50 હજારનું રોકાણ અને 10 લાખ સુધીની કમાણી, અત્યાર સુધીમાં ઘણા બની ગયા છે કરોડપતિ. કરો આ બિઝનેસ..

મિત્રો આજે આપણે જાણીએ છીએ કે કોરોનાના કારણે લગભગ મોટાભાગના ધંધાઓ બંધ અથવા તો બહુ ઓછા ચાલે છે. એવામાં મધ્યમવર્ગ, અને ગરીબ લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ જો તમે તમારો આ મુશ્કેલી ભર્યો સમય આસાન બનાવવા માંગો છો અને પોતાનો કોઈ નવો બિઝનેસ ખોલવા માંગો છો તો અમે તમને એક એવા ધંધા વિશે જણાવીશું જે તમને અનેક ગણો લાભ આપશે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

જો તમારી પાસે નોકરી નથી, અને તમે ઘરે બેઠા બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમે એલોવેરાની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. આ બિઝનેસ આ સમયે વધુ નફા વાળો બિઝનેસ માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઘણા લોકો તેની ખેતી કરીને લાખોમાં કમાણી કરી ચૂક્યા છે. આ બિઝનેસ છે એલોવેરાનો. એલોવેરાની બજારમાં વધતી જતી માંગને જોતા તેની ખેતી નફા વાળી સાબિત થઈ છે.કંપનીઓમાં વધી છે તેની માંગ : હર્બલ અને કોસ્મેટીકમાં એલોવેરાની માંગ સતત વધતી જાય છે. આ પ્રોડક્ટ્સમાં અધિકાંશ એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. તે પછી ભલે સૌંદર્ય પ્રસાધનના સામાન હોય અથવા પ્રોડક્ટ કે દવા, એલોવેરાનો ખુબ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે હર્બલ અને કોસ્મેટીક ઉત્પાદન અને દવાઓ બનાવતી કંપનીઓ તેને ખુબ જ ખરીદી રહી છે. કેટલીક કંપનીઓ તો તેની કોન્ટ્રાક્ટ બેઝ પર ખેતી પણ કરાવે છે. જો તેની વ્યવસાયિક રીતે ખેતી કરવામાં આવે તો તેની ખેતીથી વર્ષે 8-10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. ચાલો તો જાણી લઈએ કેવી રીતે તેની ખેતી કરીને વધુ કમાણી કરી શકાય છે.

એન્જિનિયરથી MBA કરેલ વ્યક્તિઓ કરી રહ્યા છે તેની ખેતી : તમને જણાવી દઈએ કે, તેની હાઈ માંગને જોતા ઉચ્ચ શિક્ષિત યુવા હવે નોકરીની જગ્યાએ પોતાના કામ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. વધુ પડતા લોકો હવે એલોવેરાનો પ્લાન્ટેશન કરવાની ઈચ્છા રાખે છે. તેઓ હવે પ્રોસેસિંગ યુનિટ લગાવવા ઈચ્છે છે. હાલમાં યુનિટ લગાવનાર એક ધંધાદારી કહે છે કે, અત્યાર સુધી મારા ઘરમાં ધાન, ઘઉં, બટેટાની ફસલ ઉગાડવામાં આવતી હતી, મને લાગ્યું કે કંઈક નવું અને વધુ નફા વાળું કરવું જોઈએ. તો રાજસ્થાની છોડ મંગાવીને મેં આ એલોવેરાની ખેતી શરૂ કરી. હવે તેનાથી લાખોની કમાણી થઈ રહી છે.યુનિટ લગાવવા માટે આપવામાં આવે છે ટ્રેનિંગ : જો તમે એલોવેરાની પ્રોસેસિંગ યુનિટ લગાવવા માંગો છો તો કેન્દ્રીય ઔષધીય અને સગંધ પૌધા સંસ્થાન થોડા થોડા મહિને ટ્રેનિંગ આપે છે. તેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન થાય છે અને નિર્ધારિત ફી પછી આ ટ્રેનિંગ લઈ શકાય છે.

એલોવેરાની ખેતી ક્યારે અને કેવી રીતે કરવી ? : એલોવેરાની ખેતી માટે ઉષ્ણ જળવાયું સારી રહે છે. તેની ખેતી સામાન્ય રીતે શુષ્ક ક્ષેત્રમાં ન્યુનતમ વર્ષા અને ગર્મ આર્દ્ર ક્ષેત્રમાં સફળતા પૂર્વક કરી શકાય છે. આ છોડ વધુ પડતી ઠંડીની સ્થિતિ પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય છે. વાત કરીએ તેના માટેની માટીની અથવા ભૂમિની તો તેની ખેતી રેતીલીથી લઈને દોમટ માટી સુધી વિભિન્ન પ્રકારની માટીમાં થઈ શકે છે. રેતીલી માટી તેના માટે ખુબ જ સારી હોય છે. ભૂમિ ચયન કરતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે, તેની ખેતી માટે ભૂમિ એવી હોય જે જમીન સ્તર પર હોય અને ખેતરમાં જળ નિકાસની સમુચિત વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે તેમાં પાણી રહેવું ન જોઈએ. તમને જણાવી દઈએ કે એલોવેરાના છોડ જુલાઈ-ઓગસ્ટમાં લગાવવા ઉચિત રહે છે.એલોવેરા ખેતીમાં કેટલો થશે ખર્ચ : ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અનુસાર એક હેક્ટરમાં પ્લાન્ટેશનનો ખર્ચ લગભગ 27,500 રૂપિયા થાય છે. જ્યારે મજુરી, ખેતરની તૈયારી, ખાદ્ય વગેરે જોડીને પહેલા વર્ષે આ ખર્ચ 50,000 રૂપિયા પહોંચી જાય છે. એલોવેરાની એક હેક્ટરમાં ખેતીથી લગભગ 40 થી 45 ટન મોટા પાન પ્રાપ્ત થાય છે.

તેને આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ તથા પ્રસાધન સામગ્રી નિર્માતાઓને વેચી શકાય છે. આ પાનથી મુસબ્બર અથવા એલોવાસર બનાવીને પણ વેચી શકાય છે. તેના મોટા પાનની દેશના વિભિન્ન બજારમાં કિંમત લગભગ 15,000 અને 25,000 રૂપિયા પ્રતિ ટન હોય છે. આ હિસાબે તમે આરામથી 8 થી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment