આત્મવિવાહ : વડોદરાની આ યુવતીએ પોતાની જાત સાથે જ કરી લીધા લગ્ન, હવે એકલી જ જશે હનીમુન કરવા ગોવા…

મિત્રો દરેક છોકરા છોકરીઓ લગ્ન ને લઈને ઘણા સપનાઓ જોવે છે. આ માટે તેના ખાસ સપના હોય છે. તેમજ પોતાના જીવનસાથી અંગે પણ તે અલગ જ વિચારતા હોય છે. આજે અમે તમને આ લેખમાં એક એવી છોકરીની વાત કરીશું જે પોતાની સાથે જ લગ્ન કરીને ખુશ છે. તેની ખુશી કઈ રીતે તેણે વ્યકત કરી છે તેના વિશે આ લેખમાં તમને જાણવા મળશે. આ છોકરી છે ગુજરાતના વડોદરા જીલ્લાની. જેણે 11 જુન પહેલા જ બુધવારે પોતાની સાથે જ લગ્ન કરી લીધા. ચાલો તો આ વિશે વિગતે જાણી લઈએ. 

ગુજરાતના વડોદરામાં ખુબ જ અનોખા અંદાજમાં લગ્ન જોવા મળ્યા. જ્યાં એક બાજુ મંડપ સજાવેલો હતો, જાન પણ હતી પણ વરરાજા અને પંડિત હતા નહિ. આથી આ લગ્ન વિશે જેને પણ સાંભળ્યું તે તેઓ પહેલા તો ચોકી ગયાં. વાસ્તવમાં 24 વર્ષની ક્ષમા બિંદુએ બુધવારે પોતાની સાથે જ લગ્ન કરી લીધા. બિંદુએ 11 જુન એ લગ્ન કરવાની ઘોષણા કરી હતી. પણ તેને નક્કી કરેલ તારીખ પહેલા જ લગ્ન કરી લીધા. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલ તારીખ પહેલા લગ્ન એટલા માટે કર્યા કે કોઈ તેના ઘરે આવીને વિવાદ ન કરે. તે પોતાનો ખાસ દિવસ ખરાબ કરવા માંગતી ન હતી. આથી તેણે બુધવારે જ લગ્ન કરી લીધા. આ અવસર પર તેના ખાસ મિત્રો જ ઉપસ્થિત હતા.આ લગ્ન દરમિયાન મહેંદી અને હલ્દી ની રસમ થઇ હતી. ક્ષમાએ અગ્નિની સામે સાત ફેરા લેતા એવા બધી જ રીત રસમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ના વરરાજો હતો કે ના પંડિત. માત્ર ક્ષમા અને તેના ખાસ મિત્રો જ સામેલ હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે દેશમાં આ પ્રકારના પહેલા જ લગ્ન છે. 

લગ્નમાં ક્ષમા બિંદુએ લાલ રંગની સાડી પહેરેલી છે. અને સેંથામાં સિંદુર પુરેલું હતું. આ લગ્નને ડીઝીટલ રૂપમાં પુરા કરવામાં આવ્યા હતા. ક્ષમાએ પહેલા મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ બીજેપી નેતાના વિરોધ પછી તેણે ઘરે જ લગ્ન કરવાનું નક્કી કરેલું. ત્યાર પછી પંડિત એ પણ લગ્નની રસમ કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી ક્ષમા એ સીડીમાં મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું. 

ક્ષમાએ જણાવ્યું કે હવે તે હનીમુન માટે ગોવા જશે. આ લગ્નથી તેના માતાપિતા ખુબ જ ખુશ છે. તેમણે પોતાના આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમા ની સોલો મેરેજ ની ફોટો સોશીયમ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો આ લગ્ન વિશે જાણવા માટે ઉત્સુક છે.ક્ષમા એ Instagram પર 25,000 થી વધુ ફોલોઅર્સ છે. ક્ષમા નું માનવું છે કે તે ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પર એક પ્રેમિકા જ બની રહેવા માંગતી હતી. આથી તેણે પોતાની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. હું દેશમાં આત્મ પ્રેમનું ઉદાહરણ સ્થાપિત કરવા વાળી પહેલી છોકરી છું.

વડોદરા માં જન્મેલ ક્ષમા બિંદુ એ લગ્ન કરતા પહેલા સોલોગમીયા નામની પ્રથા વિશે જાણકારી મેળવી હતી. આ વિષય પર તેણે ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. તપાસ પછી ક્ષમાએ અનુભવ્યું કે દુનિયામાં સૌથી વધુ વસ્તી વાળા દેશમાં રહેવા છતાં તે દેશમાં આ લગ્નની રીત બનાવે, તેની કોશિશ છે કે તે આત્મ પ્રેમ નું એક ઉદાહરણ દરેક વ્યક્તિ સામે રાખે. આમ ક્ષમાએ પોતાની જ સાથે લગ્ન કરીને પોતાનો વ્યક્તિગત મત લોકો સામે રાખ્યો છે. પોતાની સાથે મહેંદી, હલ્દી અને લગ્નની વિધિ કરીને ક્ષમા એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment