શ્રીયંત્ર સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો જાણી લો. જાણો કંઈ રીતે સ્થાપિત કરવું

આપણાં ધર્મમાં શ્રીયંત્રનું એક વિશેષ મહત્વ છે. કારણ કે શ્રીયંત્ર એ લક્ષ્મીજીનું યંત્ર છે અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આથી અનેક ઘરમાં ઘરના મુખ્ય દરવાજા ઉપર કે ઘરના મંદિરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવામાં આવે છે. આમ શાસ્ત્રોમાં શ્રીયંત્રને લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ શ્રીયંત્ર રાખવાના ઘણા બીજા કારણો પણ છે. જો તમે આ કારણો જાણવા માંગતા હો તો એકવાર આ આર્ટીકલ અવશ્ય વાંચો.

શ્રીયંત્રના મુખ્ય બે પ્રકાર હોય છે. જેમાં એક પિરામિડ આકારનું હોય છે અને બીજું પિરામિડ જેવી ડિઝાઈનનું તાંબાની પ્લેટ પર બનેલું યંત્ર હોય છે. આમ શ્રીયંત્રના આકારને કારણે તેનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. આમ શ્રીયંત્રના આકારને લીધે તેનું શું મહત્વ છે તે આપણે જાણીશું. જ્યારે અનેક ત્રિકોણ મળીને બનેલું શ્રીયંત્રની આકૃતિ પિરામિડ જેવી લાગે છે. પિરામિડની આ આકૃતિનું મહત્વ એ છે કે તે તેની આસપાસ ફેલાયેલી નકારાત્મક ઊર્જાને મિટાવી હકારાત્મકત ઉર્જાને ફેલાવે છે.આ સિવાય એવું કહેવામાં આવે છે કે પિરામિડ પણ શ્રીયંત્રથી જ પ્રેરિત થઈને બનાવવામાં આવ્યા છે. જ્યારે વાસ્તુવિજ્ઞાન કહે છે કે શ્રીયંત્રનો ત્રિકોણ આકાર આકાશિય હકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચે છે. તેના કારણે આસપાસ શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો ધન-પ્રાપ્તિ માટે જ શ્રીયંત્રની સ્થાપના કરે છે. પરંતુ તેમને શ્રીયંત્ર સાથે જોડાયેલા અન્ય ફાયદા નથી મળતા.

પરંતુ આનાથી એવું ન માની લેવું જોઈએ કે શ્રીયંત્રમાં કોઈ દોષ છે અથવા ખામી છે. પણ  શક્ય છે કે તેને રાખવાના નિયમો વિશેની જાણકારી લોકોને નથી. આથી તેનો ફાયદો નથી લઈ શકતાં. ભારતીય સંસ્કૃતિમાં શ્રીયંત્રને સાક્ષાત લક્ષ્મી માનવામાં આવે છે. શ્રીયંત્રને ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પણ જો તેને પૂર્ણ વિધિ-વિધાનથી સ્થાપનામાં ન આવે તો અને નિયમોનું ધ્યાન રાખવામા ન આવે તો ક્યારેય તેના લાભ મળતો નથી. આથી જો તમે પણ પોતાના ઘરમાં શ્રીયંત્ર રાખો છો અથવા રાખવાનો વિચાર કરી રહ્યા હો, તો તમારે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષગ્રંથ નામના ગ્રંથમાં શ્રીયંત્રને લઈને અનેક નિયમ તેમજ સાવધાનીઓ કહેવામા આવી છે. અને જો આ નિયમોનું પાલન કર્યા વગર શ્રીયંત્રનું સ્થાપન કરવામાં આવે, તો તેનો ફાયદો ક્યારેય મળતો નથી. આથી નિયમો જાણીને જ ઘરમાં તેની સ્થાપના કરવી જોઈએ. જ્યારે શ્રીયંત્રને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ વ્યાપ્ત છે, જેવા કે લોકો ઘરોમાં અનેક પ્રકારના યંત્ર શ્રીયંત્ર માનીને રાખી લે છે. હવે જાણો આ પાંચ નિયમો કે જે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં રાખવામા આવે છે.

  1. એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ ન રાખો.
  2. શ્રીયંત્રને ઘરમાં જ્યાં પણ રાખો, ત્યાંથી તે ઘરમાં અંદર તરફ આવતું દેખાવું જોઈએ.
  3. ઘરના મુખ્ય દરવાજાની સામે શ્રીયંત્રને ક્યારેય ન રાખો.
  4. બને ત્યાં સુધી શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવું. આ સિવાય સ્થાપિત શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. ખાલી રાખી દેવાથી લાભ નથી થતો.

હવે જાણો ઘરમાં શ્રીયંત્રને કંઈ રીતે સ્થાપિત કરશો. જેની વિગત નીચે મુજબ છે.

  • શ્રીયંત્રએ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવમાં આવે છે આથી બને ત્યાં સુધી તેની સ્થાપના શુક્રવારના દિવસે જ કરો. અને એ પણ દિવસના કોઈપણ શુભ મુહૂર્તમાં કરવી.
  • આમ શ્રીયંત્રની સ્થાપના માટે પ્રથમ તો સવારે શ્રીયંત્ર ઘરે લઈ આવો, ત્યાર બાદ તેને સાફ પાણીથી ધોઈ નાખો, પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી તેનો અભિષેક કરો. આ  અભિષેક દરમિયાન ऊँ महालक्ष्म्ये नमः મંત્રનો જાપ કરતાં જાઓ.
  • આમ અભિષેક કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. પછી લાલ કપડા પર તેનું સ્થાપન કરો. આ સિવાય અબીલ, ગુલાલ, કંકુથી પણ પૂજા કરો.
  • હવે શ્રીયંત્રને લાલ ગુલાબનું ફૂલ ચઢાવો અને નૈવેદ્યમાં ખીર કે દૂધ ધરાવો.
  • આમ પુજા કર્યા પછી મહાલક્ષ્મીનું ધ્યાન ધરો અને શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવા.
  • આ સિવાય શ્રીયંત્રની સ્થાપના કર્યા બાદ રોજ શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment