટે મુસ્લિમ મિત્રના પુત્રો જ પરિવાર સમાન હતા.

આથી મુસ્લિમ પુત્રોએ જ ભાનુશંકરના અંતિમ સંસ્કાર કર્યા હતા અને બધી જ વિધિઓ હિંદુ શાસ્ત્રો અનુસાર કરી હતી. જેમાં મુસ્લિમ પુત્રોએ જનોઈ પણ ધારણ  કરી હતી. આ એક એવો બનાવ છે આજના તણાવ ભર્યા સમાજમાં એકતાની મિસાલ આપી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment