ઘરે બેઠા બેઠા પણ મહિલાઓ કરી શકે છે મોટી કમાણી ! જાણો બિઝનેસના સાત સફળ આઈડિયા વિશે.

મિત્રો તમે ઘરે બેઠા જોબ કે કામ વિશે તો સંભાળ્યું જ હશે. આ બિઝનેસ એવો છે જેમાં સ્ત્રીઓ પણ પોતાના ફ્રી સમયમાં તેનો લાભ ઉઠાવી શકે છે. તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં સ્ત્રીઓ ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકે છે. જો તમે પણ આ બિઝનેસ વિશે જાણવા માંગતા હો તો આ લેખ જરૂરથી વાંચો.

આ એક એવો બિઝનેસ છે જેમાં તમારી ઇન્કમ પણ વધશે તેમજ પહેલા મહિનાથી કમાણી પણ શરૂ થઈ જશે અને તમે ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકો છો. જેમ કે તમે જાણો છો તેમ એક હાઉસ વાઈફ ઉપર આખા ઘરની જવાબદારી હોય છે. તેથી નોકરી કરીને પૈસા કમાવવા એક હાઉસ વાઈફ માટે ખુબ મુશ્કેલ છે. પણ ઘણા એવા કામ છે જેના દ્વારા ઘરે બેઠા સ્ત્રીઓ કમાણી કરી શકે છે અને આજના સમયમાં ઘણી મહિલાઓ આ માધ્યમ દ્વારા કમાણી કરી રહી છે. જો તમે પણ ઘરે બેઠા કમાણી કરવા માંગતા હો તો તેના માટે આ સાત ઓપ્શનને જરૂર વાંચો.

કુકિંગ કરિયર : જેમ કે તમે જાણો છો તેમ મહિલાઓ ઘરે રસોઈનું કામ સંભાળે છે અને આ કામમાં તેને મહારત પણ હોય છે. તો તમે આ કૌશલ્યનો ઉપયોગ કરીને તેનો ફાયદો ઉઠાવી શકો છો. આવા સમયે રસોઈ બનાવીને બીજાને ખવડાવવાનો ઓપ્શન બેસ્ટ છે. એટલે કે તમે ઘરે બેઠા ટીફીન સિસ્ટમ ચલાવી શકો છો. જે તમને સારી ઇન્કમ કરાવે છે. આ સિવાય તેના માટે તમે પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી શકો છો અને ન્યુઝ પેપર પણ લખી શકો છો.કન્સલ્ટન્સી : કોઈ પણ કંપનીને એક સારા આઈડિયાની જરૂર હોય છે. જો તમારી પાસે કોઈ પ્રોફેશનલ ડિગ્રી છે અને તમે એક હાઉસ વાઈફ બનીને રહો છો તો તમે આ કન્સલ્ટન્સીનું કામ શરૂ કરી શકો છો. આ માટે તમે પોતાનું નેટવર્ક તેમજ અન્ય પ્રોફેશનલ્સને પણ જોડી શકો છો. આ સિવાય આ બિઝનેસને શરૂ કરવા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર નથી. આમ એક નાનો એવો રૂમ પણ તમારી ઓફિસ બની શકે છે.

હોબી કલાસીસ : જો તમારી પાસે પેન્ટિંગ કરવાની કે ગિટાર વગાડવાની હોબી હોય તો તમે તેને બીજાને શીખવાડીને સારી એવી કમાણી કરી શકો છો. આ માટે તમારે દરરોજ ટ્યુશન આપવાની જરૂર નથી. અઠવાડિયામાં તમે 3 થી 4 ક્લાસ પણ લઈ શકો છો. આ માટે તમે પ્રતિ વ્યક્તિ 1000 રૂપિયા અથવા તેનાથી વધુ પણ લઇ શકો છો.

ફ્રીલાંસ રાઈટીંગ : એવું જરૂરી નથી તમે તમે 8 કલાક કામ કરીને જ કમાણી કરી શકો છો. જો તમારી પાસે લખવા અને વાંચવાની ખૂબી છે તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ હુનર દ્વારા તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો. તમે કોઈ ન્યુઝ પેપર કે મેગેજીન માટે ઘરે બેઠા આર્ટિકલ લખી શકો છો. ઘણી પત્રિકા અને ન્યુઝ પેપર સિટીઝન જર્નાલિસ્ટ કેટેગરીમાં ઘણા લોકોને આ મોકો આપે છે. આ માટે પ્રતિ આર્ટિકલ 200 રૂપિયા સુધીનો ચાર્જ હોય શકે છે. જો કે દરેક જગ્યા પર આ ચાર્જ અલગ અલગ હોય શકે છે.ફિટનેસ સેન્ટર અને યોગા સેન્ટર : ફિટનેસ સેન્ટર શરૂ કરવા માટે પણ વધુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. બસ તમને ફિટનેસની જાણકારી હોવી જોઈએ. આ સિવાય યોગા ટીચર બનીને પણ તમે કમાણી કરી શકો છો. આ બંને પ્રકારના બિઝનેસ માટે તમે કોઈ જગ્યા ભાડે લઈ શકો છો. આમ હાલ વધતી જતી બીમારીને જોતા આ એક સારો બિઝનેસ છે.

ઓનલાઈન સર્વે જોબ : હાલ બદલાતા સમયને જોતા ઓનલાઈન સર્વે જોબમાં લોકોની માંગ વધી રહી છે. આવા સમયે થોડો સમય ઓનલાઈન સર્વે જોબને આપીને તમે સારી કમાણી કરી શકો છો. આજે મોટાભાગની કંપનીઓ તમને એવો મોકો આપે છે કે, તમે તેના પ્રોડક્ટ માટે પ્રિવ્યુ મેળવો અને પબ્લિક માંગ અનુસાર તેની જરૂરિયાત પૂરી કરો. આમ સર્વે કરીને આપવાથી કંપની તમને તે માટે સારી એવી ઇન્કમ કરી આપે છે.  જ્યારે આ કામ તમે કોઈ પણ જગ્યા પરથી કરી શકો છો અને તે માટે કોઈ ઓફિસ જવાની જરૂર નથી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment