ગરમીમાં કરો આ ટુકડાનું સેવન શરીર માટે છે સુરક્ષા કવચ સમાન, નહિ થાય કેન્સર, હૃદય અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ…

મિત્રો આપણે ઉનાળામાં ગરમીથી બચવા માટે અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. આ ઉનાળાના સમયમાં દરેક લોકોની ઈમ્યુંનીટી ખુબ જ કમજોર હોય છે. આથી તમારે શારીરિક રીતે હાઈડ્રેટ રહેવા માટે ખુબ જ પ્રવાહીની જરૂર પડે છે. આજે અમે તમને ઉનાળામાં કાકડી ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. 

કાકડી:- કાકડી લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ઉનાળામ લોકો થેલો ભરીને બજારમાંથી કાકડી ખરીદી લાવે છે. કાકડી આ ઋતુમાં સૌથી વધુ ખવાતું ફળ અને શાકભાજી માંથી એક છે. તેમાં હળવો અને તાજો સ્વાદ હોવાથી સાથે પાણીથી ભરપુર હોય છે. જેના કારણે સલાડ, રાયતું અથવા એમ જ મીઠા સાથે ખાઈ શકાય છે. તે ઠંડુ હોવાની સાથે જલદી પચી પણ જાય છે. તેના સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશન ની સમસ્યા નથી થતી. કાકડીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડીયમ અને મેગ્નેશિયમ વધુ હોય છે. તેનો ઉપયોગ ખાવાથી સાથે બ્યુટી પ્રોડક્ટ માં પણ થાય છે.આમ જોઈએ તો કાકડીમાં અનેક પોષક તત્વો રહેલા છે. પણ તેમાં કેલરી, વસા, કોલેસ્ટ્રોલ અને સોડીયમ નું પ્રમાણ ઓછુ હોય છે. સરળતાથી ઉનાળામાં મળતું આ ફળ કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત જીવલેણ બીમારીથી લડવામાં મદદ કરે છે. કાકડીમાં વિટામીન બી, વિટામીન એ, અને લીગ્નાસ સહિત એન્ટી ઓક્સીડેંટ પૂર્ણ માત્રામાં મળે છે. તેનાથી જાણવા મળ્યું છે કે હૃદય રોગ અને ઘણા પ્રકારના કેન્સર ના જોખમને ઓછુ કરે છે. 

શરીરને ડીહાઈડ્રેડ થવાથી બચાવે છે:- કાકડીમાં પ્રચુર માત્રામાં પાણી હોવાના કારણે તેમાં ઇલેક્ટ્રોલાઈટ્સ પણ હોય છે. જે ઉનાળામાં શરીરને ડીહાઈડ્રેડ થવાથી બચાવે છે. સ્વસ્થ આંતરડા ને બનાવી રાખવા, કબજિયાત ને રોકવા, કિડનીની પથરીથી બચવા અને સ્વસ્થ પાચન તંત્ર માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. 

હાડકાઓ ને સ્વસ્થ રાખે છે:- કાકડીમાં રહેલ વિટામીન કે અને કેલ્શિયમ હાડકાઓને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે. હાડકાને મજબુત કરવાનું કામ તે કરે છે.કેન્સર:- કાકડીમાં ઉચ્ચ સ્તરના કડવા સ્વાદ વાળા પોષક તત્વ હોય છે. જેને cucurbitacin કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હેલ્થ સર્વિસેજ માં એક લેખ અનુસાર cucurbitacin  કેન્સર કોશિકાઓ ને ફરીથી ઉત્પન્ન કરવાથી લઈને કેન્સર રોકવામાં મદદ કરે છે. 

હૃદયની બીમારીથી બચાવે છે:- કાકડીમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલ ની માત્રાને સંતુલિત કરવાની સાથે કાર્ડિયોવેસ્કુલર સંબંધી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. 

ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા અને રોકવામાં કાકડી મહત્વની ભૂમિકા નિભાવે છે. એમાં એવા પદાર્થ હોય છે જે બ્લડ શુગર ને ઓછુ રાખે છે અને એક અધ્યયન માં જાણવા મળ્યું છે કે કાકડીની છાલ ખાવાથી ઉંદરમાં ડાયાબિટીસ ના લક્ષણ ઓછા થયા હતા. આ તેના એન્ટી ઓક્સીડેંટ ના ગુણને કારણે થાય છે.સ્કીન કેર:- કાકડીમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેના રસમાં ઔષધીય ગુણ હોય છે જે ચહેરાના ડાઘ દુર કરી શકે છે. આ સાથે હાથ પગ ની ફાટેલી ત્વચાને કોમલ અને હેલ્દી બનાવે છે. 

સોજાને ઓછા કરે છે:-  શરીરમાં સોજા ઘણી અન્ય પ્રકારની બીમારીઓને જન્મ આપે છે. આંતરિક સોજા થવાથી હાર્ટ સંબંધી બીમારી, ડાયાબિટીસ, ઓટોઈમ્યુન કંડીશન, અવસાદ અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ રહે છે. 

આમ તમે કાકડીને પોતાના ખોરાકમાં સામેલ કરીને પોતાની ઈમ્યુન સીસ્ટમ વધારવાની સાથે શરીરની ઘણા પ્રકારની બીમારીથી છુટકારો મેળવી શકો છો. કાકડીમાં રહેલ પોષક તત્વો સોજા ઓછા કરે છે, હાર્ટ સંબંધી બીમારી ઓછી કરે છે. હાડકાઓને મજબુત કરવાનું કામ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment