ગાડી ચલાવતા સમયે કરવામમાં આવતી આ ભૂલના કારણે એન્જિનમાં આવે છે મોટી ખરાબી, મોટાભાગના લોકોને હોય છે આવી ટેવ.

મિત્રો આજે મોટાભાગના લોકો સ્વાભાવિકપણે જ મોટર સાયકલ ચલાવે છે. તેમજ પોતાની મોટર સાયકલમાં ઘણા લોકોની સવારી પણ કરે છે. જે લોકો રોજ ચલાવતા હોય છે એ બાઈક વિશેની દરેક માહિતીથી પરિચિત હશે. આથી ક્યારે બ્રેક લગાવવી અને ક્યારે નહિ, તેના વિશે ધ્યાન રાખવું એ તો દરેક વાહન ચાલકને ખબર જ હોય છે. પણ ઘણી વખત ખોટી રીતે બ્રેક મારવાથી પણ મુશ્કેલી થઈ શકે છે. આવું કેમ થાય છે તો તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જો તમે મોટર સાયકલ ચલાવતી વખતે ક્લચ વગર બ્રેકને દબાવો છો તો તમારી બાઈક ખરાબ થઈ શકે છે અને કલચ સાથે બ્રેક ન કરવાથી તમારી બાઈકના એન્જિનમાં ખરાબી આવી શકે છે અને તેના કારણે ઘણી વાર રસ્તામાં જ બાઈક બંધ થઈ જાય છે, તેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બાઈક ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે આ લેખમાં અમે તમને જણાવશું.જો તમે મોટર સાયકલ ચલાવતા સમયે ઉતાવળ કરો છો અને ક્લચનો ઉપયોગ કર્યા વિના સીધી બ્રેકને દબાવો છો, તો તે તમારી મોટર સાયકલમાં ખામી સર્જી શકે છે જેના માટે તમારે મિકેનિકની મદદ લેવી પડે છે અને કેટલીક વાર તમારે મોટી રકમ ખર્ચ કરવી પડે છે.

મોટાભાગના લોકો બાઈક ચલાવી તો લે છે પરંતુ તેમને ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે યોગ્ય રીતે ન ચલાવવાને કારણે અને કેટલીકવાર બાઈક રસ્તા વચ્ચે જ ખરાબ થઈ જાય છે, જેના કારણે તેને મુશ્કેલી થાય છે. જો બાઈક ચલાવનાર બાઈક ચલાવતી વખતે બ્રેકનો ઉપયોગ કરે છે પરંતુ ક્લચને દબાવતા નથી, તો તેનું બાઇક બગડે છે તેનું કારણ એ છે કે, આ સમય દરમિયાન બાઈકનું એન્જિન ચાલતું રહે છે. જેના કારણે જો તમે સીધા બ્રેક દબાવો તો એન્જિન પ્રભાવિત થાય છે.આ બેદરકારી કરવાના ગેરલાભો :  આ નજીવી બાબતો જે તમને બાઈકના ઉપાડને અસર કરે છે. ક્લચ વિના બ્રેકને દબાવવાથી તે ઘસાઈ છે અને પિકઅપને નોંધપાત્ર રીતે ઘટાડે છે. તમારું મોટર સાયકલ બીજા ગિયરમાં પણ યોગ્ય રીતે પિકઅપ કરતું નથી.

બ્રેકનું જીવન ઓછું : તે જ સમયે બ્રેકનું જીવન પણ ઘટવાનું શરૂ થાય છે. કારણ કે ક્લચ વિના બ્રેક દબાવવાથી બ્રેક પર સીધી અસર પડે છે. જેના કારણે બ્રેક્સ ખુબ ગરમ થઈ જાય છે. તેના કારણે તમારે વારંવાર બ્રેક્સ બદલવી પડે છે.

ગિયરના નુકસાનનું જોખમ :  આ બેદરકારીને કારણે તમારું ગિયર બગડે છે. કારણ કે આમ કરવાથી ગિયર પર પણ દબાણ આવે છે અને તે પણ તૂટી શકે છે અને ગિયર અટકી જવાની સમસ્યાનું કારણ એ છે કે ક્લચ વિના બ્રેકને દબાવવી. એન્જિનનું જીવન પણ ટૂંકું થાય છે અને બાઈકનો લગભગ દરેક ભાગ બગડવાનું શરૂ કરે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment