દેશમાં ફરી કોરોનાએ મચાવ્યું તાંડવ | પાંચ મહિના બાદ ફરી આ રાજ્યોમાં સ્થિતિ બની બેકાબૂ..

ભારતમાં કોરોના વાયરસની રફ્તાર એક વાર ફરી બેકાબુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 53 હજાર કરતા વધુ કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. લગભગ પાંચ મહિના બાદ ભારતમાં 50 હજાર કોરોના કેસનો આંકડો પાર થયો છે, જે એક ભયંકર સ્થિતિ તરફનો ઈશારો કરે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,476 નવા કેસો દર્જ થયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે 251 લોકોના અવસાન થયા છે. સાથે જ 26,490 લોકોએ કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થયા છે. આ આંકડાની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1,17,87,534 પર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 3,95,192 થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમમાં કોરોના વાયરસના કારણે 1,60,692 લોકોના અવસાન થયા છે. જો વેક્સીનેશન પર નજર કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5,31,45,709 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.ડરાવી રહ્યો છે મહારાષ્ટ્રનો કોરોના ગ્રાફ : દેશમાં સૌથી વધુ ભયાનક સ્થિતિ મહારાષ્ટ્રમાં સામે આવી છે, જ્યાં વીતેલા દિવસમાં 31 હજાર કરતા વધુ કોરોનાના કેસ દર્જ થયા છે. મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે જુના રેકોર્ડને તોડી રહ્યા છે. આ જ કારણ છે કે હવે મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. મહારાષ્ટ્રમાં હવે એક્ટીવ કેસની સંખ્યા પણ અઢી લાખ થઈ ગઈ છે. જે આખા દેશના આંકડા કરતા અડધા કેસ છે.

મહારાષ્ટ્રની જેમ દિલ્લીમાં પણ ડર : દેશની રાજધાની દિલ્લીમાં પણ ફરી કોરોનાની લહેર ઉડી નીકળી છે. ત્યાં મહારાષ્ટ્ર જેવા ભયાનક સંખ્યામાં કેસ નથી આવતા પરંતુ વીતેલા થોડા દિવસોમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો એ તૂટી ગયો છે. વીતેલા દિવસોમાં દિલ્લીમાં 1200 કરતા વધુ કેસ દર્જ થયા છે, જે આ વર્ષનો સૌથી મોટો આંકડો છે. તેવામાં દિલ્લીમાં કડકાઈ વધારી દેવામાં આવી છે, બજારો, મોલ, મલ્ટીપ્લેક્સમાં કોરોના ગાઈડલાઈનનું પાલન અનિવાર્ય થઈ ગયું છે.મહારાષ્ટ્ર અને દિલ્લી સિવાય ઘણા એવા રાજ્ય પણ છે, જ્યાં વીતેલા દિવસોમાં જે કેસ સામે આવ્યા તે આ વર્ષના સૌથી મોટા આંકડા છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ આ રાજ્યોની લીસ્ટમાં શામિલ છે. તેમજ યુપીમાં પણ જાન્યુઆરી બાદ પહેલી વાર 700 કરતા વધુ કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ વીતેલા દિવસોમાં જે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી, તે અનુસાર દેશમાં તાજા એક્ટીવ કેસ અમુક રાજ્યોમાંથી આવી રહ્યા છે. દેશમાં આ સમયે જ્યાં સૌથી વધુ એક્ટીવ કેસ છે, તે ટોપ ટેન જીલ્લામાંથી નવ જીલ્લા મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે. આ જ કારણે કેન્દ્રીય ટીમ પણ મહારાષ્ટ્રના હાલાત પર ધ્યાન રાખી રહી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment