મોદી સરકારે લીધા ચાર ખુબ જ અગત્યના નિર્ણય ! દરેક વર્ગના લોકો પર થશે આટલી અસર.

મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ સમય ખુબ જ વિકટ ચાલી રહ્યો છે. જેમાં અમીરોથી લઈને ગરીબ સુધીના તમામ વર્ગોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવા સમયે મોદી સરકાર દ્વારા ચાર ખુબ જ મહત્વના અને અહેમ નિર્ણય લેવામાં આવ્યા છે. એ ચાર નિર્ણય એવા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તો આજે અમે તમને એ ચાર ખુબ જ અગત્યના નિર્ણય વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

રાષ્ટ્રીય શિક્ષા નીતિ : કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારના રોજ રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) હેઠળ નવા ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ (STARS) કાર્યક્રમને મંજુરી આપી દીધી છે. તેને છ રાજ્યોમાં વર્લ્ડ બેંકની મદદથી ચલાવવામાં આવશે. તે રાજ્ય હિમ્ચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડીસા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ કાર્યક્રમનો અમલ કેન્દ્ર સરકારના સ્કૂલી શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા નવા કેન્દ્ર પોષિત કાર્યક્રમના રૂપમાં થશે. આ નિર્ણયથી રાજ્યોની વચ્ચે સહયોગ વધશે, શિક્ષકોનું પ્રશિક્ષણ થશે અને પરીક્ષામાં સુધારો થવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓમાં ભારત તૈયારી સાથે ભાગ લઈ શકશે.

સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ કરવા માટે : બુધવારના રોજ ભારત સરકારે સસ્તી કિંમત પર તેલ સંગ્રહ પર થયેલા 3,874 કરોડ રૂપિયાના ખર્ચને પણ મંજુરી આપી દીધી છે. દેશમાં કાચા તેલનો સંગ્રહ વધારવાથી તેની સીધી પેટ્રોલ-ડીઝલની કિંમત પર પડે છે. જો કાચું તેલ સસ્તું થાય તો દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો થાય છે. તેનાથી સામાન્ય માણસને ફાયદો થશે. જાવડેકરે આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિની બેઠકમાં લેવામાં આવેલ ફેસલા વિશે જણાવવામાં આવ્યું કે, ભારતમાં રણનીતિક સંગ્રહમાં રાખેલા તેલનો વ્યાપાર કરવા માટે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીને પણ મંજુરી પ્રદાન કરી દીધી છે. તેમણે જણાવ્યું કે દેશમાં આકસ્મિક સમય માટે ત્રણ સ્થાન પર  ભૂગર્ભ તેલ સંગ્રહ સુવિધા વિકસિત કરવામાં આવી છે.જમ્મુ-કશ્મીર અને લદ્દાખને પણ વિશેષ  પેકેજ : જાવડેકરે જણાવ્યું કે, કેબિનેટ કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ-કશ્મીર અને લદ્દાખ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ 529 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજને પણ મંજુરી આપી છે. જાવડેકરે કહ્યું છે કે, દેશના બધા ગ્રામીણ વિસ્તારોમાં દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના ચાલી રહી છે. ગ્રામીણ કશ્મીર, લદ્દાખ અને જમ્મુમાં રહેવાવાળા 2/3 લોકો પણ આ યોજનામાં સામેલ થશે. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજ પર સીલ લગાવ્યું છે. આ યોજના પાંચ વર્ષ સુધી રહેશે. તેનો લાભ 10,58,000 પરિવારોને મળશે.

ADNOC મોડલના સંશોધનને અનુમતિ આપી : મંત્રીમંડળે નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમીટેડથી અલગ થવું અને સમગ્ર સરકારી હિસ્સાને એક રણનીતિક ખરીદદારને વહેંચીને અલગ થવા વાળી રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટને પણ અનુમતિ આપી છે. કેબિનેટે ભારતીય સામરિક રિઝર્વ લિમીટેડના હાલના રણનીતિક પેટ્રોલિયમ ભંડારની વાણિજ્યિક વ્યવહારિકતા વધારવા માટે ADNOC મોડેલના સંશોધનને અનુમતિ આપી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment